મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ અને બહેનો,
મોસમ ખુબ જ સરસ છે. હુ જ્યારે મહેબૂબા જી ને સાંભળી રહ્યો હતો, તેમણે જે ઉમંગ અને ઉત્સાહ સાથે જમ્મુ કાશ્મીરના ભવિષ્યનું નિર્માણ કરવા માટે સપના જોયા છે, સંકલ્પ કર્યો છે, ઉર્જાવાન નેતૃત્વ આપ્યું છે અને તેમની નવી સરકાર રચાયા બાદ મને આજે પ્રથમવાર અહીં આવવાની તક મળી છે. હું તેમને અને જમ્મુ-કાશ્મીરને હૃદયથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. આમ તો આજનો આ પ્રસંગ જમ્મુ – કાશ્મીરના જીવનમાં એક નવો ઉમંગ ભરવાનો પ્રસંગ છે પરંતુ આવા ઉમંગભર્યા પ્રસંગે મુફ્તી સાહેબની ગેરહાજરી આપણે અનુભવીએ છીએ. ખુબ જ લાંબો એમનો કાર્યકાળ રહ્યો સાર્વજનિક જીવનમાં અને જ્યાર્ પણ હું તેમને મળ્યો એક વાત તેમના મનમાં રહ્યા કરતી દેશને આગળ લઈ જવા માટે જમ્મુ – કાશ્મીરને આગળ લઈ જવું. એક વાત એમના દિલમાં રહ્યા કરતી હતી જમ્મુ અને શ્રીનગર વચ્ચે ક્યારેક ક્યારેક જે અંતર અનુભવાય છે, તે અંતરને ભૂંસી નાંખવું અને હિન્દુસ્તાનમાં દરેક હિન્દુસ્તાની ભારતમાં આ મુગટમણિ માટે ગર્વ કરતો થાય,એવી સરકાર ચલાવવી એવા વિકાસના કામો કરવા આ સપના મુફ્તી સાહેબ જોયા કરતા હતા.
આ દિવસો દરમિયાન મારી જ્યારે પણ મહેબૂબા જી સાથે મુલાકાત થઈ છે,હું જોઈ રહ્યો છું કે જે મનોયોગ સાથે લગન સાથે તેઓ જમ્મુ – કાશ્મીરના વિકાસની ચર્ચા કર્યા કરતા હતાં. અહીં પણ બેઠા બેઠા તેઓ મોસમની વાત નથી કરી રહ્યા – ટૂરિઝમનું શું થશે,એ રોડનું શું થશે, ત્યાં બ્રિજ બનાવવો છે એનું શું થશે. જ્યારે આવી ભાવના થાય છે,વિકાસ પ્રત્યે જ્યારે આ સમર્પણની ભાવના બની જાય છે, ત્યારે વિકાસ થવો સુનિશ્ચિત થઈ જાય છે. અને એટલા માટે જ મહેબૂબા જી ને અભિનંદન આપું છું.
આજે મને માં વૈષ્ણોદેવીના ચરણોમાં આવીને, ત્રણ અવસર પ્રાપ્ત થયા ત્રણ કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો. આજે સવારે યુનિવર્સિટીમાં કોન્વોકેશન માટે મને નવયુવાનો સાથે મળવાની તક મળી. હિન્દુસ્તાનમાં ઘણાં ઓછા લોકોને ખબર હશે કે જમ્મુ – કાશ્મીર લગભગ દેશના તમામ રાજ્યોના વિદ્યાર્થીઓને અહીં પોતાની સાથે રાખી તેમના શિક્ષા-દિક્ષાનું કામ કરી રહ્યું છે. આ સ્વયં જમ્મુ કાશ્મીરની એક એવી ઓળખ છે જે દેશને બળ પુરું પાડે છે અને દેશનું ગૌરવ વધારે છે.
