Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે ભુતાનમાં પુનત્સાંગ્છુ – 2 હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભુતાનમાં હાથ ધરાયેલા 1020 મેગાવોટ ક્ષમતા ધરાવતા પુનત્સાંગ્છુ-2 હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (એચઈપી) માટે રૂ. 7290.62 કરોડના સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી છે. આ તબક્કે, પ્રોજેક્ટમાં કુલ રૂ. 3512.82 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
પ્રોજેક્ટ દ્વારા ભારતને વધુ વીજળી મળશે અને તેનાથી દેશમાં વીજળીની ઉપલબ્ધિ વધશે તેમજ પ્રોજેક્ટના કામકાજ ખલેલ વિના સુગમ રીતે આગળ ધપશે.

પશ્ચાદ્ ભૂમિકાઃ

પુનત્સાંગ્છુ-2 હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ શરૂ કરવા માટે એપ્રિલ, 2010માં ભારત અને ભુતાન વચ્ચે દ્વિપક્ષીય કરાર થયા હતા અને એ સમયે માર્ચ, 2009ની કિંમતોના આધારે પ્રોજેકટનો ખર્ચ રૂ. 3777.8 કરોડ અંદાજવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ માટે ભારત 30 ટકા ભંડોળ ગ્રાન્ટ તરીકે અને 70 ટકા ભંડોળ અને 10 ટકાનો વાર્ષિક વ્યાજ દર ધરાવતી લોન પેટે આપી રહ્યું છે. ભુતાને આ લોન 30 સમાન અર્ધવાર્ષિક હપ્તામાં પરત ચૂકવવાની છે.
માર્ચ, 2009થી માર્ચ, 2015 સુધીના ગાળામાં ફુગાવો વધ્યો હોવાથી, પાવર હાઉસ જમીન પર સ્થાપવાને બદલે જમીનની નીચે – અંડરગ્રાઉન્ડ સ્થાપવાને કારણે, ક્ષમતા 990 મેગાવોટથી વધારીને 1020 મેગાવોટ કરવાને લીધે, ભુતાનના નેશનલ ટ્રાન્સમિશન ગ્રિડ માસ્ટર પ્લાનની વધારાની જરૂરિયાતોને કારણે તેમજ પ્રોજેક્ટ દરમિયાન પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોવાથી ખર્ચ વધ્યો છે.

AP/TR/GP