Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103મા સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણના મૂખ્ય અંશ

ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103મા સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણના મૂખ્ય અંશ

ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103મા સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણના મૂખ્ય અંશ

ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103મા સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણના મૂખ્ય અંશ

ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103મા સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણના મૂખ્ય અંશ

ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103મા સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણના મૂખ્ય અંશ

ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103મા સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણના મૂખ્ય અંશ


ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103મા સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણના મૂખ્ય અંશ:-

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂર વિશ્વ વિદ્યાલયમાં 103મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું. આ વર્ષની કોંગ્રેસનો વિષય ભારતમાં સ્વદેશી વિકાસ માટે વિજ્ઞાન તેમ જ પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી) છે.

પ્રધાનમંત્રીએ આ અવસરે 103મી આઈએસસી પૂર્ણ કાર્યવાહી અને ટેક્નોલોજી વિઝન 2035 દસ્તાવેજ પણ જારી કર્યો.

તેમણે વર્ષ 2015-16 માટે આઈએસસીએ પુરસ્કાર પણ પ્રદાન કર્યા.

પ્રધાનમંત્રીના સંબોધનના મૂખ્ય અંશો નીચે મુજબ છેઃ-

કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિધ્ધારમૈયા

મારા મંત્રી મંડળના સહયોગીગણ, ડો. હર્ષવર્ધન અને શ્રી વાય.એસ. ચૌધરી

ભારત રત્ન પ્રોફેસર સી.એન.આર.રાવ

પ્રોફેસર એ.કે. સક્સેના

પ્રોફેસર કે.એસ. રંગપ્પા

નોબેલ પુરસ્કારથી સન્માનિત મહાનુભાવો અને ફિલ્ડ મેડલિસ્ટ

વિશિષ્ટ વૈજ્ઞાનિકો અને પ્રતિનિધિઓ,

ભારત અને વિશ્વના વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો સાથે વર્ષની શરૂઆત કરવી ખૂબજ સૌભાગ્યની વાત છે.

ભારતના ભવિષ્ય પ્રત્યે અમારા વિશ્વાસનું કારણ આપ પર અમારો ભરોસો છે.

મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી વર્ષમાં 103મી સાયન્સ કોંગ્રેસને સંબોધિત કરવાનો અવસર મળવો અત્યંત સમ્માન અને સૌભાગ્યની વાત છે.

ભારતના કેટલાક મહાન નેતાઓએ આ જ પ્રતિષ્ઠિત સંસ્થાનથી વિદ્યા પ્રાપ્ત કરી છે.

મહાન દાર્શનિક અને દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન અને ભારતરત્ન પ્રોફેસર સી.એન.રાવ એમાંના જ એક છે.

સાયન્સ કોંગ્રેસ અને મૈસૂર વિશ્વવિદ્યાલયનો ઈતિહાસનો નજીક-નજીક એક જ કાળમાં પ્રારંભ થયો.

એ સમય ભારતમાં નવ જાગરણનો હતો. તેણે માત્ર ભારતમાં સ્વાધિનતા નહીં પરંતુ માનવ પ્રગતિની માગ કરી.

તે માત્ર સ્વતંત્ર ભારત જ નહતું ઈચ્છતું, પરંતુ એક એવું ભારત ઈચ્છતું હતું કે જે પોતાના માનવ સંસાધનો, વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને ઔદ્યોગિક વિકાસની તાકાતના જોરે સ્વતંત્ર રુપે ઊભું રહી શકે.

આ વિશ્વવિદ્યાલય ભારતીયોની મહાન પેઢીઓના વિઝનનું સાક્ષી છે.

હવે, અમે ભારતમાં સશક્તિકરણ અને અવસરોની એક અન્ય ક્રાંતિનો પ્રારંભ કર્યો છે.

એટલું જ નહીં, અમે માનવ કલ્યાણ અને આર્થિક વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે એક વખત ફરીથી પોતાના વૈજ્ઞાનિકો અને અન્વેષકોને વિચારતા કર્યા છે.

વિશ્વએ જ્ઞાન માટે મનુષ્યની શોધ અને સંશોધનની પ્રવૃ્ત્તિને લીધે, પરંતુ સાથે જ, માનવ પડકારોના સામના માટે પ્રગતિ કરી છે.

