પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટે બ્રિટન અને ઉત્તરી આયરલેન્ડની સાથે ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર માટે પૂર્વવ્યાપી અનૂમતિ આપી દીધી છે. સહયોગના ક્ષેત્રોમાં નીચે મુજબની બાબતો સામેલ હશેઃ
1) બજારમાં સુધાર, નિયામક માળખા અને નવીકરણીય ઉર્જાના વિસ્તાર માટે નિયમો અને પ્રોત્સાહન સાથે વિજળીના વિતરણમાં પ્રતિસ્પર્ધાની ભૂમિકા,
2) ગ્રિડમાં નવીકરણીય ઉર્જાનું એકીકરણ,
3) ઔદ્યોગિક ઉર્જા દક્ષતા અને વાહન ઈંધણ દક્ષતા સહિત ઉર્જા દક્ષતા નીતિઓ તથા વ્યવહાર,
4) અપતટીય પવન ઉર્જા અને સૌર ઉર્જા,
5) સ્માર્ડ ગ્રિડ,
6) ઉર્જા ભંડારણ અને નવી ઉર્જા પ્રૌદ્યોગિકી,
7) નવીકરણીય ઉર્જા સંસ્થાનોનું ક્ષમતા નિર્માણ,
8) ઑફ ગ્રિડ અક્ષય ઉર્જા સેવાઓ,
9) જ્વારીય ઉર્જા,
10) પ્રતિભાગિઓ દ્વારા લેખિત રૂપમાં મંજૂર થયેલા કોઈ અન્ય ક્ષેત્ર
આ એમઓયૂ તકનીકી સહાયતા માટે એક અનુકૂળ માળખું પ્રદાન કરશે, જેમાં બ્રિટન તરફથી શરૂ કરાયેલી પ્રાસંગિક પરિયોજનાઓના માધ્યમથી પરસ્પર સહમતિ દ્વારા વસ્તુ રૂપમાં અનુદાન અને અન્ય સહાયતા સામેલ હશે. વિશિષ્ટ પરિયોજના સમજૂતીને પણ સમય-સમય પર વિકસિત કરવામાં આવશે. આમાં વીજળી બજારનું માળખું અને ગ્રિડમાં નવીકરણીય ઉર્જાના એકીકરણ પર ધ્યાન અપાયું છે. આ કાર્યક્રમ ઉર્જા સુરક્ષા અને આપૂર્તિની વિશ્વસનીયતા માટે કેન્દ્રીય અને રાજ્ય સ્તર પર કાર્ય કરશે, ઉર્જાના ઉપયોગમાં સુધાર આવશે અને સતત આર્થિક વિકાસને સુગમ બનાવશે.
UM/AP/J.Khunt/GP