Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય બજેટ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

કેન્દ્રીય બજેટ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આજનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે! આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છે, આ દરેક ભારતીયના સપનાઓને પૂર્ણ કરતું બજેટ છે. અમે યુવાનો માટે ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. સામાન્ય નાગરિક એ છે જે વિકસિત ભારતના મિશનને આગળ ધપાવશે. આ બજેટ એક ફોર્સ મલ્ટિપ્લાયર છે. આ બજેટ બચત વધારશે, રોકાણ વધારશે, વપરાશ વધારશે અને વિકાસને પણ વેગ આપશે. જનતા જનાર્દનના આ બજેટ, જનતાના બજેટ માટે હું નાણામંત્રી નિર્મલા સીતારમણજી અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું.

મિત્રો,

સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરવામાં આવશે તેના પર હોય છે, પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ વિપરીત છે. પરંતુ આ બજેટ દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરશે, દેશના નાગરિકોની બચત કેવી રીતે વધશે અને દેશના નાગરિકો વિકાસમાં ભાગીદાર કેવી રીતે બનશે, આ બજેટ તેના માટે એક જ મજબૂત પાયો નાખે છે.

મિત્રો,

આ બજેટમાં રીફોર્મની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પરમાણુ ઊર્જામાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો નિર્ણય ખૂબ જ ઐતિહાસિક છે. જે આવનારા સમયમાં દેશના વિકાસમાં સિવિલ ન્યૂક્લિયર એજનર્જીનું મોટું યોગદાન સુનિશ્ચિત થશે. બજેટમાં રોજગારના તમામ ક્ષેત્રોને દરેક રીતે પ્રાથમિકતા આપવામાં આવી છે. પણ હું બે બાબતો તરફ ધ્યાન દોરવા માંગુ છું, હું તે રીફોર્મસની ચર્ચા કરવા માંગુ છું જે આવનારા સમયમાં મોટા ફેરફારો લાવવાના છે. એક – ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવાથી ભારતમાં મોટા જહાજોના નિર્માણને પ્રોત્સાહન મળશે, આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે અને આપણે બધા જાણીએ છીએ કે જહાજ નિર્માણ એ ક્ષેત્ર છે જે મહત્તમ રોજગાર પૂરો પાડે છે. તેવી જ રીતે, દેશમાં પ્રવાસન માટે ઘણી સંભાવનાઓ છે. 50 મહત્વપૂર્ણ પર્યટન સ્થળો, ત્યાં જે હોટલ્સ બનાવશે, તે હોટેલને પહેલી વાર માળખાગત સુવિધાઓના દાયરામાં લાવીને પર્યટન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ આતિથ્ય ક્ષેત્ર માટે ઉર્જા બૂસ્ટર તરીકે કાર્ય કરશે, જે એક વિશાળ રોજગાર ક્ષેત્ર છે, અને પર્યટન, જે સૌથી મોટું રોજગાર ક્ષેત્ર છે, જે ચારે બાજુ રોજગારની તકોનું સર્જન કરશે. આજે, દેશ, તેનો વિકાસ અને તેનો વારસો આ મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. આ બજેટમાં પણ આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને નક્કર પગલાં લેવામાં આવ્યા છે. એક કરોડ હસ્તપ્રતોને સાચવવા માટે, હસ્તપ્રતો માટે જ્ઞાન ભારતમ મિશન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત, ભારતીય જ્ઞાન પરંપરાથી પ્રેરિત એક રાષ્ટ્રીય ડિજિટલ રિપોઝીટરી બનાવવામાં આવશે. તેનો અર્થ એ કે ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ થશે અને આપણા પરંપરાગત જ્ઞાનમાંથી અમૃત કાઢવાનું કાર્ય પણ થશે.

મિત્રો,

બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતો કૃષિ ક્ષેત્ર અને સમગ્ર ગ્રામીણ અર્થતંત્રમાં એક નવી ક્રાંતિનો પાયો બનશે. પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના હેઠળ, 100 જિલ્લાઓમાં સિંચાઈ અને માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવવાથી તેમને વધુ મદદ મળશે.

મિત્રો,

હવે આ બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્તિ આપવામાં આવી છે. તમામ આવક જૂથોના લોકો માટે કરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી આપણા મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે, જે લોકો નોકરી કરે છે અને જેમની આવક નિશ્ચિત છે, આવા મધ્યમ વર્ગના લોકોને આનો ઘણો ફાયદો થશે. તેવી જ રીતે, જે લોકોએ નવા વ્યવસાયોમાં પ્રવેશ કર્યો છે અને નવી નોકરીઓ મેળવી છે, તેમના માટે આવકવેરામાં આ મુક્તિ એક મોટી તક હશે.

મિત્રો,

આ બજેટમાં ઉત્પાદન પર 360 ડિગ્રી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી ઉદ્યોગસાહસિકો, MSME, નાના ઉદ્યોગસાહસિકો મજબૂત બને અને નવી નોકરીઓનું સર્જન થાય. રાષ્ટ્રીય ઉત્પાદન મિશનથી લઈને ક્લીનટેક, ચામડું, ફૂટવેર, રમકડા ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોને ખાસ ટેકો આપવામાં આવ્યો છે. ધ્યેય સ્પષ્ટ છે કે ભારતીય ઉત્પાદનો વૈશ્વિક બજારમાં ચમકી શકે.

મિત્રો,

બજેટમાં રાજ્યોમાં રોકાણ માટે જીવંત સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. MSME અને સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી બમણી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. દેશના SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકો, જેઓ નવા ઉદ્યોગસાહસિક બનવા માંગે છે, તેમના માટે 2 કરોડ રૂપિયા સુધીની લોન માટેની યોજના પણ લાવવામાં આવી છે, અને તે પણ ગેરંટી વિના. આ બજેટમાં, નવા યુગની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને gig workers માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પહેલી વાર, gig workersને ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કરવામાં આવશે. આ પછી, આ લોકોને આરોગ્ય સંભાળ અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળશે. શ્રમનું આ ગૌરવ સરકારની તેમના પ્રત્યેની પ્રતિબદ્ધતા, ‘શ્રમેવ જયતેને પ્રતિબિંબિત કરે છે. નિયમનકારી સુધારાઓથી લઈને નાણાકીય સુધારાઓ સુધી, જન વિશ્વાસ 2.0 જેવા પગલાં લઘુત્તમ સરકાર અને વિશ્વાસ આધારિત શાસન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

મિત્રો,

આ બજેટ દેશની વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં લે છે એટલું જ નહીં, પરંતુ ભવિષ્ય માટે તૈયારી કરવામાં પણ મદદ કરે છે. સ્ટાર્ટઅપ્સ માટે ડીપ ટેક ફંડ, જીઓસ્પેશિયલ મિશન અને ન્યુક્લિયર એનર્જી મિશન આવા મહત્વપૂર્ણ પગલાં છે. હું ફરી એકવાર આ ઐતિહાસિક જન બજેટ માટે તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું અને ફરી એકવાર નાણામંત્રીને અભિનંદન આપું છું. ખુબ ખુબ આભાર!

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com