આજે મને એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરવાની પણ તક મળી. જો ખેલ નથી તો જીવનમાં ખીલવું પણ બહુ જ અશક્ય બની જાય છે, જે ખેલે છે એ જ ખીલે છે. ક્યારેક ક્યારેક આપણે જીવનમાં એક શબ્દ બહુ જ ગર્વ સાથે સાંભળીએ છીએ અને તે માત્ર રમતના મેદાનમાં જ નથી સાંભળતા પણ જીવનના દરેક તબક્કે આપણે સાંભળીએ છીએ. કોઈપણ વ્યકિત કંઈક સારૂં કરે કંઈક જુદી રીતે કરે ત્યારે આપણે તુરંત જ કહીએ છીએ નહીં નહીં ભાઈ એનામાં તો બહુ જ સ્પોર્ટ્સમેન સ્પીરીટ છે. બે ભાઈઓ વચ્ચે પણ કોઈ મનદુખ થઈ જાય અને એક ભાઈ કોઈ ઉદારતાથી વ્યવહાર કરે ત્યારે ના ના એ નાનો ભાઈ છે ને તેમાં તો બહુ જ સ્પોર્ટ્સમેન સ્પીરીટ છે. આ સ્પોર્ટ્સમેન સ્પીરીટ શબ્દ રમતના મેદાનમાં ખેલાડીઓએ જે સાધના કરી છે તેનું પરિણામ છે કે શક્તિશાળી બનવું. જો સ્પોર્ટ્સ છે તો સ્પોર્ટ્સમેન સ્પીરીટ છે અને જો સ્પોર્ટ્સમેન સ્પીરીટ હોય છે તો પોતીકાપણાનો ભાવ કોઈના માટે કંઈક છોડવાનો ઈરાદો કોઈને સાથે લઈને ચાલવાનો ઈરાદો, ખભેથી ખભા મિલાવીને વિજય પ્રાપ્ત કરવાનો જુસ્સો, કદમથી કદમ મિલાવીને ચાલવાનો ઈરાદો આ બધું સ્પોર્ટ્સમેન સ્પીરીટ સાથે આપમેળે જ બહાર આવે છે.
માં વૈષ્ણોદેવીના શ્રાઈન બોર્ડ દ્વારા આ જે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બન્યું છે તે માત્ર સ્પોર્ટ્સને જ ઉત્તેજન આપશે એવું નથી, તે સ્પોર્ટ્સમેન સ્પીરીટને ઉત્તેજન આપશે જે જીવનમાં એક લુબ્રિકેશનનું કામ કરે છે. જીવનને એક બળ પુરૂં પાડવાનું કામ કરે છે.
જ્યારે કાશ્મીરનો નવયુવાન હિન્દુસ્તાનના ક્રિકેટમાં ચમકે છે, તો છાતી ગર્વથી ફુલી જાય છે. 2017માં ફીફા અન્ડર-17 વર્લ્ડ કપ ફુટબોલ ભારતમાં યોજાવા જઈ રહ્યું છે. આ ફીફા અન્ડર-17 વર્લ્ડ કપ, ભારતના નવયુવાનોમાં આવનારા દિવસોમાં એક નવી તાકાત પુરી પાડનાર, નવો જુસ્સો ભરનાર એક તક બનવી જોઈએ. દુનિયાભરના લોકો, ખેલાડીઓ આવશે આપણે ત્યાં, ફુટબોલમાં આપણે કોઈ સારી સ્થિતિમાં નથી, આપણે બહુ જ પાછળ છીએ. પરંતુ તેમ છતાં આપણે એક એવું વાતાવરણ બનાવીએ કે જે રીતે આપણે રમતને વળગી જઈએ. દુનિયા અનુભવ કરે, હિન્દુસ્તાનની વિવિધતાનો, હિન્દુસ્તાનની યુવા શક્તિનો, હિન્દુસ્તાનના સામર્થ્યનો. એક એવું વાતાવરણ બનાવવામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ કોઈને કોઈ ભૂમિકા ભજવશે, એવી હું આશા રાખું છું.
