Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈન્ડિયા ભૂટાન સેટેલાઇટ એ ભૂટાનના લોકો સાથેના આપણા વિશેષ સંબંધોનો પુરાવો છે: પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ભૂટાન સેટેલાઇટ એ ભૂટાનના લોકો સાથેના આપણા વિશેષ સંબંધોનો પુરાવો છે. શ્રી મોદીએ સંયુક્ત રીતે વિકસિત આ ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ પર માહિતી પ્રૌદ્યોગિકી અને ટેલિકોમ વિભાગ (DITT) ભૂટાન અને ISROની પ્રશંસા કરી છે.

ભારત-ભૂટાન SAT ના સફળ પ્રક્ષેપણ પર મહામહિમ ધ કિંગનો સંદેશ રજૂ કરનાર ભૂટાનના પ્રધાનમંત્રી દ્વારા કરાયેલ ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું;

ભારત ભૂટાન સેટેલાઇટ એ ભૂટાનના લોકો સાથેના આપણા વિશેષ સંબંધોનો પુરાવો છે. આ સંયુક્ત રીતે વિકસિત ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ હું @dittbhutan અને @isroની પ્રશંસા કરું છું.”

YP/GP/JD