આજે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું, જેમાં 19 નવા રાજ્યકક્ષાના પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા. પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જના સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન શ્રી પ્રકાશ જાવડેકરને કેબિનેટ પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ 20 પ્રધાનોને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આયોજિત શપથગ્રહણ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો શ્રી રાજનાથ સિંહ, શ્રી અરુણ જેટલી, શ્રી રામવિલાસ પાસવાન, શ્રી અનંત ગીતે, શ્રી સદાનંદ ગૌડા, શ્રીમતી સ્મૃતિ ઇરાની સહિત અન્ય પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત હતા.
આજે મંત્રીમંડળમાં સામેલ થયેલા 19 પ્રધાનોમાં 10 પ્રધાનો રાજ્ય કક્ષાના છે, 15 અગાઉ સંસદ અને રાજ્યની ધારાસભાઓમાં કામગીરીનો અનુભવ ધરાવે છે, જેમાંથી 10 કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પ્રધાનો અને અધિકારીઓ તરીકે કામ કરી ચૂક્યા છે.
નવા પ્રધાનોમાં 9 પોસ્ટ ગ્રેજ્યુએટ (અનુસ્નાતક) અને 7 ગ્રેજ્યુએટ (સ્નાતક) છે, જેમાં 7 કાયદાશાસ્ત્રમાં ઉપાધિ ધરાવે છે, 2 બિઝનેસ ગ્રેજ્યુએટ છે અને એક ડોક્ટર છે.
નવા પ્રધાનોની રૂપરેખા નીચે મુજબ છે:
મંત્રીમંડળના નવા પ્રધાન:
નામ: પ્રકાશ જાવડેકર
જન્મસ્થળ: પૂણે, મહારાષ્ટ્ર
જન્મતારીખ: 30 જાન્યુઆરી, 1951
શૈક્ષણિક લાયકાત: બી. કોમ
મતવિસ્તાર: મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ
અગાઉ ધારાસભાનો અનુભવઃ 1990થી 2002 દરમિયાન મહારાષ્ટ્ર વિધાનપરિષદના સભ્ય, વર્ષ 2008થી રાજ્યસભાના સભ્ય.
અગાઉ વહીવટી અનુભવઃ નવેમ્બર, 2014થી પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જ માટે સ્વતંત્ર જવાબદારી સાથે રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન.
મેથી નવેમ્બર, 2014 દરમિયાન માહિતી અને પ્રસાર (સ્વતંત્ર જવાબદારી) તથા સંસદીય બાબતો માટેના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન.
1995-99 દરમિયાન મહારાષ્ટ્ર પ્રદેશ આયોજન બોર્ડના કાર્યકારી પ્રમુખ.
રાજ્ય કક્ષાના પ્રધાનો:
નામ: શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે
જન્મસ્થળ : બાર્બતી, મંડલા (જિલ્લો), મધ્યપ્રદેશ
જન્મતારીખ: 18 મે,1959
શૈક્ષણિક લાયકાત: એમએ, બી.એડ, એલએલ.બી
મતવિસ્તાર : 16મી લોકસભામાં મંડલા (એસટી) બેઠક પર ચૂંટાયા હતા
અગાઉ ધારાસભાનો અનુભવ: 1996થી 2004 વચ્ચે ચાર વખત લોકસભામાં ચૂંટાયા હતા.
2012-14 દરમિયાન રાજ્યસભાના સભ્ય હતા.
નામ: શ્રી એસ. એસ. આહલુવાલિયા
જન્મસ્થળ: જેકે નગર, જિલ્લો બર્દવાના (પશ્ચિમ બંગાળ)
જન્મતારીખ: 04 જુલાઈ, 1951
શૈક્ષણિક લાયકાત: બી. એસસી., એલએલ.બી
મતવિસ્તાર: 16મી લોકસભામાં દાર્જીલિંગ (પશ્ચિમ બંગાળ)માંથી ચૂંટાયા હતા
અગાઉ ધારાસભાનો અનુભવ: 1986, 1992 અને 200 તથા 2006માં રાજ્યસભામાં ચાર વખત ચૂંટાયા હતા.
