મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી), બોસ્ટનના અધ્યક્ષ ડો રફેલ રીફે આજે પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
તેમણે એમઆઇટી દ્વારા શિક્ષા, સ્વાસ્થ્ય, જળ અને નવાચારના ક્ષેત્રો માટે કરવામાં આવી રહેલા કાર્યોથી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. ડો. રીફે પ્રધાનમંત્રીને એમઆઇટીની મુલાકાત કરવાનો તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરવા માટે આમંત્રિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ડો. રીફ સાથે કૌશલ ભારત, ડિઝિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા ફ્લેગશિપ કાર્યક્રમોમાં એમઆઇટીની વિશેષજ્ઞતાની ઉપયોગિતાની સંભાવનાની માહિતી મેળવવા જણાવ્યુ હતું.
પ્રધાનમંત્રીએ તેમને એમઆઇટીની વરિષ્ઠ કે સેવાનિવૃત્ત સમિતિ દ્વારા ભારતીય વિશ્વવિદ્યાલયમાં અમુક મહિના સુધી ભણાવવા માટે ભારતનો પ્રવાસ કરવાનું સૂચન આપ્યું હતું. ડો. રીફે આ સૂચનની પ્રશંસા કરી હતી તથા આ સંબંધમાં પોતાની સહાયતાનો પણ પ્રસ્તાવ આપ્યો હતો. શ્રી રતન ટાટા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
AP/J.Khunt
Dr. Rafael Reif, President of Massachusetts Institute of Technology & @RNTata2000 met PM @narendramodi. pic.twitter.com/XZG7Pyqral
— PMO India (@PMOIndia) January 28, 2016