પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળને 7 એપ્રિલ, 1999ના રોજ થયેલા સમજૂતી કરાર (એમઓયુ) તથા યુવા અને રમતગમતના ક્ષેત્રમાં 5.6.2016ના રોજ થયેલ દ્વિપક્ષીય સહકાર પર કતાર સાથે થયેલા એમઓયુની જાણકારી આપવામાં આવી હતી.
આ એમઓયુ રમતગમતના વિજ્ઞાન, સ્પોર્ટ્સ મેડિસિન અને કોચિંગ પદ્ધતિઓના ક્ષેત્રોમાં જાણકારી અને કુશળતા વધારવામાં મદદ કરશે, જેના પરિણામે ભારત અને કતાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધ મજબૂત થશે તથા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં આપણા ખેલાડીઓના પ્રદર્શનમાં સુધારો થશે. તે જાતિ, પંથ, ધર્મ, પ્રદેશ અને જ્ઞાતિના ભેદભાવ વિના તમામ ખેલાડીઓને સમાનપણે લાગુ પડશે.
AP/JKhunt/TR/GP