Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રિય મંત્રીમંડળે આઠ નવી આઈઆઈટી સ્થાપવા માટેના ખર્ચના અંદાજોમાં સુધારાને મંજૂર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે આઠ નવી આઈઆઈટી – ભુવનેશ્વર, ગાંધીનગર, હૈદરાબાદ, ઈન્દોર, જોધપુર, મંડી,પટના અને રોપર ખાતે સ્થાપવા માટેના ખર્ચના અંદાજોમાં સુધારાને મંજૂરી આપી છે. વર્ષ 2008-09થી 2018-19ના 11 વર્ષના ગાળામાં આઠ નવી આઈઆઈટી સ્થાપવા માટે સુધારેલો ખર્ચનો અંદાજ રૂ. 13,990 કરોડ છે. પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ. 6080 કરોડ હતો. સમય લંબાવાને કારણે તેમજ સમયમર્યાદા લાંબી થવાને કારણે રૂ. 7910 કરોડ જેટલો ખર્ચ વધ્યો છે.

પ્રોજેક્ટના અંતે પ્રત્યેક આઈઆઈટીમાં 2360 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાની ક્ષમતા હશે. 11મા વર્ષને અંતે, એટલે કે માર્ચ, 2019માં આ આઠ આઈઆઈટીમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાની કુલ ક્ષમતા 12880 હશે.

આંકડાની દ્રષ્ટિએ સીધા લાભાર્થીઓ આશરે 12880 વિદ્યાર્થીઓ હશે. જોકે, અપ્રત્યક્ષ રીતે, આઠ નવી આઈઆઈટી સંશોધન, પુસ્તકો અને સંશોધન પત્રોના પ્રકાશન / પેટન્ટ્સ, ટ્રેડમાર્કસ / ડિઝાઈન્સના રજિસ્ટ્રેશન, ગુણવત્તા વધારતા કાર્યક્રમોના ક્ષેત્રે ગુણાત્મક અને ગુણવત્તાની દ્રષ્ટિએ વિકાસ લાવશે. ઉદ્યોગ અને સમગ્ર અર્થવ્યવસ્થાની કૌશલ્યપૂર્ણ ટેકનિકલ માનવશક્તિની ઉભરતી જરૂરિયાતો, આ નવી સંસ્થાઓના તાલીમબદ્ધ અધિકારીઓના પ્રતિભાસમૂહ દ્વારા પૂરી થશે તેવી ધારણા છે. આ ઉપરાંત, આ સંસ્થાઓ નોંધપાત્ર માળખાકીય સવલતો સાથે સંશોધન અને વિકાસનો માહોલ પૂરો પાડશે, જે નવા સંશોધનકારો અને દેશમાં તકનિકી શિક્ષણ આપતી દેશની અગ્રણી સંસ્થાઓ માટે સારી વિદ્યાશાખા
આપશે.

આઈઆઈટી, મહત્ત્વની રાષ્ટ્રીય સંસ્થાઓ છે અને વિશ્વભરમાં એનું બ્રાન્ડ નેઇમ છે. આઈઆઈટીની પેદાશોને ઉચ્ચ ક્રમાંક મળે છે અને દેશને તેણે ઘણી પ્રતિષ્ઠા અપાવી છે. તેના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ દેશમાં રોજગાર સર્જન, સંપત્તિ સર્જન અને ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, સંશોધન અને વિકાસ, ટેકનોલોજી નવિનીકરણ અને ઉદ્યોગસાહસિકતાના જુસ્સા દ્વારા આઈઆઈટી દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે છે.

પશ્ચાદ્ ભૂમિઃ

જુલાઈ, 2008માં યોજાયેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આઠ નવી આઈઆઈટી – ભુવનેશ્વર, ગાંધીનગર, હૈદ્રાબાદ, ઈન્દોર, જોધપુર, મંડી, પટના અને રોપર ખાતે સ્થાપવાની મંજૂરી અપાઈ હતી. ડીપીઆર અને મંત્રીમંડળની મંજૂરી મુજબ પ્રત્યેક સંસ્થા રૂ. 760 કરોડ એટલે કે કુલ રૂ. 6080 કરોડના ખર્ચે આઠ નવી
આઈઆઈટી સ્થાપવાની મંજૂરી હતી.

J.Khunt/T