Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉન્નત કલ્યાણ યોજનાઓ ભૂતપૂર્વ સૈનિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે: પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભૂતપૂર્વ સૈનિકો માટે કલ્યાણ યોજનાઓને વધારવા માટે સરકારના તાજેતરના પગલાથી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે.

કેન્દ્રીય મંત્રી, શ્રી રાજનાથ સિંહે માહિતી આપી હતી કે ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણને આપવામાં આવેલી ટોચની અગ્રતા અને જીવનની સરળતાની નીતિને અનુસરીને, ભૂતપૂર્વ સૈનિકોની નીચેની કલ્યાણ યોજનાઓ હેઠળની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

1. ESM ની વિધવાઓ માટે હવ/સમકક્ષ સુધીની વ્યાવસાયિક તાલીમ અનુદાન રૂ. 20000 થી રૂ. 50000 સુધી.

2. નોન-પેન્શનર ESM/વિધવાઓ માટે હવ/સમકક્ષ સુધીની મેડિકલ ગ્રાન્ટ રૂ. 30000 થી રૂ. 50000 સુધી.

3. તમામ રેન્કની બિન-પેન્શનર ESM/વિધવાઓ માટે રૂ. 1.25 લાખથી રૂ. 1.50 લાખ સુધીની ગંભીર બીમારીઓ માટે અનુદાન.

જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“ભારતને બહાદુર ભૂતપૂર્વ સૈનિકો પર ગર્વ છે જેમણે આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું છે. તેમના માટે જે કલ્યાણ યોજનાઓ વધારવામાં આવી છે તે તેમના જીવનની ગુણવત્તામાં ઘણો સુધારો કરશે.”

CB/GP/JD