દેવીઓ અને સજ્જનો, મારે આવવામાં મોડું થઇ ગયું, તેના માટે હું ક્ષમા માંગુ છું. સૌથી પહેલા તો લીલાધર બાલગોપાલ નંદલાલની ધરતી પરથી હું આપ સૌનું અભિવાદન કરું છું.
આજે જ્યારે ભગવાન કૃષ્ણની લીલાઓની સાક્ષી રહેલી ધરતી વ્રજમાં આપણે આટલા મોટા અને પવિત્ર અવસરના સાક્ષી બની રહ્યા છીએ. ત્યારે હું તમારી સામે ભગવદગીતાના એક શ્લોકનું ઉચ્ચારણ કરવા માંગુ છું. ભગવાન કૃષ્ણએ કહ્યું હતું – દાતવ્ય મિતિ યદ્દાનામ દિયતે નુપકારીણે. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્ત્વિકમ સ્મૃતમ. અર્થાત જે દાન કર્તવ્ય સમજીને કોઇપણ ઉપકાર વિનાની ભાવના વડે યોગ્ય સ્થાનમાં યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને જ આપવામાં આવે છે. તેને સાત્વિક દાન કહે છે.
અક્ષયપાત્ર સંસ્થાન વીતેલા 18 વર્ષોથી દેશના બાળપણને પોષક આહાર આપવાનું આ સાત્વિક દાન કરી રહ્યું છે. તેની માટે આપ સૌને ખૂબ-ખૂબ સાધુવાદ અને શુભકામનાઓ.
સાથીઓ, આજે થોડા સમય બાદ મને કેટલાક બાળકોને પોતાના હાથે જમવાનું પીરસવાનો અવસર મળવાનો છે. જેટલી થાળીઓ પીરસવામાં આવશે, તેમાંથી એક થાળી ત્રણ અબજમી એટલે કે ત્રણસો કરોડમી થાળી હશે. જેમ કે અહિંયાં જણાવવામાં આવ્યું છે કે 15સો બાળકોથી આ અભિયાન શરુ થયું હતું અને તે આજે… હમણાં મોહનદાસજી જણાવી રહ્યા હતા 17 લાખ બાળકોને પોષક આહાર સાથે જોડી રહ્યા છે.
મને એ વાતની પણ ખુશી છે કે આપ સૌએ શ્રદ્ધેય અટલજીની સરકાર દરમિયાન પહેલી થાળી પીરસી હતી, આજે ત્રણ અબજમી થાળી પીરસવાનું સૌભાગ્ય મને મળ્યું છે.
સાથીઓ, તમે જે આ કામ કરી રહ્યા છો તે અસાધારણ છે, અસાધારણ સેવાનું કામ છે, અતુલનીય સમર્પણનું છે. તે આપણા તે સંસ્કારોનો વિસ્તાર છે જે હજારો વર્ષોની મહાન પરંપરાએ આપણને સોંપેલા છે.
હું જાણું છું કે સેવા અને સમર્પણ કોઈ સન્માન માટે નથી હોતા પરંતુ તમારા આ પ્રયાસોને વર્તમાન સમયમાં દેશે ઘણી મોટી ઓળખ આપી છે.
અક્ષયપાત્ર ફાઉન્ડેશનને લાખો બાળકોને મધ્યાહ્ન ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ગાંધીપીસ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. તે સિવાય સ્વામી મધુપંડિત દાસજીને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેની માટે હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, શાળાઓમાં મધ્યાહ્ન ભોજનની આ પરંપરા આઝાદી પહેલાથી જ શરૂઆતથી જ રહી છે. તેનું કારણ ભારતની સ્થિતિઓ પરિસ્થિતિઓ પણ હતી. એક તો ગુલામીના લાંબા કાળખંડના કારણે, સંસાધનોનો અભાવ આપણે ત્યાં રહ્યો, ગરીબી ચરમ સીમા પર પહોંચી અને લોકોને રોજી-રોટીની માટે સંઘર્ષ કરવો પડ્યો. તેનો સૌથી વધુ નકારાત્મક પ્રભાવ આપણા બાળકો પર પડ્યો. હવે બદલાયેલી પરિસ્થિતિઓમાં પોષકતાની સાથે સાથે પર્યાપ્ત અને સારી ગુણવત્તાવાળું ભોજન બાળકોને મળે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ કામમાં અક્ષયપાત્ર સાથે જોડાયેલ આપ સૌ લોકો જમવાનું બનાવનારાઓથી શરુ કરીને, જમવાનું પહોંચાડનારા અને પીરસવાવાળાઓ સુધીના કામમાં લાગેલા તમામ વ્યક્તિ દેશની મદદ કરી રહ્યા છે.