અગાઉ વહીવટી અનુભવ : સપ્ટેમ્બર, 1995થી મે, 1996 દરમિયાન શહેરી બાબતો અને રોજગારી તથા સંસદીય બાબતો માટે રાજ્ય કક્ષાના પ્રધાન હતા.
નામ :શ્રી રાજેન ગોહૈન
જન્મસ્થળ: નાગાંવ, અસમ
જન્મતારીખ: 26 નવેમ્બર,1950
શૈક્ષણિક લાયકાત : બી.એ. એલએલ.બી
મતવિસ્તાર : 16મી લોકસભામાં નાવગોંગ, અસમમાંથી ચૂંટાયા હતા
અગાઉ ધારાસભાનો અનુભવ : વર્ષ 1999થી અત્યાર સુધી લોકસભામાં ચાર વખત સાંસદ છે.
નામ : શ્રી સી આર ચૌધરી
જન્મસ્થળ: ધંઢલાસ, નાગૌર, રાજસ્થાન
જન્મતારીખ: 1 માર્ચ, 1948
શૈક્ષણિક લાયકાત : એમએ
મતવિસ્તાર : નાગૌરથી પહેલી વખત લોકસભામાં ચૂંટાયા હતા
અગાઉ વહીવટી અનુભવ : રાજસ્થાન વહીવટી સેવામાં અધિકારી
નામ : મનસુખ લક્ષ્મણભાઈ માંડવિયા
જન્મસ્થળ : હાનોલ, ભાવનગર (જિલ્લો), ગુજરાત
જન્મતારીખ : 1 જૂન,1972
શૈક્ષણિક લાયકાત: ઉચ્ચતર માધ્યમિક
મતવિસ્તાર : વર્ષ 2012થી રાજ્યસભાના સભ્ય
અગાઉ ધારાસભાનો અનુભવ : વર્ષ 2002થી 2007 દરમિયાન ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય
નામ: શ્રી વિજય ગોયેલ
જન્મસ્થળ: દિલ્હી
જન્મતારીખ: 4 જાન્યુઆરી, 1954
શૈક્ષણિક લાયકાત: એમ.કોમ, એલએલ.બી
મતવિસ્તાર: રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય
અગાઉ ધારાસભાનો અનુભવ: તેમણે 11મી, 12મી અને 13મી લોકસભાનું પ્રતિનિધિત્વ અનુક્રમે સદર અને દિલ્હીની ચાંદની ચૌક બેઠક પરથી કર્યું છે.
અગાઉ વહીવટી અનુભવ: ભારત સરકારમાં શ્રમ, સંસદીય બાબતો, આંકડાકીય અને કાર્યક્રમના અમલીકરણ તથા યુવાનો સાથે સંબંધિત બાબતો અને રમતગમત વિભાગના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન.
નામ: શ્રી અર્જુન રામ મેઘવાલ
જન્મસ્થળ: ગામ-કિશ્મિડેશર, જિલ્લો બિકાનેર (રાજસ્થાન)
જન્મતારીખ: 20 ડિસેમ્બર 1953
શૈક્ષણિક લાયકાત: એમ.એ, એલએલ.બી, એમબીએ
મતવિસ્તાર: 16મી લોકસભામાં રાજસ્થાનમાં બિકાનેર (એસસી) બેઠક પરથી ચૂંટાયા હતા
અગાઉ ધારાસભાનો અનુભવ: 15મી લોકસભામાં ચૂંટાયા હતા.
અગાઉ વહીવટી અનુભવ: નિવૃત્ત આઇએએસ અધિકારી.
શ્રી રામદાસ આઠવલે
જન્મસ્થળ : અગલગાંવ, સાંગલી, જિલ્લો મહારાષ્ટ્ર
જન્મતારીખ : 25 ડિસેમ્બર, 1959
શૈક્ષણિક લાયકાત : અંડર ગ્રેજ્યુએટ
મતવિસ્તાર : વર્ષ 2014થી મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ
અગાઉ ધારાસભાનો અનુભવ : લોકસભાના બે વખત સાંસદ.