દિવંગત રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામથી વધુ કોઈક અન્યએ આ ભાવનાને પરિલક્ષિત નથી કર્યું.

તેમનું જીવન બેમિસાલ વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓથી ભરપૂર હતું અને તેઓ માનવતા પ્રત્યે અસીમ કરૂણા અને ચિંતાનો ભાવ રાખતા હતા. તેમના માટે વિજ્ઞાનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય નબળા, સુવિધાઓથી વંચિત લોકો તથા યુવાઓના જીવનમાં બદલાવ લાવવાનો હતો.

અને તેમના જીવનનું મિશન આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરપૂર ભારત હતું, જે મજબૂત હોય અને પોતાના નાગરિકોની સેવા કરે.

આ કોંગ્રેસ માટે આપનો વિષય તેમના વિઝનને ઉપયુક્ત શ્રદ્ધાંજલિ છે.

અને પ્રોફેસર રાવ અને રાષ્ટ્રપતિ કલામ જેવા માર્ગ દેખાડનારાઓ અને આપ જેવા વૈજ્ઞાનિકોએ ભારતને વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકીના અનેક ક્ષેત્રોમાં સૌથી અગ્રણી સ્થાન અપાવ્યું છે.

અમારી સફળતાનો દાયરો નાનકડા અણુ કેન્દ્રથી માંડીને અંતરિક્ષની વિસ્તરિત સીમા સુધી પ્રસરેલો છે. આપણે ખાદ્ય અને સ્વાસ્થ્ય સુરક્ષામાં વૃધ્ધિ કરી છે અને આપણે દુનિયામાં અન્ય લોકોમાં સારા જીવનનો વિશ્વાસ જગાવ્યો છે.

જ્યારે આપણે આપણી જનતાની મહત્વકાંક્ષાઓના સ્તરમાં વૃધ્ધિ કરીએ છીએ તો આપણે આપણા પ્રયાસોનું સ્તર પણ વધારવું પડે છે.

તેથી, મારા માટે સુશાસનનો આશય નીતિ બનાવવી અને નિર્ણય લેવો, પારદર્શિતા અને જવાબદારી માત્ર નથી, પરંતુ અમારા વિકલ્પો અને રણનીતિઓમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીને સામેલ કરવી પણ છે.

આપણે ડિઝિટલ નેટવર્ક ગુણવત્તા વધારી રહ્યા છીએ તથા જન સેવાઓ અને સામાજિક લાભને ગરીબો સુધી પહોંચાડી રહ્યા છીએ.

એટલું જ નહીં, પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ સંમેલનમાં અમે શાસન, વિકાસ અને સંરક્ષણના લગભગ પ્રત્યેક બાબતોને સ્પર્શનારા 170 અણુ પ્રયોગોની ઓળખ કરી.

અમે સ્ટાર્ટ અપ ઈન્ડિયા લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જે નવા વિચાર અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપશે. અમે એકેડેમિક સંસ્થાનોમાં ટેક્નોલોજી ઈન્ક્યુબેટર બનાવી રહ્યા છીએ. મેં સરકારમાં વૈજ્ઞાનિક વિભાગો અને સંસ્થાનોમાં વૈજ્ઞાનિક લેખા પરિક્ષાની રુપરેખા તૈયાર કરવા કહ્યું છે.

આ સહયોગપૂર્ણ સંઘવાદની ભાવનાને અનુરૂપ છે, જે પ્રત્યેક ક્ષેત્રમાં કેન્દ્ર રાજ્ય સંબંધોને આકાર આપી રહી છે, જે હું કેન્દ્રીય અને રાજ્ય સ્તરિય સંસ્થાઓ અને એજન્સીઓની વચ્ચે વ્યાપક વૈજ્ઞાનિક સહયોગને પ્રોત્સાહન આપી રહ્યો છું.

અમે વિજ્ઞાન માટે આપણા સંસાધનોનું સ્તર વધારવાનો પ્રયાસ કરીશું અને તેમને આપણી રણનીતિક પ્રાથમિકતાઓને અનુરૂપ લગાવીશું.

અમે ભારતમાં વિજ્ઞાન અને અનુસંધાનને સુગમ બનાવીશું, વિજ્ઞાન પ્રશાસનમાં સુધારો કરીશું અને આપૂર્તિનો દાયરો વધારીશું તથા ભારતમાં વિજ્ઞાન શિક્ષણ અને અનુસંધાનની ગુણવત્તામાં સુધારો લાવીશું.