સાથીઓ, જે રીતે મજબૂત ઈમારત માટે પાયો મજબૂત હોવો જરૂરી છે તે જ રીતે શક્તિશાળી નવા ભારતની માટે પોષણયુક્ત અને સ્વસ્થ બાળપણનું હોવું પણ જરૂરી છે. જો દેશનું બાળપણ નબળું રહેશે તો તેના વિકાસની ગતિ ધીમી થઇ જશે. જો જન્મથી પહેલા અને જન્મના તરત જ પછી બાળકોના ખાવા-પીવા પર ધ્યાન આપવામાં આવે અને બીમારીઓ સામે લડવાની શક્તિને વધારવામાં આવે તો ભવિષ્યમાં સ્વાસ્થ્યને લઇને મુશ્કેલીઓ ઓછી થશે.
ભગવદગીતામાં કહ્યું છે, યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ । યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ।। અર્થાત જેનો આહાર, આચરણ અને ચાલ સંતુલિત હોય, જે નિયમ અનુસાર સુતો અને જાગતો હોય, ધ્યાનનો રસ્તો તેના બધા જ દુઃખોને ખતમ કરી નાખે છે. આ જ ભાવનાને આગળ વધારતા વીતેલા 55 મહિનાઓમાં કેન્દ્ર સરકારે બાળકોને એક સ્વસ્થ જીવન આપવા માટે માતા અને બાળકોના પોષણ અને તેમના સ્વાસ્થ્ય પર ભાર મુક્યો છે.
સાથીઓ, બાળકોના પોષણ માટે કેન્દ્ર સરકારે સમગ્રતા સાથે કામ કર્યું છે. બાળપણની આસપાસ એક મજબૂત સુરક્ષા ઘેરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરક્ષાના આ ઘેરાના ત્રણ પાસા છે – પોષણનું એક મહત્વપૂર્ણ પાસું; ખાણી-પીણી, રસીકરણ અને સ્વચ્છતા. મને ખુશી છે કે અક્ષયપાત્ર સાથે જોડાયેલા આપ સૌ સાથી આ સુરક્ષા કવચને મજબૂત કરવા માટે સરકારના પ્રયાસોને આગળ વધારી રહ્યા છો.
સાથીઓ, સ્વાસ્થ્યનો સીધો સંબંધ પોષણ સાથે છે, આપણી ખાણીપીણી સાથે છે, જો આપણે માત્ર પોષણના અભિયાનને દરેક માતા, દરેક શિશુ સુધી પહોંચાડવામાં સફળ થઈશું તો અનેક જીવન બચી જશે. એ જ વિચારધારા સાથે અમારી સરકારે ગયા વર્ષે રાજસ્થાનના ઝુન્ઝુનુથી દેશભરમાં રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત કરી હતી. આ મિશનની ગંભીરતાને જોઈને ગયા વર્ષે સપ્ટેમ્બરના મહિનાને પોષણ માટે જ સમર્પિત કરવામાં આવ્યો હતો.