નામ: શ્રીમતી અનુપ્રિયા સિંહ પટેલ
જન્મસ્થળ: કાનપુર, ઉત્તર પ્રદેશ
જન્મતારીખ: 21 એપ્રિલ, 1981
શૈક્ષણિક લાયકાત: બી. એ., એમબીએ
મતવિસ્તાર: 16મી લોકસભામાં પહેલી વખત ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાંથી ચૂંટાયા.
અગાઉ ધારાસભાનો અનુભવ- 2012થી 2014 વચ્ચે ઉત્તરપ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય હતા.
નામ: અનિલ માધવ દવે
જન્મસ્થળ: બારનગર, ઉજ્જૈન, મધ્યપ્રદેશ
જન્મતારીખ: 6 જુલાઈ, 1956
શૈક્ષણિક લાયકાત: એમ.કોમ
મતવિસ્તાર: મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય
અગાઉ ધારાસભાનો અનુભવ: વર્ષ 2009 અને 2010માં બે વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા.
નામ : શ્રી પી પી ચૌધરી
જન્મસ્થળ: ભાવી, જિલ્લો જોધપુર (રાજસ્થાન)
જન્મતારીખ: જુલાઈ, 1953
શૈક્ષણિક લાયકાત: બી.એસસી., એલએલ.બી
મતવિસ્તાર: પાલી
નામ : ડો. સુભાષ રામરાવ ભામરે
જન્મસ્થળ : માલપુર, જિલ્લો ધૂળે (મહારાષ્ટ્ર)
જન્મતારીખ: 11 સપ્ટેમ્બર, 1953
શૈક્ષણિક લાયકાત: એમબીબીએસ, એમ. એસ. (જનરલ સર્જરી અને સુપર સ્પેશ્યલાઇઝેશન-ઓન્કો-સર્જન)
ગ્રાન્ટ મેડિકલ કોલેજ (મુંબઈ) જે જે હોસ્પિટલ મુંબઈ, ટાટા કેન્સર હોસ્પિટલ મુંબઈમાં શિક્ષણ મેળવ્યું હતું.
મતવિસ્તાર: ધૂળે
નામ: એમ જે અકબર
જન્મસ્થળ: કલકત્તા હવે કોલકાતા
જન્મતારીખ: 11.01.1951
શૈક્ષણિક લાયકાત: બી. એ. (ઑનર્સ) અંગ્રેજી, પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તા
મતવિસ્તાર: ઝારખંડમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા
અગાઉ ધારાસભાનો અનુભવ: તેઓ 1989થી 1991 વચ્ચે કિશનગંજ બેઠક પરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા
નામ: શ્રી રમેશ ચંદપ્પા જિગાજીનાગી
જન્મસ્થળ: અથાર્ગા, બિજાપુરા, કર્ણાટક
જન્મતારીખ: 28 જૂન, 1952
શૈક્ષણિક લાયકાત: બી. એ.
મતવિસ્તાર: બિજાપુર, કર્ણાટક
અગાઉ ધારાસભાનો અનુભવ: વર્ષ 1998થી લોકસભાના પાંચ વખત સાંસદ, 1983થી 1998 સુધી ત્રણ મુદ્દત માટે કર્ણાટક વિધાનપરિષદના સભ્ય.
અગાઉ વહીવટી અનુભવ: કર્ણાટકમાં રાજ્યકક્ષાના ગૃહ અને આબકારી જકાત પ્રધાન, સામાજિક કલ્યાણ મહેસૂલ માટે મંત્રીમંડળના પ્રધાન.
નામ: શ્રી જશવંતસિંહ સુમનભાઈ ભાભોર
જન્મસ્થળ: ડસા, જિલ્લો દાહોદ (ગુજરાત)
જન્મતારીખ: 22 ઓગસ્ટ 1966
શૈક્ષણિક લાયકાત: બી. એ.
