Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ખનીજ સંશોધન નીતિ (નેશનલ મિનરલ એક્સ્પ્લોરેશન પોલિસી – એનએમઈપી) મંજૂર કરી


એનએમઈપીનો મુખ્ય ધ્યેય ખાનગી ક્ષેત્રની વિસ્તૃત હિસ્સેદારી દ્વારા દેશમાં ખનિજ સંશોધનના કાર્યને વેગ આપવાનું છે. ખનિજની તમામ શક્યતાઓને ખુલ્લી કરવા દેશમાં વ્યાપક ખનિજ સંશોધનની જરૂર છે, જેથી રાષ્ટ્રના ખનિજ સંસાધનો (બળતણ અને કોલસા સિવાયના)નો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય અને તેના પગલે ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્તમ ક્ષેત્રિય ફાળો આપી શકાય.

નીતિમાં વૈશ્વિક ધોરણોના બેઝલાઈન જીઓસાયન્ટિફિક ડેટા પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ કરાવવા, જાહેર-ખાનગી ભાગીદારીમાં ગુણવત્તા ધરાવતા સંશોધનો હાથ ધરવા તેમજ ઊંડે ધરબાયેલી અને ગુપ્ત થાપણો શોધવા, દેશમાં ઝડપી એરોજીઓફિઝિકલ સર્વે હાથ ધરવા અને સમર્પિત જીઓસાયન્સ ડેટાબેઝ તૈયાર કરવા વગેરે જેવા ખાસ પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

એનએમઈપીમાં દેશમાં સંશોધનને સહાયરૂપ થવા માટે મુખ્ય બાબતો આ મુજબ છે :-

i. ખાણ મંત્રાલય, સંશોધન ક્ષારકામ માટે ઓળખી કાઢવામાં આવેલા બ્લોક્સની હરાજી હાથ ધરીને ખાનગી ક્ષેત્ર દ્વારા ક્ષારકામ કરાવશે અને તેમાં જો હરાજીપાત્ર સંસાધનો મળી આવે તો તેવા કિસ્સામાં ક્ષારકામ આવકની વહેંચણીના આધારે કરાશે.

ii. જો ક્ષારકામ કરતી એજન્સીઓને હરાજીપાત્ર સંસાધનો ન મળે તો તેમના ક્ષારકામનો ખર્ચ સહજ કિંમતના આધારે ભરપાઈ કરાશે.

iii. બેઝલાઈન જીઓસાયન્ટિફિક ડેટા જાહેર સામાનની રીતે તૈયાર કરાશે અને વિનામૂલ્યે જાહેર કરાશે.

iv. સરકાર લક્ષિત ગુપ્ત ખનિજ થાપણો માટે સ્ટેટ-ઑફ-ધ- આર્ટ બેઝલાઈન ડેટા મેળવવા માટે નેશનલ એરોજીઓફિઝિકલ પ્રોગ્રામ હાથ ધરશે.

v. વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારની એજન્સીઓ તેમજ ખનિજ રાહત ધારકો દ્વારા ખનિજ ક્ષારકામ અંગે એકઠી થયેલી માહિતીને પધ્ધતિસર ગોઠવવા તેમજ તેને જીઓસ્પેશિયલ ડેટાબેઝ પર જાળવવા માટે નેશનલ જીઓસાયન્ટિફિક ડેટા રીપોઝિટરી સ્થાપવાની દરખાસ્ત છે.

vi. સરકાર નફાનો ઉદ્દેશ નહીં ધરાવતી સ્વાયત્ત સંસ્થા સ્થાપવા ઈચ્છે છે, જે નેશનલ સેન્ટર ફોર મિનરલ ટાર્ગેટિંગ (એનસીએમટી) તરીકે ઓળખાશે. આ સંસ્થા દેશમાં ખનિજ ક્ષારકામ માટેના પડકારોનો સામનો કરવા માટે વૈજ્ઞાનિક અને સંશોધન એકમો, વૈજ્ઞાનિક અને તકનિકી સંશોધન માટેની યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ સાથે સહયોગમાં સ્થપાશે.

vii. કમાણીની વહેંચણીના આકર્ષક મોડેલ્સ દ્વારા ક્ષારકામમાં ખાનગી રોકાણો આમંત્રવાની જોગવાઈઓ છે.

viii. ઓસ્ટ્રેલિયાના અનકવર પ્રોજેક્ટની જેમ જ સરકાર દેશમાં ખનિજોની ઊંડે ધરબાયેલી કે ગુપ્ત થાપણો નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને સૂચિત એનસીએમટી તેમજ જીઓસાયન્સ ઓસ્ટ્રેલિયા સાથેના સહયોગમાં વિશિષ્ટ તપાસ પહેલ હાથ ધરવા માગે છે.