સાથીઓ, પોષણની વ્યવસ્થા હોય, સ્વચ્છતા હોય, રસીકરણ હોય, એવું નથી કે પહેલા આ વિષયમાં વિચારવામાં નથી આવ્યું. આ બધા જ પાસાઓને લઇને આઝાદી પછીથી જ અનેક કાર્યક્રમો ચાલ્યા છે પરંતુ આપણને બહુ વધારે સફળતા આ વર્ષોમાં નથી મળી શકી. આપણા કરતા ઓછા સંસાધનોવાળા દેશો પણ આ ક્ષેત્રમાં આપણા કરતા આગળ નીકળી ગયા છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે 2014થી અમે નવી રણનીતિની સાથે કામ કરવાનું શરુ કર્યું છે. રસીકરણના અભિયાનને મિશન મોડ પર ચલાવવાનો નિર્ણય લીધો છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દરેક બાળક સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
સાથીઓ, અત્યાર સુધી આ મિશન અંતર્ગત દેશમાં લગભગ ૩ કરોડ 40 લાખ બાળકો અને લગભગ લગભગ 90 લાખ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરવામાં આવી ચુક્યું છે. જે ગતિએ કામ થઇ રહ્યું છે તેનાથી નક્કી છે કે સંપૂર્ણ રસીકરણનું અમારું લક્ષ્ય હવે વધારે દૂર નથી.
સાથીઓ, અમે રસીકરણના અભિયાનને ગતિ તો આપી જ છે, સાથે સાથે રસીની સંખ્યામાં પણ વધારો કર્યો છે. પહેલાના કાર્યક્રમમાં પાંચ નવી રસી જોડવામાં આવી છે, જેમાંથી એક ઇન્સેફેલાઈટીસ એટલે કે જાપાની તાવની પણ છે. જેનો સૌથી વધુ ખતરો આપણા ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે. હવે કુલ 12 રસી બાળકોને પીવડાવવામાં આવી રહી છે.
મને ખુશી છે કે ભારતના પ્રયાસોને, મિશન ઇન્દ્રધનુષની આજે દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. હમણાં તાજેતરમાં જ એક ખ્યાતનામ જર્નલે આ કાર્યક્રમને દુનિયાની 12 શ્રેષ્ઠ પ્રેક્ટીસમાં પસંદ કરી છે.
સાથીઓ, ભલે મિશન ઇન્દ્રધનુષ હોય કે પછી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, બાળકો અને પ્રસુતા માતાઓના સ્વાસ્થ્ય, સુરક્ષિત ગર્ભ અને ગર્ભ દરમિયાન પોષક આહારની માટે આપવામાં આવી રહેલ છ હજાર રૂપિયાની મદદ તેનાથી દેશમાં નવજાત બાળકો અને ગર્ભ દરમિયાન માતાઓના જીવન પર આવનાર સંકટને ઘણું હળવું કરવામાં આવ્યું છે.
સાથીઓ, બાળકોના સુરક્ષા કવચનું એક અગત્યનું પાસું છે સ્વચ્છતા- ગંદકી ખાસ કરીને બાળકો માટે ઘાતક સાબિત થતી હોય છે કારણ કે તેને આ પ્રકારના વાતાવરણમાં જીવવું પડે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના જીવનને ડાયરિયાથી સૌથી વધુ ખતરો હોય છે. સ્વચ્છ ભારત અભિયાનના માધ્યમથી આ જોખમને દૂર કરવાનું બીડું અમે ઉપાડ્યું છે. ગયા વર્ષે એક આંતરરાષ્ટ્રીય અહેવાલ આવ્યો છે જેમાં સંભાવના દર્શાવવામાં આવી છે કે માત્ર સ્વચ્છ ભારત મિશન વડે, શૌચાલયના ઉપયોગ વડે જ આશરે ૩ લાખ લોકોના જીવન બચાવી શકાય તેમ છે. આ તાકાત છે સાફસફાઈની, જે ગરીબને કોઇપણ પ્રકારના ખર્ચ વિના જીવનદાન આપી રહી છે.
મને હમણાં યોગીજી જણાવી રહ્યા હતા. આ વખતે કુંભનો મેળો સ્વચ્છતા માટે જાણીતો બનશે અને આમ પણ સદીઓથી કુંભના મેળાની એક વિશેષતા હતી કે તે એક સામાજિક સંદેશ આપવાનો એક વિશેષ અવસર રહેતો હતો. આ વખતે કુંભના મેળાએ દેશને સ્વચ્છતાનો સંદેશ આપવામાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સામાન્ય રીતે કુંભ મેળાની ચર્ચા જો દેશ અને દુનિયાના છાપાઓમાં થાય છે તો મોટા ભાગે નાગા બાવાઓના સાધુઓની ચર્ચા જ થતી હોય છે. પહેલીવાર ન્યુ યોર્ક ટાઈમ્સે કુંભના મેળાની સ્વચ્છતાને લઇને અહેવાલ લખ્યો છે.