એ જ સમયે, નવા વિચાર માત્ર આપણા વિજ્ઞાનનું જ લક્ષ્ય ન હોવું જોઈએ. નવા વિચાર વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને પણ ચોક્કસ ગતિ પ્રદાન કરે કિફાયતી નવા વિચાર અને ક્રાઉડસોર્સિંગ પ્રભાવી તથા કારગર વૈજ્ઞાનિક ઉદ્યમના ઉદાહરણ છે.

અને દ્રષ્ટીકોણમાં નવા વિચાર માત્ર સરકારનું જ દાયિત્વ નથી પરંતુ ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સમુદાયની પણ જવાબદારી છે.

એવા વિશ્વમાં કે જ્યાં સંશાધનોની બાધ્યતાઓ અને પ્રતિસ્પર્ધી દાવા છે આપણે આપણી પ્રાથમિકતાઓને બુધ્દિમત્તાથી પરિભાષિત કરવી પડશે. અને ભારત માટે આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કે જ્યાં અનેક અને મોટા પ્રમાણમાં પડકારો છે – સ્વાસ્થ્ય અને ભૂખથી માંડીને ઊર્જા અને અર્થવ્યવસ્થા સુધી.

માનનીય પ્રતિનિધિઓ,

આજે હું આપની સાથે જે વિષય પર ચર્ચા કરવા માગું છું એ વિશ્વના સૌથી મોટા પડકારોમાંનો એક છે અને તેણે ગત વર્ષે પ્રબળતાથી વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું – આપણી દુનિયા માટે સૌથી સમૃધ્ધ ભવિષ્ય તથા આપણા ગ્રહ માટે વધુ ટકાઉ ભવિષ્યના માર્ગને પરિભાષિત કરવો.

વર્ષ 2015માં વિશ્વએ બે નવા ઐતિહાસિક પગલા ઊઠાવ્યા.

ગત સપ્ટેમ્બરે, સંયુક્ત રાષ્ટ્રે 2030 માટેના વિકાસના એજન્ડાનો સ્વિકાર કર્યો. આ 2030 સુધી ગરીબી ઉન્મુલન અને આર્થિક વિકાસને આપણી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં રાખે છે, પરંતુ સાથે જ આ આપણા પર્યાવરણ અને આપણા પર્યાવાસો પર સમાન રુપે જોર આપે છે.

અને, ગત નવેમ્બરમાં પેરિસમાં વિશ્વએ એકજૂથ થઈને આપણા ગ્રહની ધારા બદલવા માટે એક ઐતિહાસિક સમજૂતી કરી છે.

પરંતુ આપણે બીજું કંઈક પણ હાંસલ કર્યું છે, જે એટલું જ મહત્ત્વપૂર્ણ છે.

આપણે જળવાયુ પરિવર્તનના વિચાર વિમર્શના કેન્દ્રમાં નવાવિચાર અને પ્રૌદ્યોગિકીને લાવવામાં સફળ રહ્યા.

આપણે તર્ક સંગત રુપથી એ સંદેશ આપ્યો કે માત્ર લક્ષ્યો અને અંકુશ અંગે બોલવું જ પુરતું નહીં હોય. એવા સમાધાન શોધવા અનિવાર્ય છે, જે આપણને સ્વચ્છ ઊર્જાના ભવિષ્યમાં સુગમતાથી લઈ જવામાં મદદ કરે.

આપણે પેરિસમાં પણ એ પણ કહ્યું કે નવા વિચાર માત્ર જળવાયુ પરિવર્તન સાથે કામ પાર પાડવા માટે જ નથી, પરંતુ જળવાયુ ન્યાય માટે પણ મહત્ત્વપૂર્ણ છે.

તમામને માટે સ્વચ્છ ઊર્જાને ઉપલબ્ધ, ગમ્ય અને વાજબી બનાવવા માટે આપણે અનુસંધાન અને નવા વિચાર કરવા પડશે.

પેરિસમાં રાષ્ટ્રપતિ હોલાન્ડ, રાષ્ટ્રપતિ ઓબામા અને મેં એક નવો વિચાર શિખર સંમેલન માટે વિશ્વના અનેક નેતાઓની સાથે જોડ્યો.