એનએમઈપીની ભલામણોના અમલ માટે શરૂઆતમાં પાંચ વર્ષ માટે ખાણ મંત્રાલય હેઠળ જીઓલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના અંદાજપત્રની વાર્ષિક યોજના ઉપરાંત આશરે રૂ. 2116 કરોડ જેટલું ભંડોળ જોઈશે. એનએમઈપી, દેશભરના સમગ્ર ખનિજ ક્ષેત્રને લાભદાયક બનશે.

એનએમઈપીની મુખ્ય અસરો આ મુજબ હશે :-

1) બેઝલાઈન જીઓસાયન્ટિફિકનો પૂર્વ સ્પર્ધાત્મક ડેટા જાહેર મિલકત તરીકે તૈયાર કરાશે અને તેના વિના મૂલ્ય પ્રસારણ માટે તે સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ રહેશે. આનો લાભ ક્ષારકામ ક્ષેત્રની જાહેર તેમજ ખાનગી એજન્સીઓને થશે તેવો અંદાજ છે.

2) વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ વિકાસ માટે જરૂરી જાહેર – ખાનગી ભાગીદારીમાં ક્ષારકામ હાથ ધરવા માટે વિજ્ઞાન અને સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગનો સહયોગ આવશ્યક છે.

3) દેશમાં ઊંડે ધરબાયેલી કે ગુપ્ત ખનિજ થાપણો શોધવા માટે સરકાર ખાસ પગલાં લેશે. ભારતમાં જીયોલોજિકલ આવરણની લાક્ષણિકતા ઓળખી કાઢવામાં આવશે, ભારતના લિથોસ્ફેરિક આર્કિટેક્ચરની તપાસ, ફોર ડી જીઓડાયનેમિક અને મેટલોજેનિક ઈવોલ્યુશન ઉકેલવા અને કાચી ધાતુની થાપણોનાં દૂરવર્તી પદચિહ્નો શોધવા અને આલેખવા, તે આ પહેલનાં મુખ્ય ઘટકો રહેશે.

4) સમગ્ર દેશમાં ઓછી ઊંચાઈએ નકશો તૈયાર કરવા અને ઊંડે ધરબાયેલી અને ગુપ્ત ખનિજ થાપણો શોધવા ક્લોઝ સ્પેસ ફ્લાઈટ નેશનલ એરોજીઓફિઝિકલ મેપિંગ કાર્યક્રમ હાથ ધરાશે.

5) સરકાર ઓળખી કાઢવામાં આવેલા બ્લોક્સ કે વિસ્તારોમાં ક્ષારકામના કામ માટે હરાજી દ્વારા ખાનગી એજન્સીઓને રોકશે અને તેમને રાજ્ય સરકારને મળતી કમાણીમાં ચોક્કસ હિસ્સાનો અધિકાર આપશે.

6) પ્રાદેશિક અને વિગતવાર ક્ષારકામ પર જાહેર ખર્ચને અગ્રીમતા અપાશે અને તેની નિશ્ચિત સમયાંતરે વિવેચનાત્મક અને વ્યૂહાત્મક હિતોની આકારણી પર આધારિત સમીક્ષા કરાશે.

પશ્ચાદ્ભૂમિકા :

થોડા સમય પહેલાં ખાણ મંત્રાલયે ખનિજ ક્ષેત્રના વિકાસ માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા હતા, જેમાં 100 ટકા સીધા વિદેશી રોકાણોને મંજૂરી આપવાનું પણ સામેલ હતું. જોકે, આ પગલાંને માત્ર મર્યાદિત સફળતા મળી હતી. વધુમાં, વર્ષો વીતતા ખનિજ ક્ષેત્રની ગતિશીલતામાં ધરખમ ફેરફારો થયા અને તેના પગલે નવી માગ અને અનિવાર્યતાઓ સર્જાઈ. દેશમાં ક્ષારકામની પ્રવૃત્તિને વેગ આપવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. તેને કારણે સરકારે તેની ક્ષારકામની નીતિ અને વ્યૂહરચનાની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી છે. વર્ષ 2015માં એમએમડીઆર એક્ટમાં કરાયેલા સુધારાઓ આ જ દિશાના પગલાં હતા. આ સુધારાની સૌથી મહત્ત્વની લાક્ષણિકતા એ હતી કે માઈનિંગ લીઝીસ (એમએલ) અને પ્રોસ્પેક્ટિંગ લાયસન્સ-કમ-માઈનિંગ લીઝ (પીએલ-કમ-એમએલ), માત્ર હરાજીની પ્રક્રિયા દ્વારા જ મંજૂર કરાશે. આને પગલે ખનિજ છૂટછાટો મંજૂર કરવાની પ્રક્રિયામાં સરળીકરણ, પારદર્શિતા અને ઝડપ આવવાની આશા છે. આ પશ્ચાદભૂમિની સાથે, એનએમઈપી ઘડાઈ છે, જેથી સુધારેલા કાયદાકીય માળખામાં ક્ષારકામના નવા ધ્યેયો, અર્થપૂર્ણ હેતુ અને દિશા આપી શકાય.

AP/J.Khunt/GP