મને જણાવવામાં આવ્યું છે કે અક્ષયપાત્ર સંસ્થાને પણ શાળાઓમાં સાફ સફાઈ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે સ્વચ્છ વિદ્યાર્થી, સ્વચ્છ વિદ્યાલય, સ્વચ્છ ગૃહોનું અભિયાન શરુ કર્યું છે. તમને આ વધુ અન્ય પવિત્ર કાર્ય માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
સાથીઓ, જ્યારે બાળકોના સ્વાસ્થ્યની વાત થતી હતી, ખાણીપીણી, પોષણની વાત થતી હતી તો પહેલા માની દુઃખ તકલીફને નજરઅંદાજ કરવામાં આવતી હતી. ગરીબ પરિવારોમાં, સાધનહીન પરિવારોમાં માએ અભાવમાં રહેવું પડતું હોય છે, પોતાના બાળકો માટે, પોતાના પરિવાર માટે ધૂમાડા સાથે પણ લડવું પડતું હતું. આ સ્થિતિને બદલવા માટેનો પ્રયાસ વીતેલા સાડા ચાર વર્ષમાં કરવામાં આવી રહ્યો છે. પ્રત્યેક ગરીબ બહેન દીકરીઓના રસોડા સુધી ઉજ્જવલા યોજના અંતર્ગત દેશભરમાં સવા છ કરોડથી વધુ ગેસના જોડાણો પહોંચાડવામાં આવી ચુક્યા છે. અહિંયાં ઉત્તર પ્રદેશમાં પણ એક કરોડ બહેનોને મફત ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. તેનાથી મા અને બાળકને ધુમાડાથી થનારા નુકસાનથી મુક્તિ તો મળી જ રહી છે સાથે સાથે જે શ્રમ તેનો લાકડા ભેગા કરવામાં, છાણા બનાવવામાં તેનો જે સમય લાગતો હતો તે પણ હવે બચી રહ્યો છે.
સાથીઓ એક બીજી મા છે જે દેશના બાળપણને, આપણા જીવનને સતત પોષિત કરતી આવી છે જેનો આભાર ગોકુળની ધરતી ઉપરથી હું વ્યક્ત કરવા માંગું છું. તે મા છે આપણી ગૌમાતા, જેના દૂધનું ઋણ ઓછામાં ઓછું ભારતમાં તો કોઈ ભૂલી શકે તેમ નથી જ. ગૌમાતાએ દૂધ, દહીં, માખણ વડે પોતાના બાળ ગોપાળનું દરેક રીતે પોષણ કર્યું હતું.
સાથીઓ, ગાય આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાનો મુખ્ય ભાગ રહી છે. ગાય ગ્રામીણ અર્થવ્યવસ્થાનો પણ મહત્વપૂર્ણ ભાગ રહી છે. અહિંયા મથુરામાં તો ગૌસેવાની એક સમૃદ્ધ પરંપરા રહી છે. બહેન સુદેવી દાસીજી કે જેમને હમણાં તાજેતરમાં જ પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા છે, તેમનું જીવન આપણા સંસ્કારોની શક્તિને દર્શાવે છે.
સાથીઓ, ગોકુલની આ ભાવના, દેશની ભાવનાને વિસ્તાર આપતા પશુધનને સ્વસ્થ અને વધુ સારું બનાવવા માટે અમારી સરકાર દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશન શરુ કરવામાં આવ્યું હતું. આ વખતે બજેટમાં તેને વિસ્તાર આપતા રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આયોગ અંતર્ગત 500 કરોડ રૂપિયાની જોગવાઈ ગૌમાતા અને ગૌવંશની દેખભાળ અને તેની સાથે જોડાયેલ નિયમ કાયદાઓને અસરકારક રીતે લાગુ કરવા માટે કરવામાં આવ્યા છે.