અમે નવા વિચાર અને સરકારોના ઉત્તરદાયિત્વને ખાનગી ક્ષેત્રની નવીન ક્ષમતા સાથે જોડનારી ભાગીદારી કાયમ કરવા માટે રાષ્ટ્રીય રોકાણ બમણું કરવાનો સંકલ્પ કર્યો.

મેં ઊર્જાના ઉત્પાદન, વિતરણ અને ઉપભોગ કરવાની આપણી રીતોમાં બદલાવ લાવવા પર આગામી દસ વર્ષો સુધી ધ્યાન કેન્દ્રીત કરવા 30-40 વિશ્વ વિદ્યાલયો અને પ્રયોગશાળાઓના એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક તૈયાર કરવાનો સુઝાવ પણ આપ્યો. અમે જી-20માં પણ તેનું અનુકરણ કરીશું.

આપણને નવીકરણીય ઊર્જાને વધુ વાજબી, વધુ વિશ્વનીય અને ટ્રાન્સમિશન ગ્રિડ્સની સાથે જોડવા સુગમ બનાવવા માટે નવા વિચારની આવશ્યકતા છે.

ભારત માટે આ વિશેષ રીતે મહત્ત્વપૂર્ણ છે કે આપણે 2022 સુધી 175 જીડબલ્યૂ નવીકરણીય ઉત્પાદન જોડવાના આપણા લક્ષ્યને પ્રાપ્ત કરીએ.

આપણે આવશ્યક રીતે કોલસા જેવા જીવન ઉપયોગી ઈંધણને સ્વચ્છ અને વધુ પ્રભાવી બનાવવું પડશે. સાથે જ આપણે મહાસાગરોની લહેરોમાંથી લઈને ભૂતાપીય ઊર્જા સુધી નવીકરણીય ઊર્જાના નવા સ્ત્રોતોનો ઊપયોગ કરવો પડશે.

એવા સમયમાં, જ્યારે ઔદ્યોગિક યુગને ઈંધણ પ્રદાન કરનારા ઊર્જાના સ્ત્રોતોએ આપણા ગ્રહને સંકટમાં મૂકી દીધું છે અને વિકાસશીલ દેશોને હવે અબજો લોકોને સમૃધ્ધ બનાવવા છે, તો એવામાં વિશ્વને ભવિષ્યની ઊર્જા માટે સૂર્ય તરફ નજર કરવી પડશે.

તેથી, પેરિસમાં ભારતે સૌર ઊર્જા સમૃધ્ધ દેશોની વચ્ચે ભાગીદારી સ્થાપવા માટે એક આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનો પ્રારંભ કર્યો છે.

આપણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની આવશ્યકતા માત્ર સ્વચ્છ ઊર્જાને આપણા અસ્તિત્વનું અભિન્ન અંગ બનાવવા માટે જ નથી પરંતુ આપણા જીવન પર પડનારા જળવાયુ પરિવર્તનના પ્રભાવોના સામના માટે પણ છે.

આપણે કૃષિને જળવાયુની જેમ ઢળનારી (ક્લાયમેટ રિજિલ્યન્ટ)બનાવવી પડશે. આપણે આપણી મોસમ, જૈવ વિવિધતા, હિમ નદીઓ અને મહાસાગરો પર જળવાયુ પરિવર્તનના પ્રભાવ અને તેની સાથે તાલમેલ સાધવાની રીતોને સમજવી પડશે.

આપણે પ્રાકૃતિક આપત્તીનું પૂર્વાનુમાન લગાવવાની યોગ્યતાને પણ ચોક્કસ મજબૂત બનાવવી પડશે.

માનનીય પ્રતિનિધિઓ,

આપણે ઝડપથી થઈ રહેલા શહેરીકરણથી ઊભા થઈ રહેલા પડકારો સાથે પણ કોઈ પણ ભોગે કામ પાર પાડવું પડશે.

ધારેલા વિશ્વ માટે આ મહત્ત્વપૂર્ણ હશે.

