Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઔષધિ અને પ્રસાધન (સુધારા) ખરડો 2013 પરત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રી મંડળે 29.08.2013ના રોજ રાજ્યસભામાં રજૂ થયેલા ઔષધિ અને પ્રસાધન (સુધારા) અધિનિયમ 2013 ને પરત લેવાનો નિર્ણય કર્યો છે. સંસદની સ્થાયી સમિતિએ ખરડાની તપાસ કરી હતી અને ખરડાના પ્રસ્તાવમાં અનેક પરિવર્તનોની ભલામણ કરી હતી.

ભારત વિશ્વમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનોં સૌથી મોટો નિર્માતા છે. ભારતમાં બે લાખ કરોડથી વધુ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનું વાર્ષિક ઉત્પાદન થાય છે. આમાંથી 55 ટકાથી વધુ ઉત્પાદનોની નિકાસ વિકસિત દેશો સહિત 200 દેશોમાં કરવામાં આવે છે. તેથી ભારત ઓછા ખર્ચે અનેક દેશોના જન આરોગ્ય વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

ચિકિત્સા ઉત્પાદનોની ગુણવત્તા, સુરક્ષા અને અસરની ખાતરી કરવા માટે નિયંત્રક માળખું ઔષધિ અને પ્રસાધન અધિનિયમ 1940 માં છે. મેડિકલ ઉત્પાદનોમાં દવાઓ ચિકિત્સા ઉપકરણ, ઈન- વિટ્રો ચિકિત્સા ઉપકરણ, સ્ટેમ સેલ પુર્નરૂત્પાદક દવાઓ, ક્લિનિકલ તપાસ વગેરે સામેલ છે.

જન આરોગ્ય વ્યવસ્થાપનમાં આ ક્ષેત્રની ભૂમિકાને ધ્યાનમાં લેતાં મંત્રીમંડળે એવો નિર્ણય કર્યો છે કે વર્તમાન અધિનિયમમાં વધુ સુધારા યોગ્ય નહીં ગણાય કારણ કે હાલના કાયદા હેઠળ બાયોલોજીકલ, સ્ટેમ સેલ તથા પુર્નરૂત્પાદક દવાઓ, ચિકિત્સા ઉપકરણ, અને ક્લિનિકલ ટ્રાયલ /તપાસનું નિયમન અસરકારક રીતે કરી શકાતું નથી.

સ્પર્ધાત્મક ખર્ચ લાભ, વસતી વિષયક લાભ તથા ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં લાભ મેળવવા માટે ભારતીય ચિકિત્સા ઉત્પાદન ક્ષેત્રમાં ભવિષ્યમાં અત્યાધિક વૃદ્ધિ થશે. ચિકિત્સા ઉત્પાદન ક્ષેત્ર ઘરેલુ માગ પુરી કરશે અને તેમાં આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરીંગ હબ બનવાની અને રોકાણને આકર્ષવાની ક્ષમતા છે.

મેક ઈન ઈન્ડિયાના હેતુને ધ્યાનમાં રાખતા હાલના કાયદાની વિસ્તૃત સમીક્ષાનો નિર્ણય લેવાયો છે. આનો હેતુ વેપારમાં સરળતા માટે સહાયતા પુરી પાડવી અને ઉત્પાદનોની ગુણવત્તા અને અસરને વધારવાનો છે. તદઅનુસાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ચિકિત્સા ઉપકરણના નિયમન માટે હાલના અધિનિયમ હેઠળ અલગ નિયમ બનાવવા અને ચિકિત્સા ઉપકરણ તથા ઔષધિ અને પ્રસાધન નિયમન માટે અલગથી ખરડો લાવવાનું કાર્ય કરી રહ્યું છે. તમામ હિતધારકો સાથે વિસ્તૃત વિચાર વિમર્શ બાદ ચિકિત્સા ઉપકરણોના નિયમન માટે ફોર્મેટ નિયમ તૈયાર કરવામાં આવેલ છે અને તેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. નવા બિલની ફોર્મેટ તૈયાર કરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે.

AP/J.Khunt