મતવિસ્તાર: દાહોદ, ગુજરાત
અગાઉ ધારાસભાનો અનુભવ: 1995થી 2014 વચ્ચે પાંચ મુદ્દત માટે ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય.
અગાઉ વહીવટી અનુભવ: ગુજરાત સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા માટે નાયબ પ્રધાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રાજ્ય કક્ષાના પ્રધાન, વન અને પર્યાવરણ, આદિવાસી વિભાગ, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગારી તથા પંચાયત અને ગ્રામીણ હાઉસિંગના રાજ્ય કક્ષાના પ્રધાન.
નામ: ડો. મહેન્દ્રનાથ પાંડે
જન્મસ્થળ: ગામ પખપુર, જિલ્લો ગાઝીપુર, ઉત્તર પ્રદેશ
જન્મતારીખ: 15 ઓક્ટોબર 1957
શૈક્ષણિક લાયકાત: પત્રકારત્વમાં એમ. એ અને પીએચડી, બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય
મતવિસ્તાર: ચંડૌલી, ઉત્તર પ્રદેશ
અગાઉ ધારાસભાનો અનુભવ: 1991થી 1992 અને 1996થી 2002 વચ્ચે ઉત્તરપ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય હતા.
અગાઉ વહીવટી અનુભવ: ઉત્તરપ્રદેશની સરકારમાં હાઉસિંગ અને શહેરી વિકાસ, આયોજન અને પંચાયતી રાજ્ય માટે રાજ્ય કક્ષાના પ્રધાન હતા.
નામ: શ્રી પરષોત્તમ રુપાલા
જન્મસ્થળ: ઇશ્વરિયા, જિલ્લો અમરેલી (ગુજરાત)
જન્મતારીખ: 1 ઓક્ટોબર 1954v
શૈક્ષણિક લાયકાત: બી. એસસી અને બી.એડ
મતવિસ્તાર: જૂન, 2016થી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ.
અગાઉ ધારાસભાનો અનુભવ: 2008-09 દરમિયાન રાજ્યસભાના સાંસદ, વર્ષ 1991થી સતત ત્રણ વખત ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય.
અગાઉ વહીવટી અનુભવ: ગુજરાત સરકારમાં નર્મદા, સિંચાઈ અને પાણી પુરવઠા તથા કૃષિ માટે કેબિનેટ પ્રધાન.
નામ : શ્રી અજય ટમટા
જન્મસ્થળ : અલ્મોડા, ઉત્તરાખંડ
જન્મતારીખ: 16 જુલાઈ,1972
શૈક્ષણિક લાયકાત : ઇન્ટરમીડિએટ (વિજ્ઞાન)
મતવિસ્તાર : ઉત્તરાખંડની અલ્મોડા (એસસી) બેઠક પરથી પહેલી વખત લોકસભામાં ચૂંટાયા હતા.
અગાઉ ધારાસભાનો અનુભવ : 2007થી 2012 અને 2012થી 2014 દરમિયાન ઉત્તરાખંડ
વિધાનસભાના બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
અગાઉ વહીવટી અનુભવ : 2008-09 દરમિયાન ઉત્તરાખંડની સરકારમાં કેબિનેટ પ્રધાન અને 2007-08 દરમિયાન રાજ્ય કક્ષાના પ્રધાન.
નામ : શ્રીમતી ક્રિષ્ના રાજ
જન્મસ્થળ : ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ
જન્મતારીખ : 22 ફેબ્રુઆરી, 1967
શૈક્ષણિક લાયકાત : અવધ યુનિવર્સિટીમાંથી એમ. એ.
મતવિસ્તાર : ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુર (એસસી)માંથી પહેલી વખત લોકસભામાં ચૂંટાયા હતા
અગાઉ ધારાસભાનો અનુભવ : 1996થી 2002 અને 2007થી 2012 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના બે વખત ધારાસભ્ય.
AP/TR/GP