સાથીઓ, પશુપાલક પરિવારોની સહાયતા માટે હવે બેંકોના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા છે. પાકને લગતા ધિરાણોની જેમ પશુપાલકોને પણ ખેડૂત કાર્ડ અંતર્ગત બેંકો પાસેથી ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તેનાથી આપણા તમામ પશુપાલક બહેન-ભાઈઓને ઘણો લાભ મળવાનો છે. સાથે જ આ પગલું દેશના ડેરી ઉદ્યોગનું વિસ્તૃતીકરણ પણ કરશે. જ્યારે ડેરી ઉદ્યોગનો વિસ્તાર થશે તો પશુપાલકોના ખિસ્સામાં વધુ પૈસા પહોંચશે અને તેમનું જીવન સરળ બનશે.
સાથીઓ, પશુપાલકોની સાથે સાથે જે દેશને અન્ન આપે છે. આપણા અન્નદાતા, આપણા ખેડૂતોની માટે પણ ઘણી મોટી યોજના સરકારે બનાવી છે. પીએમ કિસાન યોજનાનો સૌથી વધુ લાભ જો કોઈ એક રાજ્યને થવાનો છે તો તે રાજ્ય છે ઉત્તર પ્રદેશ. કારણ કે અહિંના મોટાભાગના બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે એક કે બે એકર અથવા તો પછી પાંચ એકરથી પણ ઓછી જમીન છે. હવે આવા બધા જ ખેડૂત પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે છ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બે-બે હજાર રૂપિયાના ત્રણ હફ્તામાં આ રકમ ખેડૂત પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.
સાથીઓ, આપણો અન્નદાતા આજે રેકોર્ડ ઉત્પાદન કરી રહ્યો છે. અને તમારા જેવા સમર્પિત કાર્યકર્તા આ અન્નને બાળકો સુધી પહોંચાડીને દેશના પાયાને સશક્ત કરવાનું કામ કરી રહ્યા છે.
હું તમારા પ્રયાસો માટે તમને અભિનંદન આપું છું, આ પ્રયાસ ‘હું’ થી ‘આપણે’ સુધીની યાત્રાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે સ્વયંથી સમષ્ટિ સુધીની યાત્રાનું ઉદાહરણ છે. હું જ્યારે અમે બની જાય છે તો અમે પોતાનાથી ઉપર ઉઠીને સમાજના વિષયમાં વિચારે છે. હું જ્યારે અમે બની જાય છે ત્યારે વિચારોની મર્યાદા વધી જાય છે. આપણેનો વિચાર પોતાના દેશને, પોતાની સંસ્કૃતિને અને પોતાની વિરાસતને વ્યક્તિ કરતા વધુ મહત્વપૂર્ણ બનાવી દે છે. અમેની ભાવના પુરાતન છે.
સાથીઓ, ન્યુ ઇન્ડિયા દેશના આ જ સંસ્કારોને સશક્ત કરવાનું છે. આપણા સૌના સહયોગ વડે, સૌની માટે એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ જ નવા ભારતનો રસ્તો છે. એક વાર ફરી આપ સૌને સેવાના આ મહાન પડાવ માટે હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તમારો આ સેવાભાવ હંમેશા આમ જ અક્ષય રહે તે જ કામના સાથે ખૂબ-ખૂબ આભાર!
