Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રીનું નાગરિક સહાય અને રાહત ભંડોળ’ (PM CARES ભંડોળ)માં ઉદારતાથી ફાળો આપવાની અપીલ


 

અત્યારે આખી દુનિયા કોવિડ-19 મહામારીના ભરડામાં આવી ગઇ છે અને આખી દુનિયામાં લાખો લોકોના આરોગ્ય તેમજ આર્થિક સુરક્ષા સામે મોટા પડકારો ઉભા થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો ફેલાવો ચિંતાજનક તબક્કે પહોંચી ગયો છે અને આપણા દેશમાં આરોગ્ય તેમજ આર્થિક વિક્ષેપોના ગંભીર પડકારો ઉભા થયા છે. કટોકટીની આ સ્થિતિમાં પ્રધાનમંત્રીની કચેરીને ઉદાર હાથે સરકારને સહાય કરવા માટે સ્વયંભૂ અને અસંખ્ય વિનંતીઓ મળી રહી છે.

કુદરતી અથવા અન્યથા કોઇપણ પ્રકારની કપરી પરિસ્થિતિમાં, અસરગ્રસ્તોની સંખ્યા ઘટાડવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાઓ વગેરેને થતા નુકસાનમાં ઘટાડો કરવા/ નિયંત્રણમાં લેવા માટે ખૂબ જ ઝડપી અને સામૂહિક પ્રયાસોની જરૂર પડે છે. આથી, ઝડપી કટોકટી પ્રતિભાવ અને અસરકારક સામુદાયિક સ્થિતિસ્થાપકતાની ક્ષમતાનું નિર્માણ કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસ્થાકીય ક્ષમતાના પુનઃનિર્માણ/ઉત્કર્ષના અનુસંધાનમાં પ્રયાસો કરવા આવશ્યક છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ અને અદ્યતન સંશોધનના તારણો પણ આવી સંયુક્ત કામગીરીઓનું અભિન્ન ઘટક બની જાય છે.

કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિ જેવી કોઇપણ પ્રકારની કટોકટી અથવા તકલીફની પરિસ્થિતિને પહોંચી વળવાના પ્રાથમિક આશય સાથે તેમજ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે એક સમર્પિત રાષ્ટ્રીય ભંડોળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રીનું નાગરિક સહાય અને રાહત ભંડોળ (PM CARES ભંડોળ)’ નામથી એક સાર્વજનિક ચેરેટિબલ ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આ ટ્રસ્ટના ચેરમેન છે અને તેના સભ્યોમાં સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રી સામેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા કોઇપણ સમસ્યાનું નિરાકરણ લાવવામાં લોકભાગીદારીને સૌથી અસરકારક રીત માને છે અને તેમની કામગીરીમાં આ જોવા મળ્યું છે અને આ ભંડોળની રચના પણ તેમના આ વિશ્વાસનું વધુ એકદ્રષ્ટાંત છે. આ ભંડોળથી માઇક્રો-ડોનેશન (ખૂબ જ નાનું દાન) પણ આપી શકાશે જેના પરિણામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો નાનામાં નાની આર્થિક સહાયથી પણ યથાશક્તિ યોગદાન આપી શકશે.

 

નાગરિકો અને સંગઠનો pmindia.gov.in વેબસાઇટ પર જઇ શકે છે અને નીચે આપેલી વિગતોનો ઉપયોગ કરીને PM CARES ભંડોલમાં યોગદાન આપી શકે છે:

ખાતાંનું નામ    : PM CARES

ખાતાં નંબર     : 2121PM20202

IFSC કોડ     : SBIN0000691

SWIFT કોડ    : SBININBB104

બેંકનું નામ અને શાખા  : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી મુખ્ય શાખા

UPI ID : pmcares@sbi

pmindia.gov.in વેબસાઇટ પર ચુકવણી માટે નીચે દર્શાવેલા માધ્યમો ઉપલબ્ધ છે-

  1. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ
  2. ઇન્ટરનેટ બેંકિંગ
  3. UPI (BHIM, ફોનપે, એમેજોન પે, ગૂગલપે, પેટીએમ, મોબીક્વિક વગેરે)
  4. RTGS/NEFT

આ ભંડોળમાં આપવામાં આવેલું દાન આવકવેરાની ધારા 80(G) હેઠળ કરમાંથી કપાત પાત્ર રહેશે.

 

GP/DS