આજે મને હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવાનો અવસર મળ્યો. હવે હું એ ભૂલ તો નહીં કરી શકું કે હું એમ કહું કે તમારી હોસ્પિટલ ભરાયેલી રહે, હું એમ પણ નથી કહી શકતો કે તમારી હોસ્પિટલ ક્યારેય ખાલી ના રહે, આ એવી જગ્યાનું ઉદ્ઘાટન છે. એવું ઈચ્છીશું કે ક્યારેય કોઈને હોસ્પિટલમાં આવવું ના પડે અને જો સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે,જીવનમાં રમતગમત છે તો હોસ્પિટલથી દૂર રહેવું પણ શક્ય છે.
પ્રિવેન્ટીવ હેલ્થ કેર આ સસ્તામાં સસ્તી જગ્યા છે અને સુરક્ષિત પણ છે. આપણે જેટલો પ્રિવેન્ટીવ હેલ્થ કેર પર ભાર મૂકીશુ તેટલું હોસ્પિટલથી અંતર નિશ્ચિત બની જશે અને આપણે ઈચ્છીશું કે દેશના ઓછામાં ઓછા લોકોને હોસ્પિટલ જવું પડે, મજબૂરીવશ જવું પડે. જીવનમાં કોઈનો પણ એવો દિવસ ના આવે કે તેને હોસ્પિટલમાં જવું પડે અને ડોક્ટરના ભરોસો જીવવું પડે. પરંતુ આના માટે પ્રિવેન્ટીવ હેલ્થ કેર આપણી લાઈફ સ્ટાઈલ એવી બદલાઈ રહી છે કે હવે માંદા ના પડાય, આ સમાચાર લોકોને સારા નથી લાગતા, એમ આટલા વર્ષ થયા હજુ તમે માંદા જ નથી પડ્યા. ક્યારેક ઝડપથી ચાલીએ તો લોકો પૂછે છે કે તમને થાક નથી લાગતો? હું માનું છું કે સ્વચ્છતા એક એવું કામ છે જે આપણને માંદગીથી બચાવે છે. અને ઈન્ટરનેશનલ એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારતમાં ગંદકીને કારણે ગરીબ પરિવારના એવરેજ 7 હજાર રૂપિયા દવા પાછળ લાગી જાય છે અને જો પરિવારમાં 4,5,કે 6 લોકો છે તો 25-30 હજાર રૂપિયા વરસના દવામાં જતા રહે છે. અને સ્વચ્છતા આપણા હાથની વાત છે, આપણા હાથનો વિષય છે.
બાળકો હાથ ધોઈને જમે, એવું કહેવાય છે કે જે બાળકનું મૃત્યુ થાય છે બાળપણમાં, એમાંથી 40 ટકા મૃત્યુ એ છે, જે બાળકો હાથ સાફ નથી કરતા સાબુથી ધોતા નથી અને કંઈને કંઈ તેમના પેટમાં જાય છે અલ્ટીમેટલી મૃત્યુનું કારણ બની જાય છે. આ નાની નાની બાબતો પણ આપણને હોસ્પિટલ જતા રોકે છે. અને તેથી જ માં વૈષ્ણોદેવીના ચરણોમાં બેઠા છીએ ત્યારે માં વૈષ્ણોદેવીના આશીર્વાદથી આટલી મોટી હોસ્પિટલ મળી છે ત્યારે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે સ્વચ્છતાનું અભિયાન ચલાવીએ, આપણે જીવન એવી રીતે જીવીએ જેનાથી આપણે સ્વસ્થ રહેવા માટે સ્વયંને યોગ્ય બનાવીએ.
ભારતે દુનિયામાં યોગા પહોંચાડ્યો છે. હવે તો યુનાઈટેડ નેશન્સ પણ 21 જૂને યોગા દિવસ મનાવે છે. ગયા વર્ષે દુનિયાના 193 કન્ટ્રીઝે યોગાનો ઉત્સવ ઉજવ્યો. હોલિસ્ટીક હેલ્થ કેરમાં જેને વિશ્વાસ છે ,તેઓ આજે યોગા તરફ વળી ચુક્યા છે. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રિવેન્ટીવ હેલ્થ કેર માટે અને માત્ર હેલ્થ જ નહીં વેલ્થ માટે પણ યોગાનું પોતાનું યોગદાન છે અને આપણે એ બાબત પર ભાર મૂકીશું તો સ્વાસ્થ્યની ગેરંટી નિશ્ચિત બની જાય છે. આ હોસ્પિટલ. . . . હું વિશેષરૂપે શ્રાઈન બોર્ડને આ બાબત માટે અભિનંદન આપવા ઈચ્છું છું કે આજે તેમણે મારા હસ્તે એ પાંચ વ્યક્તિઓને હેલ્થ કાર્ડ આપ્યા. જે ગામડાઓએ આ જમીન આપી છે અને જેમના કારણે આ હોસ્પિટલ બની છે, તે ગામડાઓ માટે ફ્રી હેલ્થ કેરની વ્યવસ્થા કરવામાં આવી છે.
