Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના નિર્માણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે નવી દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટની પાસે પ્રિન્સેસ પાર્કમાં બનનારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને રાષ્ટ્રીય યુદ્ધ સંગ્રાહલયના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ સ્મારક અને સંગ્રાહલય આઝાદી પછી દેશ માટે બલિદાન આપનારા બધા ભારતીય સૈનિકોની યાદમાં બનાવાઈ રહ્યું છે.

આ પરિયોજનાની અંદાજીત ખર્ચ લગભગ 500 કરોડ રૂપિયા થશે અને આ પરિયોજના પૂર્ણ થતાં લગભગ પાંચ વર્ષ થશે.

આઝાદી પછી, 22,500થી વધુ સૈનિક દેશહિતમાં અને દેશની સંપ્રભુતા અને અખંડતાની રક્ષા માટે પોતાનું બલિદાન આપી ચૂક્યા છે. જો કે આઝાદીના 69 વર્ષ પછી પણ, શહીદોની યાદમાં હજુ સુધી કોઈ સ્મારકનું નિર્માણ કરાયું નથી. કેબિનેટના વર્તમાન નિર્ણયથી સુરક્ષા દળોની વર્ષોથી લંબિત માગ પૂરી થઈ શકશે.

આ પ્રસ્તાવિત પરિયોજનાનું કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય, એ સુનિશ્ચિત કરવા માટે નિર્ણય લેવાયો છે કે રક્ષા સચિવની અધ્યક્ષતાવાળી સશક્ત સંચાલન સમિતિ દ્વારા આ પ્રતિષ્ઠિત પરિયોજનાની દેખરેખ રાખવામાં આવશે. આ કાર્ય દરમિયાન સમર્પિત પરિયોજના પ્રબંધન ટીમ પણ સશક્ત સંચાલન સમિતિને સહયોગ આપશે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને સંગ્રહાલયની દેખરેખ માટે એક પ્રબંધન સંસ્થાનું ગઠન કરવામાં આવશે.

દેશની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સૈનિકોના સન્માન પ્રત્યે ઉંડો આભાર વ્યક્ત કરવા માટે આ સરકાર યુદ્ધ સ્મારક અને સંગ્રહાલયની સ્થાપના કરી રહ્યું છે. આ સ્મારક આગંતુકોના મનમાં રાષ્ટ્રભક્તિની ભાવનાને વધારવા અને માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકો પ્રત્યે ઉંડી ભાવના વ્યક્ત કરવા માટે દેશવાસીઓને અવસર પ્રદાન કરશે.

અત્યાર સુધી બાકી રહી ગયેલા અંતિમ આંદોલન, શહીદોના અંતિમ વિશ્રામ ગૃહ જો કે અજ્ઞાત છે, ઈતિહાસના એવા જ કેટલીક માર્મિક ક્ષણોનો આ સંગ્રહાલયોમાં સંગ્રહ કરી દેશવાસિઓની સામે લવાશે અને વિભિન્ન રીતે પરિસ્થિતિઓમાં સૈનિકોની પ્રતિબદ્ધતાથી પણ લોકોને રૂબરૂ કરાશે.

સરકારનું માનવું છે કે રાષ્ટ્ર નિર્માણના ક્ષેત્રમાં અધૂરા રહેલા કાર્યોનો જ એક ભાગ સૈનિકોને સમર્પણને જન-જન સુધી પહોંચાડવાનો છે. આના માટે સૈનિકોના સમર્પણની ગાથાઓ અને માર્મિક ક્ષણોને લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે. સરકાર પોતાના સ્તર પર ખૂબ વિનમ્રતાથી કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ નથી ગયું અને તેના યોગદાનથી ભારત માતા સમૃદ્ધ થઈ છે. સ્મારકની યાત્રા અમને આ મહાન દેશ પ્રત્યે અત્યંત ભક્તિની સાથે પુનઃ સમર્પિત કરવા માટે પ્રેરિત કરશે.

AP/J.Khunt/GP