વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટની બેઠકમાં કાકીનાડામાં નૌકાદળની જમીનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે-149નો માર્ગ બદલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંબંધમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે.
(અ) હાલના હાઈવે કાકીનાડા ખાતેની નૌકાદળની જમીન નજીકથી પસાર થતી આંધ્રપ્રદેશ સરકારની 11.25 એકર જમીન હસ્તગત કરવી
(બ) કાકીનાડા ખાતેની 5.23 એકર નૌકાદળની જમીન આંધ્રપ્રદેશ સરકારને સુપરત કરવી
(ક) આંધ્રપ્રદેશની રાજ્ય સરકારને સંલગ્ન વૈકલ્પિક રોડના બાંધકામ માટે જમીન હસ્તગત કરવામાં સુવિધા થાય તે માટે રૂ. 1882.775 લાખની ચૂકવણી કરવી
કાકીનાડામાં સ્ટેટ હાઈવેનો માર્ગ બદલવાથી અવરોધમુક્ત તાલિમ માટે સુવિધા થશે, માર્ગ અકસ્માતો ઘટશે તથા એમ્ફીબીયસ વોરફેર ટ્રેનિંગ સેન્ટરની સલામતિમાં સુધારો થશે.
AP/J.Khunt/TR/GP