Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર ખરીફ, 2025 (01.04.2025થી 30.09.2025 સુધી) માટે પોષક તત્વો આધારિત સબસિડી (એનબીએસ) દરને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર ખરીફ સિઝન, 2025 (01.04.2025થી 30.09.2025 સુધી) માટે પોષકતત્વો આધારિત સબસિડી (એનબીએસ) દરો નક્કી કરવા માટે ખાતર વિભાગની દરખાસ્તને મંજૂરી આપી હતી.

ખરીફ સિઝન 2024 માટે અંદાજપત્રીય જરૂરિયાત અંદાજે રૂ. 37,216.15 કરોડ હશે. આ રકમ રવી સિઝન 2024-25 માટે અંદાજપત્રીય જરૂરિયાત કરતાં અંદાજે રૂ. 13,000 કરોડ વધારે છે.

લાભો:

· ખેડૂતોને સબસિડીવાળા, વાજબી અને યોગ્ય ભાવે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.

· ખાતરો અને ઇનપુટ્સના આંતરરાષ્ટ્રીય ભાવોમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને પી એન્ડ કે ખાતરો પરની સબસિડીને તર્કસંગત બનાવવી.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

એનપીકેએસ ગ્રેડ સહિત પીએન્ડકેએસ ખાતરો પરની સબસિડી ખરીફ 2025 (01.04.2025થી 30.09.2025 સુધી લાગુ) માટે માન્ય દરોના આધારે પ્રદાન કરવામાં આવશે, જેથી ખેડૂતોને વાજબી કિંમતે આ ખાતરો સરળતાપૂર્વક ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરી શકાય.

પાર્શ્વભૂમિ:

સરકાર ખેડૂતોને ખાતર ઉત્પાદકો/આયાતકારો મારફતે સબસિડીના ભાવે 28 ગ્રેડના પીએન્ડકે ખાતર ઉપલબ્ધ કરાવી રહી છે. પીએન્ડકે ખાતરો પરની સબસિડીનું સંચાલન એનબીએસ યોજના દ્વારા થાય છે, જે 01.04.2010થી લાગુ પડશે. ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમ અનુસાર, સરકાર ખેડૂતોને પોષણક્ષમ કિંમતે પીએન્ડકે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફર જેવા ખાતરો અને ઇનપુટની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તાજેતરના પ્રવાહોને ધ્યાનમાં રાખીને સરકારે ખરીફ 2025 માટે એનબીએસના દરોને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. જે એનપીકેએસ ગ્રેડ સહિત ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર 01.04.25થી 30.09.25 સુધી અસરકારક રહેશે. ખાતર કંપનીઓને માન્ય અને સૂચિત દરો મુજબ સબસિડી આપવામાં આવશે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે.

AP/IJ/GP/JD