પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં કાબુલમાં અફઘાની સંસદ ભવનના નિર્માણને પૂર્ણ કરવા માટે 31 ડિસેમ્બર, 2015 થી 969 કરોડ રુપિયાની સંશોધિત પરિયોજના ખર્ચને પૂર્વ કાર્યોત્તર અનુમોદન આપવામાં આવ્યું છે.
પરંપરા અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન માટે એક નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અફઘાનિસ્તાનના પુનનિર્માણ અને પુનર્વાસમાં ભારતના પ્રયાસોનો ભાગ છે. આ પરિયોજના અફઘાનિસ્તાનમાં લોકશાહીને મજબૂત બનાવવા અને તેના પુનનિર્માણમાં ભારતના યોગદાનનું એક દ્રશ્યાત્મક પ્રતિક છે. અફઘાની સંસદ ભવનનું નિર્માણ ડિસેમ્બર 2015માં પૂર્ણ થઇ ચૂક્યું છે. તેને ભારત – અફઘાનિસ્તાન વિકાસ સહયોગથી કરવામાં આવ્યું છે. આ જ સમયગાળામાં ધ્વનિ પ્રણાલી અને ફર્નિચરના કેટલાક ભાગ સહિત નાના મોટા કામ પૂરા કરવામાં આવી રહ્યાં છે. સંસદ ભવન 31 માર્ચ 2016ના રોજ અફઘાન અધિકારીઓને સોંપી દેવામાં આવશે.
પાશ્વભૂમિકાઃ
25 ડિસેમ્બર 2015ના રોજ ભારતના પ્રધાનમંત્રી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા સંયુક્ત રુપથી આ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે નવા પરિસરમાં મેશરાનો જિરગા (ઉપલું ગૃહ) અને વોલેસી જિરગા (લોક સભા)ના સદસ્યોને સંબોધિત કરતી વખતે ભારતના પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં લોકતંત્રને મજબૂત કરવા માટે ત્યાંની જનતા અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભકામના પાઠવી હતી.
AP/J.Khunt