પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સંસ્થાનો (સીપીએસઈ)ના આંતરિક તેમજ સીપીએસઈ અને અન્ય સરકારી વિભાગો/સંસ્થાઓ વચ્ચેના વ્યવસાયિક વિવાદોનું નિરાકરણ લાવવા તંત્રના મજબૂતીકરણની મંજુરી આપી દીધી છે. કેબીનેટનો આ નિર્ણય સચિવોની એક સમિતિના સૂચનો ઉપર આધારિત હતો. આ નિર્ણયથી સરકારની અંદર જ એક એવા સંસ્થાગત તંત્રનું નિર્માણ કરવામાં આવશે કે જેથી સીપીએસઈના વ્યવસાયિક વિવાદોનો ઝડપી નિકાલ લાવી શકાય અને તે મુદ્દાને ન્યાયની અદાલતમાં લઇ જવાની જરૂર ન પડે.
વિગતો:
નવી તંત્ર વ્યવસ્થા પારસ્પરિક/સંયુક્ત પ્રયાસોના માધ્યમથી વ્યવસાયિક વિવાદોનું નિરાકરણ લાવવા માટે નિષ્પક્ષતા પૂરી પાડશે અને આ રીતે ન્યાયની અદાલતમાં વ્યવસાયિક વિવાદોને લગતા કેસોની સંખ્યામાં ઘટાડો થશે તેમજ જાહેર નાણાના બગાડને પણ અટકાવી શકાશે.
NP/J.Khunt/GP/RP