હું એ ગ્રામજનોને હૃદયથી અભિનંદન આપવા ઈચ્છું છું,જેમણે કંઈક આપ્યું છે. જમીન આપવી એ બહુ સહેલી વાત નથી હોતી, પરંતુ ગામલોકોએ જમીન આપી, તેમણે તો જમીન આપી,પરંતુ તે જમીને આજે એ સ્વરૂપ ધારણ કર્યું છે જે લોકોને જીવન આપવાનું કામ કરશે અને જીવનમાં કેટલો સંતોષ થશે. એક જમાનો હતો જે જમીનના આપણે માલિક હતાં, માં વૈષ્ણોદેવીના ચરણોમાં એ જમીન આપણે આપી દીધી. આજે એવી હોસ્પિટલ બની છે,જે હોસ્પિટલ હજારો લોકોની જીંદગી બચાવવાનું કારણ બની ગઈ છે અને હું માનું છું કે આનાથી મોટો સંતોષ ક્યો હોઈ શકે છે અને તેથી જ હું સૌથી પહેલાં એ ગ્રામજનોને હૃદયથી અભિનંદન આપું છું.
હું આજે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડને પણ. . . જ્યારે જગમોહનજી અહીંયા ગવર્નર હતાં ત્યારથી લઈને માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડનો વિકાસ અનેક સામાજિક પવૃત્તિઓ અહીં આવતી પાઈ પાઈનો ઉપયોગ જમ્મુ કાશ્મીરના લોકો માટે કેવી રીતે કરાય તેનું એક ઉત્તમ ઉદાહરણ આજે આ શ્રાઈન બોર્ડે રજૂ કર્યું છે. તે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ચલાવે, તે યુનિવર્સિટી ચલાવે અને હિન્દુસ્તાનની નોંધપાત્ર હોસ્પિટલોમાં જેની ગણના થાય, તેવી હોસ્પિટલ સામાન્ય નથી. આપણા દેશમાં પણ આ પ્રકારની જે ધન સંપત્તિ પડી છે,તેનો જેટલો સમાજ માટે ઉપયોગ થશે, એટલી જ સમાજની તાકાત બનશે. અને આ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે કરી બતાવ્યું છે. એક માર્ગ બતાવ્યો છે અને તેટલા માટે તે પણ ખુબ ખુબ અધિકારી છે અભિનંદન માટે.
મને વિશ્વાસ છે કે આ હોસ્પિટલને કારણે જમ્મુ કાશ્મીરના લોકોને હવે ગંભીર માંદગીઓ માટે દૂર દૂર સુધી જવું નહીં પડે. વ્યવસ્થાઓ તો સારી હશે પરંતુ ડોક્ટર્સ પણ સારા હશે. અને અહીંની આબોહવા તો એવી છે કે ક્યાંક બીજે જો સારૂં થવામાં 15 દિવસ લાગે છે,તો અહીંની આબોહવા એવી છે કે પાંચ દિવસમાં જ સારૂં થઈ જશે. અને જે જગ્યાએ હિન્દુસ્તાનમાં દુનિયાને જાણ થશે કે માં વૈષ્ણોદેવીના ચરણોમાં એક એવી હોસ્પિટલ છે કે જ્યાં માંદગી અડધા સમયમાં જ સારી થઈ જાય છે તો દુનિયા પણ ટૂરિસ્ટ તરીકે અહીં આ હોસ્પિટલમાં મેડિકલ કેર માટે આવી જશે. અને આ શક્ય છે કે આપણે જમ્મુ કાશ્મીરના લોકોએ સપનું જોવું જોઈએ કે ટૂરિઝમ માટે જેમ દુનિયા અહીં આવતી રહે છે તેમ હેલ્થ કેર ટૂરિઝમ માટે પણ દુનિયાને અહીં આવવા માટે આપણે પ્રેરિત કરી શકીએ છીએ. આવી ઉંચાઈએ આપણે કાશ્મીરને લઈ જઈ શકીએ છીએ.