માનવ ઈતિહાસમાં પહેલી વખત આપણે શહેરી સદીમાં છીએ. આ સદીના મધ્ય સુધી વિશ્વની બે તૃતીયાંશ વસતી શહેરોમાં વસવા લાગશે. 3.0 બિલિયનથી કંઈક ઓછા લોકો શહેરોમાં વસેલા પ્રવર્તમાન 3.5 બિલિયન લોકો સાથે જોડાશે. એટલું જ નહીં વૃધ્ધિના 90 ટકા વિકાસશીલ દેશોમાં હશે.

એશિયાના અનેક શહેરી ક્લસ્ટરોની વસતી વિશ્વના અન્ય મધ્યમકક્ષાના આકારના દેશોની વસતીથી વધુ થઈ જશે.

2050 સુધીમાં 50 ટકાથી પણ વધુ ભારત શહેરોમાં રહેતું હશે અને 2025 સુધીમાં વૈશ્વિક શહેરી વસતીના 10 ટકા ભારતમાંથી હોઈ શકે છે.

અધ્યયનથી જાણી શકાય છે કે લગભગ 40 ટકા વૈશ્વિક શહેરી વસતી અનૌપચારિક આશ્રય સ્થળો અથવા વસતિઓમાં રહે છે, જ્યાં તેમને અનેક સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત પડકારોનો સામનો કરવો પડે છે.

આર્થિક વૃધ્ધિ, રોજગારની તકો અને સંપન્નતાને ગતિ શહેરોમાંથી જ મળે છે. પરંતુ શહેરોમાંથી બે તૃતીયાંશ વૈશ્વિક ઊર્જાની માગ નિકળે છે અને પરિણામે 80 ટકા ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન થાય છે. આ જ કારણ છે કે સ્માર્ટ શહેરો (સ્માર્ટ સિટી) પર આટલું જોર આપી રહ્યો છું.

માત્ર શહેરોને જ વધુ કુશળ, સુરક્ષિત અને સેવાઓની ડિલિવરીની દ્રષ્ટીએ બહેતર બનાવવાની યોજના નથી પરંતુ તેમના એવા ટકાઉ શહેરોના વિકાસની પણ યોજના છે જેનાથી આપણી અર્થવ્યવસ્થાઓને ગતિ મળે અને જે સ્વસ્થ જીવન શૈલી માટે સ્વર્ગ જેવા હોય.

આપણે આપણું લક્ષ્ય હાંસલ કરવા માટે વધુ સારી નીતિઓની જરુર છે, પરંતુ આપણે રચનાત્મક સમાધાન ઉપલબ્ધ કરાવવા માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પર નિર્ભર હોઈશું.

આપણે સ્થાનિક પરિસ્થિતિ અને વિરાસતના પ્રત્યે સંવેદનશીલતા સાથે શહેરી યોજનાઓમાં સુધારા માટે વધુ સારા વૈજ્ઞાનિક ઉપકરણો વિકસિત કરવા જોઈએ, જેનાથી પરિવહનની માગમાં પણ કમી આવે, ગતિશીલતામાં સુધારો થાય અને ભીડ-ભાડમાં ઘટાડો થાય.

આપણા મોટા ભાગના શહેરના મૂળભૂત ઢાંચાનું નિર્માણ થવાનું હજી બાકી છે. આપણે વૈજ્ઞાનિક સુધારાઓ સાથે સ્થાનિક સામગ્રીઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને ઈમારતોને ઊર્જાઓની દ્રષ્ટીએ વધુ કુશળ બનાવવી જોઈએ.

આપણે ઘન કચરા પ્રબંધન માટે વાજબી અને વ્યાવહારિક ઉકેલ શોધવાના છે, કચરામાંથી નિર્મિત સામગ્રી અને ઊર્જા બનાવવી, અને દૂષિત જળના પુન વપરાશ પર પણ ધ્યાન આપવું જોઈએ શહેરી કૃષિ અને પરિસ્થિતિ પર વધુ ધ્યાન આપવું જોઈએ. અને આપણા બાળકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ શહેરી હવા મળવી જોઈએ. સાથે જ આપણને એવા ઉકેલોની જરુર છે કે જે વ્યાપક અને વિજ્ઞાન તથા નવા વિચાર સાથે જોડાયેલા હોય.

અમને આપણા શહેરોને પ્રાકૃતિક આફતો પ્રત્યે વધુ પ્રતિરોધી અને પોતાના ઘરોને વધુ લચિલા બનાવવા માટે આપના સહયોગની જરૂર છે. એનો અર્થ ઈમારતોને વધુ કિફાયતી બનાવવાનો પણ છે.

