પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પર્યટનના ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવા માટે ભારત તથા કતર વચ્ચે કરાર (એમઓયુ) પર હસ્તાંક્ષર કરવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.
કરારના મુખ્ય ઉદ્દેશ્ય આ પ્રકારે છે :-
ક) આપસમાં લાભ માટે પર્યટનના ક્ષેત્રમાં દિર્ઘકાલિન સહયોગ માટે અનુકૂળ પરિસ્થિતિઓનું સર્જન.
ખ) પર્યટન સંબંઘિત વિશેષજ્ઞો, પ્રકાશનો, સૂચનાઓ/ ડેટા અને સાંખ્યિક્યનું આદાન – પ્રદાન કરવું.
ગ) કાર્યક્રમો, પ્રચાર અને વિજ્ઞાપન સામગ્રીઓ, પ્રકાશનો, ફિલ્મો અને મીડિયાના માધ્યમથી પોતાના પર્યટન ઉત્પાદનોનું સર્વધન અને જાહેરાત કરવી.
ઘ) બંને દેશોના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટૂર ઓપરેટરો / મીડિયા અને રાય નિર્માતાઓનું આદાન – પ્રદાન
ઇ) બંને દેશોમાં પર્યટન ક્ષેત્ર, ટૂર ઓપરેટર, ટ્રાવેલ એજન્ટો તથા અન્ય પર્યટન ખાનગી ક્ષેત્રની કંપનીઓ તથા બ્યૂરોની વચ્ચે સહયોગને પ્રોત્સાહિત કરવો.
ચ ) પર્યટનના ક્ષેત્રમાં રોકાણ કરવા માટે સાર્વજનિક તથા ખાનગી ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા. કતર ભારત માટે એક વિકસતું પર્યટન સ્ત્રોત છે. (વર્ષ 2015માં કતરમાં લગભગ 6313 પર્યટક ભારત આવ્યા હતા.) કતર, ભારત માટે ચિકિત્સા, પર્યટનના મામલામાં એક સંભવિત બજાર છે અને આ ક્ષેત્રમાં ભારત માટે વ્યાપક અવસર ઉપલબ્ધ કરાવે છે. કતરની સાથે કરાર પર હસ્તાંક્ષર થવાથી આ વિકસતા બજારમાં આગમન વધારવામાં મદદ મળશે.
AP/J.Khunt/GP