એક વાત તો નક્કી છે કે હિન્દુસ્તાન ઝડપી ગતિએ ઉન્નતિ કરે સવાસો કરોડ દેશવાસીઓનું સ્વપ્ન સાકાર થાય એ દિશામાં આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. ચાહે કાશ્મીર હોય કે કન્યાકુમારી, ચાહે કચ્છ હોય કે કામરૂપ એક સમતોલ વિકાસ ચારે બાજુ વિકાસ, ઝડપી ગતિએ વિકાસ આપણી તમામ સમસ્યાઓનું નિરાકરણ વિકાસમાં છે. દેશને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, કોલેજ જોઈએ,રોડ જોઈએ,વીજળી જોઈએ, સામાન્ય માનવીના વિકાસના જીવનમાં સુધારો થાય એ વ્યવસ્થા જોઈએ. જ્યારે મુફ્તી સાહેબ હતાં 80 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જમ્મુ કાશ્મીરનું જીવન બદલવા માટે લગાડવાનું છે. ભારત સરકાર સંપૂર્ણ તાકાત સાથે જમ્મુ કાશ્મીરનું ભાગ્ય બદલવા માટે ખભેથી ખભા મીલાવીને પ્રત્યેક કદમ પર આગળ વધી જમ્મુ કાશ્મીરની આશાઓ – આકાંક્ષાઓ પૂર્ણ કરી રહી છે.
અટલ બિહારી બાજપેયી જી, જેમના પ્રત્યે જમ્મુ કાશ્મીરના લોકોની અપાર શ્રદ્ધા રહી. કદાચ હિન્દુસ્તાનમા ઘણાં ઓછા એવા લીડર થયા છે કે જેમના પ્રત્યે સામાન્ય માનવીના મનમાં આટલી આસ્થા હોય જેટલી અટલ બિહારી બાજપેયી માટે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે અને અટલજી ક્હ્યા કરતા હતાં કે આપણે જમ્મુ કાશ્મીરને કેવી રીતે આગળ લઈ જવું છે. અને તેઓ કહેતા કે ઈન્સાનિયત, કશ્મીયરત, અને જમ્મુરિયત આ ત્રણ મજબૂતીના પિલર પર આપણે જમ્મુ કાશ્મીરને નવી ઉંચાઈએ લઈ જવાનું છે. અને અમે એ જ સપના જે વાજપાઈ જી ના સપના છે ઈન્સાનિયત, કશ્મીયરત, અને જમ્મુરિયત, તેમાં ‘સૌનો સાથ સૌનો વિકાસ’ નો રંગ ભરી દીધો છે. દરેકનું ભલું થાય,દરેકને સાથે લઈને ચાલીએ એ સપના પૂરા કરવાના છે.