સમ્માનિત પ્રતિનિધિઓ ,

આ ગ્રહનું ટકાઉ ભવિષ્ય માત્ર એ વાત પર નથી નિર્ભર કરતું કે આપણે ધરતી પર શું કરીએ છીએ, પરંતુ એના પર પણ નિર્ભર કરશે કે આપણે સમુદ્રો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ.

આપણા ગ્રહનો 70 ટકા ભાગ પર સમુદ્ર છે અને 40 ટકાથી વધુ વસતી અને વિશ્વના 60 ટકા મોટા શહેરો સમુદ્ર તટની 100 કિલોમીટરના દાયરામાં આવે છે.

આપણે નવા યુગના દ્વારે છીએ જ્યાં સમુદ્ર આપણી અર્થવ્યવસ્થાઓ માટે અત્યંત અહમ થઈ જશે. તેનો ટકાઉ ઉપયોગ સંપન્નતા લાવી શકે છે અને આપણને માત્ર માછલી પકડવા ઉપરાંત સ્વચ્છ ઊર્જા, નવી દવાઓ અને ખાદ્ય સુરક્ષા પણ આપી શકે છે.

આ જ કારણ છે કે હું નાના દ્વીપીય રાજ્યોનો મોટા સમુદ્રી રાજ્યો તરીકે ઉલ્લેખ કરું છું.

સમુદ્ર ભારતના ભવિષ્ય માટે પણ ખૂબજ અહમ છે કે જ્યાં 1300 દ્વીપ, 7,500 કિલો મીટર લાંબો સમુદ્ર કિનારો અને 24 લાખ વર્ગ કિલો મીટર વિશેષ આર્થિક ક્ષેત્ર આવે છે.

આ જ કારણ છે કે ગત વર્ષે અમે સમુદ્ર એટલે કે વાદળી (બ્લૂ) અર્થ વ્યવસ્થા પર અમારું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમે સામુદ્રિક વિજ્ઞાનમાં આપણા વૈજ્ઞાનિક પ્રયાસોનું સ્તર વધારીશું.

અમે સમુદ્ર જીવ વિજ્ઞાન અને જૈવ પ્રૌદ્યોગિકી માટે એક ઉન્નત શોધ કેન્દ્રની સ્થાપના કરીશું અને ભારત તથા વિદેશમાં એક તટીય અને દ્વીપ શોધ સ્ટેશનોનું નેટવર્ક પણ સ્થાપિત કરીશું.

અમે અનેક દેશો સાથે સામુદ્રિક વિજ્ઞાન અને સમુદ્ર આર્થવ્યવસ્થા પર સમજૂતી કરી છે. અમે 2016માં નવી દિલ્હીમાં ઓસન ઈકોનોમી એન્ડ પેસિફિક આઈસલેન્ડ કન્ટ્રીઝ (સમુદ્રી અર્થવ્યવસ્થા અને પ્રશાંત દ્વીપીય દેશો) પર એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરીશું.

સમ્માનિત પ્રતિનિધિઓ,

સમુદ્રની જેમ જ નદીઓની માનવ ઈતિહાસમાં અહમ ભૂમિકા રહી છે. સભ્યતાઓ નદીઓ દ્વારા જ વિકસી અને વધી છે. અને નદીઓ આપણા ભવિષ્ય માટે અહમ પણ રહેશે.

તેથી નદીઓના પુનરુદ્ધારની મારી પોતાના સમાજ માટે એક સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ ભવિષ્ય, આપણા લોકો માટે આર્થિક અવસરો અને આપણી ધરોહરના નવીકરણ માટેની પ્રતિબધ્ધતાનો અહમ હિસ્સો છે.

આપણે આપણું લક્ષ્ય હાંસલ કરવા માટે નિયમન, નીતિ, નિવેશો અને પ્રબંધનની જરુર છે. પરંતુ એવું માત્ર આપણી નદીઓને સ્વચ્છ બનાવીને જ નહીં, પરંતુ તેમને ભવિષ્યમાં પણ સ્વસ્થ બનાવી રાખીને જ શક્ય બનશે. એના માટે આપણે આપણા પ્રયાસોની સાથે ટેકનિક, એન્જિનિયરિંગ અને નવા વિચારને જોડવા પડશે.