NP/J.Khunt/GP/RP
आज थोड़ी देर बाद मुझे कुछ बच्चों को अपने हाथ से खाना परोसने का अवसर मिलने वाला है।
— PMO India (@PMOIndia) February 11, 2019
जितनी थालियां परोसी जाएंगी, उसमें से एक थाली 3 अरबवी है।
जैसा कि यहां बताया गया है कि 1500 बच्चों से ये अभियान शुरु हुआ था और आज 17 लाख बच्चों को पोषक आहार से जोड़ रहा है: PM
अब बदली परिस्थितियों में पोषकता के साथ, पर्याप्त और अच्छी गुणवत्ता वाला भोजन बच्चों को मिले, ये सुनिश्चित किया जा रहा है।
— PMO India (@PMOIndia) February 11, 2019
इस काम में अक्षय पात्र से जुड़े आप सभी लोग, खाना बनाने वालों से लेकर खाना पहुंचाने और
परोसने वाले तक के काम में जुटे सभी व्यक्ति देश की मदद कर रहे हैं: PM
यदि हम सिर्फ पोषण के अभियान को हर माता, हर शिशु तक पहुंचाने में सफल हुए तो अनेक जीवन बच जाएंगे।
— PMO India (@PMOIndia) February 11, 2019
इसी सोच के साथ हमारी सरकार ने पिछले वर्ष राजस्थान के झूंझनू से देशभर में राष्ट्रीय पोषण मिशन की शुरुआत की थी।
पिछले वर्ष सितंबर के महीने को पोषण के लिए ही समर्पित किया गया था: PM
मिशन इंद्रधनुष के तहत देश के हर बच्चे तक पहुंचने का लक्ष्य लिया गया।
— PMO India (@PMOIndia) February 11, 2019
अब तक इस मिशन के तहत देश में लगभग 3 करोड़ 40 लाख बच्चों और करीब 90 लाख गर्भवती महिलाओं का टीकाकरण करवाया जा चुका है।
जिस गति से काम हो रहा है, उससे तय है संपूर्ण टीकाकरण का लक्ष्य अब ज्यादा दूर नहीं है: PM
हमने टीकाकरण अभियान को तेज़ी तो दी ही है, टीकों की संख्या में भी बढ़ोतरी की है।
— PMO India (@PMOIndia) February 11, 2019
पहले के कार्यक्रम में 5 नए टीके जोड़े गए हैं, जिसमें से एक एनसेफलाइटिस यानि जापानी बुखार का भी है, जिसका सबसे ज्यादा खतरा उत्तर प्रदेश में देखा गया है।
अब कुल 12 टीके बच्चों को लगाए जा रहे हैं: PM
मिशन इंद्रधनुष को आज दुनियाभर में सराहा जा रहा है।
— PMO India (@PMOIndia) February 11, 2019
हाल में ही एक मशहूर मेडिकल जर्नल ने इस कार्यक्रम को दुनिया की 12 Best Practices में चुना है: PM
बच्चों के सुरक्षा कवच का एक और महत्वपूर्ण पहलू है स्वच्छता है।
— PMO India (@PMOIndia) February 11, 2019
स्वच्छ भारत अभियान के माध्यम से इस खतरे को दूर करने का बीड़ा हमने उठाया।
एक अंतर्राष्ट्रीय रिपोर्ट आई है, जिसमें संभावना जताई गई कि सिर्फ स्वच्छ भारत मिशन से,
करीब 3 लाख लोगों का जीवन बच सकता है: PM
ये प्रयास 'मैं से हम’ तक की यात्रा का सबसे अच्छा उदाहरण हैं,
— PMO India (@PMOIndia) February 11, 2019
‘मैं’ जब ‘हम’ बन जाता है तो हम खुद से ऊपर उठकर समाज के बारे में सोचते हैं,
मैं जब ‘हम’ बन जाता है तो सोच का दायरा बढ़ जाता है,
‘हम’ का विचार अपने देश को, अपनी संस्कृति को व्यक्ति से ज्यादा महत्वपूर्ण बनाता है: PM
Had the honour of serving food to children in Vrindavan today. pic.twitter.com/Fs7esScQZA
— Narendra Modi (@narendramodi) February 11, 2019
अक्षय पात्र फाउंडेशन के प्रयास, ‘मैं से हम’ तक की यात्रा का सबसे अच्छा उदाहरण है। pic.twitter.com/IkVVu0cFlX
— Narendra Modi (@narendramodi) February 11, 2019
3 billion meals is a remarkable feat!
— Narendra Modi (@narendramodi) February 11, 2019
Happy to have joined the programme organised by the Akshaya Patra Foundation and interact with these wonderful youngsters. pic.twitter.com/Elcy7pNBgB