અને મને વિશ્વાસ છે કે ટૂરિઝમની દિશામાં પણ જમ્મુ કાશ્મીર દેશની બહુ મોટી સેવા કરી શકે છે. અને જમ્મુ કાશ્મીર જ્યારે દુનિયાનું કોઈ આવે છે તો ફક્ત જમ્મુ કાશ્મીરનો આર્થિક ફાયદો થાય છે એવું નથી આખા હિન્દસ્તાનને આર્થિક ફાયદો થાય છે. જમ્મુ કાશ્મીરના ટૂરિઝમને બળ આપવા માટે અનેક એવા ક્ષેત્રો છે જ્યાં આપણે નવા ડગ માંડી શકીએ છીએ. અને તેને આધુનિક ટૂરિઝમ કેવી રીતે બનાવીએ, એડવેન્ચર કરવા લોકો ઈચ્છે છે તેમના માટે ટૂરિઝમ કેવી રીતે બનાવીએ. જે લોકો સ્પીરીચ્યુઅલ એક્ટિવીટીમાં તેમનું ગુજરાન કરવા ઈચ્છતા હોય તેમના માટે ટૂરિઝમ કેવું બનાવીએ. અનેક એવા ક્ષેત્રો છે કે જ્યાં જમ્મુ કાશ્મીરના ટૂરિઝમને આપણે બળ પુરૂં પાડી શકીએ છીએ. તથા જમ્મુ કાશ્મીર સરકાર અને ભારત સરકાર બંને પ્રતિબદ્ધ છે કે જમ્મુ કાશ્મીરમાં ટૂરિઝમ માટે જરૂરી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય. ટૂરિઝમ માટે જરૂરી સુવિધાઓ, સામાન્ય માનવી માટે તૈયાર હોય. રેલનું કાર્ય ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેનું અત્યંત સુખદ પરિણામ આવનારા દિવસોમાં મળનાર છે. રોડ જમ્મુ થી શ્રીનગર પહોંચવાનો સમય અડધો કરવાના ઈરાદે નવા રોડ બનાવવાની દિશામાં કાર્ય ચાલી રહ્યું છે. જેટલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વધશે લેહ- લદ્દાખ સુધી આપણે જોડાઈ જઈશું. તો હું માનું છું કે આવનારા પ્રવાસીઓને આ તરફ આવવાનું મન સ્વાભાવિક થઈ જશે. અને તેથી વિકાસની નવી ઉંચાઈઓ પાર કરવાના ઈરાદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકતાં બંને સરકારો ખભેથી ખભા મિલાવીને કામ કરી રહી છે.
મહેબૂબા જી ને મારી અનેક અનેક શુભેચ્છાઓ છે. હું ગવર્નર સાહેબને પણ અભિનંદન આપું છું કે શ્રાઈન બોર્ડ દ્વારા આટલા ઈનિશીએટિવ લીધા છે જે સામાન્ય જમ્મુ કાશ્મીરના નાગરિકનું ભલું કરવાના કામમાં આવશે. આપ સૌને પણ મારી ખુબ ખુબ શુભેચ્છાઓ, આભાર.
J.Khunt
I was hearing Mehbooba ji. The enthusiasm with which she spoke of the future of J&K & her energetic leadership...I congratulate her: PM
— PMO India (@PMOIndia) April 19, 2016
We remember Mufti Sahab. He spent years in public life. One thing was always on his mind: to bridge the gap between Jammu & Srinagar: PM
— PMO India (@PMOIndia) April 19, 2016
Mehbooba ji always talks about the development of J&K when we meet. When such a thought is there, development is bound to happen: PM
— PMO India (@PMOIndia) April 19, 2016
This land is drawing students from all over the nation and this gives strength to India: PM @narendramodi https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) April 19, 2016
Without 'Khel' there cannot be 'Khilna'...the person who plays, shines: PM @narendramodi https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) April 19, 2016
This sports complex will help sports and will help sportsman spirit: PM @narendramodi at the public meeting https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) April 19, 2016
We are hosting FIFA U-17 World Cup and this has to be an opportunity for us to celebrate sports. The world should see our Yuva Shakti: PM
— PMO India (@PMOIndia) April 19, 2016
Where there is sports you can stay away from illness. Preventive healthcare is very important: PM @narendramodi https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) April 19, 2016
Cleanliness ensures we remain free from illness: PM @narendramodi #MyCleanIndia https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) April 19, 2016
With this hospital people will not have to go very far for treatment. And the weather here is also very good: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 19, 2016
We all have to work together for the development of India and this development has to be quick paced and all inclusive: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 19, 2016
People of J&K respect Atal ji tremendously. He had a vision for the development of J&K: PM @narendramodi https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) April 19, 2016
Centre and State Government are working together for the infrastructure development in J&K. Tourism potential is immense here: PM
— PMO India (@PMOIndia) April 19, 2016