એપ્પલ ઈન્ક.ના મુખ્ય કાર્યકારી અધિકારી ટીમ કુકે આજે (21-5-2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીને હાલના ચૂંટણીના પરિણામો પર શુભકામના આપતા શ્રી કુકે ભારતની પોતાની યાત્રાની બાબતમાં વાત કરી અને કહ્યું કે તેમનું દેશભરમાં ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કરાયું. તેમણે દેશના વિભિન્ન ભાગોમાં પોતાની યાત્રાની બાબતમાં તેમજ યુવાઓ, વ્યવસાયિકો તેમજ ફિલ્મ અભિનેતાઓ સહિત વિભિન્ન ભાગોની સાથે પોતાની મુલાકાતોની બાબતમાં વાતચીત કરી. વિશેષ રૂપથી તેમણે મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં પોતાની યાત્રા તેમજ એક ક્રિકેટ મેચ જોવાના અનુભવનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ શ્રી કુકની પ્રશંસા કરતા કહ્યું કે ભારતમાં ‘જોવું જ વિશ્વાસ કરવું છે’, સાથે, તેમણે એ પણ કહ્યું કે અનુભવ નિશ્ચિત રૂપથી શ્રી કુકના વ્યાવસાયિક નિર્ણયોને પ્રોત્સાહિત કરશે.
શ્રી કુકે ભારત માટે એપ્પલ ઈન્ક. ની ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરી. તેમણે ભારતમાં ઉત્પાદન તેમજ છૂટક વ્યવસાયની સંભાવનાઓની બાબતમાં વાતચીત કરી. તેમણે ભારતની યુવા પ્રતિભાની પ્રશંસા કરી અને કહ્યું કે યુવાઓની પાસે ઉલ્લેખનીય કૌશલ છે, જેનો એપલ ઉપયોગ કરવા ઈચ્છશે. તેમણે દેશમાં વર્તમાનમાં ઉપસ્થિત ‘એપ-ડેવલપમેન્ટ’ની પુષ્કળ સંભાવનાનો ઉલ્લેખ કર્યો. તેમણે મેપ ડેવલપમેન્ટ સેન્ટરની બાબતમાં પણ વિસ્તારથી જણાવ્યું, જેનું એપ્પલ ઈં. હૈદરાબાદમાં સ્થાપના કરી રહી છે. તેમણે ‘વ્યવસાય કરવાની સરળતા’માં પ્રધાનમંત્રીની પહેલોની પ્રશંસા કરી.
શ્રી કુકે નવીનીકરણીય ઉર્જા માટે પણ પ્રધાનમંત્રીની પહેલની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે એપ્પલ 93 ટકા નવીનીકરણીય ઉર્જા પર સંચાલન કરે છે. તેમણે એપ્પલની સમસ્ત આપૂર્તિ શ્રૃંખલાને નવીનીકરણીય ઉર્જા પર સંચાલિત કરવાની યોજનાઓની ચર્ચા કરી. શ્રી કુકની સાથે આવેલા પ્રતિનિધિમંડળના સભ્યોને પણ ગ્રામીણ રાજસ્થાનમાં પોતાના અનુભવોની બાબતમાં વાતચીત કરી, જ્યાં કેટલાક ગામોમાં અત્યારે હાલમાં વિદ્યુતીકરણ થયું છે અને મહિલાઓને સૌર ઉર્જા ઉપકરણોને એસેમ્બલ કરવા તથા સંચાલિત કરવા માટે કૌશલ પ્રદાન કરાઈ રહ્યું છે. શ્રી કુક તેમજ પ્રધાનમંત્રી બંનેએ ઉદ્યમશીલતાની કેટલીક અનોખી વાર્તાઓની ચર્ચા કરી, જેનો અનુભવ તેમને એપ વિકાસ તેમજ નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં પ્રાપ્ત થયો હતો.
પ્રધાનમંત્રીએ પોતાની ડિજિટલ ઈન્ડિયા પહેલની વ્યાખ્યાની તેમજ ઈ-રિક્ષા, સ્વાસ્થ્ય તેમજ ખેડૂતોની આવક વધારવા જેવી ડિજિટલ ઈન્ડિયાના ત્રણ મુખ્ય લક્ષ્યોની ઓળખ કરી. તેણે આ લક્ષ્યોને વધુ આગળ વધારવામાં એપ્પલની સહાયતાની ઈચ્છા વ્યક્ત કરી.
વાતચીત દરમિયાન સાઈબર-સુરક્ષા તેમજ ડેટા કૂટલેખન જેવા મુદ્દાઓ પણ સામે આવ્યા. પ્રધાનમંત્રીએ શ્રી કુકને સાઈબર અપરાધના પડકારોનો સામનો કરવામાં વૈશ્વિક સમુદાયની સહાયતા માટે પણ પ્રોત્સાહિત કર્યા.
શ્રી ટિમ કુકે ‘નરેન્દ્ર મોદી મોબાઈલ એપ’નું એક નવીનતમ સંસ્કરણ પણ લોન્ચ કર્યું.
J.Khunt/GP
Thank you @tim_cook! Friends, welcome & happy volunteering. Your views & efforts are always enriching. pic.twitter.com/aAu4isv6wM
— Narendra Modi (@narendramodi) May 21, 2016