Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રિય મંત્રીમંડળે સંઘ લોક સેવા આયોગ અને મોરેશિયસનાં લોક સેવા આયોગ વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સંઘ લોક સેવા આયોગ અને મોરેશિયસ લોક સેવા આયોગ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.

 

એમઓયુથી સંઘ લોક સેવા આયોગ અને મોરેશિયસનાં લોક સેવા આયોગ વચ્ચે વર્તમાન સંબંધોને મજબૂતી પ્રદાન થશે. તેનાથી ભરતી ક્ષેત્રમાં બંને પક્ષોનાં અનુભવો અને કુશળતાનાં આદાનપ્રદાનમાં સુવિધા ઊભી થશે.

 

સમજૂતીકરારથી બંને દેશોનાં લોક સેવા આયોગ વચ્ચે સંસ્થાગત સંપર્ક વિકસિત થશે. તેનાથી મોરેશિયસનાં લોકસેવા આયોગ અને સંઘ લોક સેવા આયોગ વચ્ચે સહયોગના કાર્યક્ષેત્રને પુનઃ પરિભાષિત કરવામાં આવશે. આ અંતર્ગત બંને પક્ષોનાં સહયોગનાં ક્ષેત્રો અને જવાબદારીઓ નક્કી કરવામાં મદદ મળશે. સહયોગનાં ક્ષેત્રો નીચે મુજબ છેઃ

 

  1. લોક સેવા ભરતી અને પસંદગીની આધુનિક રીતો ધરાવતાં અનુભવોનું આદાનપ્રદાન, ખાસ કરીને સંઘ લોક સેવા આયોગ અને લોક સેવા આયોગનાં કામકાજનાં સંદર્ભમાં.
  2. પુસ્તક, મેન્યુઅલ અને અન્ય દસ્તાવેજ, જે ગોપનીય નથી, તે સહિત સૂચના અને કુશળતાનું આદાનપ્રદાન.
  3. લેખિત પરીક્ષાની તૈયારીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ઉપયોગ, કમ્પ્યુટર આધારિત ભરતી તપાસ અને ઓનલાઇન પરીક્ષાનાં ક્ષેત્રની કુશળતાનું આદાનપ્રદાન.
  4. અરજીઓની તરત તપાસ અને પતાવટ માટે સિંગલ વિન્ડો સિસ્ટમનાં અનુભવોનું આદાનપ્રદાન.
  5. સામાન્ય પ્રકૃતિની પરીક્ષા વ્યવસ્થાનાં સંબંધમાં વિવિધ પ્રક્રિયાઓનો અનુભવ અને કુશળતાનું આદાનપ્રદાન.
  6. અધિકારીઓ માટે તાલીમ સત્રોનું આયોજન. તેમાં એ અધિકારીઓ સામેલ હશે, જે બંને પક્ષોનાં સચિવાલય/હેડક્વાર્ટર્સ સાથે ટૂંકા ગાળા માટે જોડાશે. આ બંને પક્ષોનાં અધિકારો અંતર્ગત આવતાં વિષયો સાથે સંબંધિત હશે.
  7. પ્રદત્ત અધિકારો અંતર્ગત વિવિધ સરકારી એજન્સીઓ જે પદો પર ભરતી કરે છે, તેને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાઓનાં સંબંધમાં અપનાવેલી સિસ્ટમનાં અનુભવોનું આદાનપ્રદાન.

 

પૃષ્ઠભૂમિ:

 

અગાઉ સંઘ લોક સેવા આયોગે કેનેડા અને ભૂતાનનાં લોક સેવા આયોગની સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતાં. કેનેડા સાથે સમજૂતી 15.03.2011 થી 14.03.2014 દરમિયાન અસ્તિત્વમાં હતી. ભૂતાનનાં શાહી લોક સેવા આયોગ (આરસીએસસી)ની સાથે 10 નવેમ્બર, 2015થી ત્રણ વર્ષનાં ગાળા માટે સંઘ લોક સેવા આયોગે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતાં. તેનું નવીનીકરણ 09 સપ્ટેમ્બર, 2011થી આગામી ત્રણ વર્ષ માટે થયું હતું, જે 08 સપ્ટેમ્બર, 2014નાં રોજ પૂર્ણ થયાં હતાં. આ સમજૂતી કરાર અંતર્ગત આરસીએસી, ભૂતાનનાં અધિકારીઓનાં એટેચમેન્ટ અને તેમનાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સંઘ લોક સેવા આયોગ અને આરસીએસસી, ભૂતાન વચ્ચે ત્રીજી વખત ત્રણ વર્ષ માટે 29.05.2017નાં સમજૂતીકરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

 

NP/J.Khunt/GP