આના માટે આપણે શહેરીકરણ, કૃષિ, ઔદ્યોગિકરણ અને ભૂમિગત જળના ઉપયોગ અને નદીઓના પ્રદૂષણના પ્રભાવની વૈજ્ઞાનિક સમજની જરુર છે.

નદી પ્રકૃતિની આત્મા છે. તેનું નવીનીકરણ ટકાઉ પર્યાવરણની દીશામાં એક મોટો પ્રયાસ હોઈ શકે છે.

ભારતમાં આપણે માનવતાને પ્રકૃતિના હિસ્સાની દ્રષ્ટીએ જોઈએ છીએ, ન એનાથી અલગ કે તેથી વધુ અને દેવતા પ્રકૃતિઓમાં વિભિન્ન રુપોમાં વિદ્યમાન છે.

આ રીતે સંરક્ષણ પ્રાકૃતિક રુપે જ આપણી સંસ્કૃતિ અને પરંપરા તેમજ ભવિષ્ય પ્રત્યે આપણી પ્રતિબધ્ધતા સાથે ઉંડાણથી જોડાયેલું છે.

ભારતમાં પરિસ્થિતિ જ્ઞાનની એક સંપન્ન ધરોહર છે. આપણી પાસે વૈજ્ઞાનિક સંસ્થાન અને માનવ સંશાધન છે, જેનાથી પ્રકૃતિના સંરક્ષણ પર નક્કર રાષ્ટ્રીય યોજનાઓને ગતિ આપી શકાય છે. આ વૈજ્ઞાનિક અધ્યયન અને પ્રક્રિયાઓ સાથે ઉંડાણથી જોડાયેલું છે.

સમ્માનિત પ્રતિનિધિઓ,

જો આપણે માનવ અને પ્રકૃતિની વચ્ચે તાલમેલ ઈચ્છીએ છીએ, તો આપણે પારંપરિક જ્ઞાનનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ.

વિશ્વભરમાં સમાજોએ યુગોથી મળેલા જ્ઞાનના જોરે પોતાની સંપન્નતા વધારી છે. અને તેમની પાસે આપણી અનેક સમસ્યાઓના આર્થિક, કુશળ અને પર્યાવરણને અનુકૂળ ઉકેલના રહસ્યો છે. પરંતુ આજે તે આપણી ભૂમંડળીકૃત દુનિયામાં સમાપ્ત થવાના આરે છે.

પારંપરિક જ્ઞાનની જેમજ વિજ્ઞાન પણ માનવ અનુભવો અને પ્રકૃતિની શોધના માધ્યમથી વિજ્ઞાનનો પણ વિકાસ થયો છે.

તેથી આપણે એ વિજ્ઞાનને પણ માન્યતા આપવી જોઈએ કે જે દુનિયા અંગે અનુભવજન્ય જ્ઞાનના રુપમાં તૈયાર થતું નથી.

આપણે પારંપરિક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચેના અતંરને દૂર કરવું જોઈએ જેનાથી આપણે આપણા પડકારો માટે સ્થાનિક અને વધુ ટકાઉ ઉકેલ તૈયાર કરી શકીએ છીએ.

તેથી કૃષિમાં જે રીતે આપણા ખેતરોને ઉપજાઉ બનાવીએ છીએ એ જ રીતે આપણા પાણીના ઉપયોગમાં પણ કમી કે પોતાની કૃષિ ઉપજમાં પોષક તત્વોને વધારવા પર કામ કરવું જોઈએ.

આપણે પારંપરિક ટેકનિકો, સ્થાનિક પધ્ધતિઓ અને જૈવિક કૃષિને એકીકૃત કરવી જોઈએ જેનાથી આપણી કૃષિમાં ઓછામાં ઓછા સંશાધનનો ઉપયોગ થાય અને તે વધુ તરલ હોય.

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આધુનિક દવાઓએ હેલ્થકેરને બદલી દીધુ છે. પરંતુ આપણે વધુ સારી જીવન શૈલી અને ઉપચારની રીતોમાં બદલાવ માટે વૈજ્ઞાનિક ટેકનિકો અને રીતોને પારંપરિક દવાઓ અને યોગ જેવી પ્રક્રિયાઓનો પણ ઉપયોગ કરવો જોઈએ.

AP/J.Khunt/GP