Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈઝરાયલની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (જુલાઈ 05, 2017)

ઈઝરાયલની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (જુલાઈ 05, 2017)

ઈઝરાયલની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (જુલાઈ 05, 2017)

ઈઝરાયલની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (જુલાઈ 05, 2017)


 મહામહિમ પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતાન્યાહુ,

મીડિયાના સભ્યો,

આભાર, મહામહિમ, તમારા ઉષ્મા-સભર શબ્દો બદલ આભાર,

આપે જે સમય અને મિત્રતા બાબતે જે અપવાદરૂપ ઉદારતા દાખવી છે તે બદલ પણ આભાર. તમે મને જે અદભૂત રાત્રી ભોજન આપ્યું છે તે સાચા અર્થમાં યાદગાર બની રહ્યું છે. શ્રીમતી નેતાન્યાહૂ એ રાત્રી ભોજનના યજમાન હતાં. શ્રીમતી નેતાન્યાહૂ, આપણી વચ્ચે ગઈ રાત્રીએ જે ચર્ચા થયેલી તેમાં મને તમારા પરિવાર અંગે અને તમારા દેશ અંગે એક નવી જ જાણકારી મળી. ખાસ કરીને શ્રીમતી નેતાન્યાહૂ, તમે તમારા પિતા અંગે જે વાત કરી તેનાથી મને તમારા સુંદર દેશ અંગે એક નવો જ ઉચ્ચ અનુભવ હાંસલ થયો. વિપરિત સ્થિતિનો સામનો કરીને તમારા દેશે જે પ્રગતિ સાધી છે તેથી ભારત તમારા લોકોની સફળતાને બિરદાવે છે. હું આ વિશિષ્ઠ મુલાકાત પ્રસંગે ઈઝરાયલમાં હોવાનું ગૌરવ અનુભવું છું. આપણી આધુનિક મજલમાં આપણા માર્ગો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ લોકશાહી મૂલ્યો અને આર્થિક પ્રગતિ અંગેની આપણી માન્યતાઓ એક સરખી જ છે.

મિત્રો,

આ મુલાકાત એ એક એવો પ્રસંગ છે કે જે,

  • આપણી મિત્રતાના નાતાને મજબૂત બનાવે છે
  • આપણા સંબંધો અંગે એક નવા જ પ્રકરણનું આલેખન કરે છે.
  • સંબંધોની નવી દુનિયા તરફ આપણને એક સાથે આગળ ધપાવે છે.

પ્રધાનમંત્રી નેતાન્યાહૂ અને આપણી વચ્ચે ફળદાયી ચર્ચાઓ થઈ છે, માત્ર દ્વિપક્ષી સંબંધો અંગે જ નહીં પણ તેમાં આપણો સહયોગ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ અસરકારક બની શકે તે અંગે ઘણી વ્યાપક બાબતો આવરી લેવાઈ છે.

આપણું ધ્યેય એવો સંબંધ બાંધવાનો છે કે જે આપણી સહિયારી અગ્રતાઓને પ્રતિબિંબિત કરે અને આપણા લોકો વચ્ચે એક મજબૂત સંબંધની સ્થાપના કરે

મિત્રો,

ઈનોવોશન, પાણી અને કૃષિ ટેકનોલોજી અંગે ઈઝરાયલ ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે. આ બધામાં ભારતના વિકાસ માટેના મારા અગ્રતા ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. હું સંમત થાઉં છું કે પાણી અને સાધનોના વપરાશમાં કાર્યક્ષમતા, જળસંચય અને તેનું શુધ્ધિકરણ તથા ખેતીની ઉત્પાદકતામાં વધારો આપણા દ્વિપક્ષી સંબંધોની મુખ્ય બાબતો છે. હું એવો મત ધરાવું છું કે આપણા વૈજ્ઞાનિકો અને સંશોધકો આ ક્ષેત્રોમાં સાથે મળીને એવા ઉપાયો વિકસાવશે, તેનું નિર્માણ કરશે અને બંને પક્ષોને લાભદાયક નિવડે તે રીતે તેનું અમલીકરણ કરશે. ઔદ્યોગિક સંશોધન ક્ષેત્ર માટે 40 અબજ યુએસ ડોલરનું દ્વિપક્ષી ટેકનોલોજી ઈન્નોવેશન ફંડ રચવાનો આપણો નિર્ણય આ ધ્યેય હાંસલ કરવામાં ખૂબ સહાયક બનશે. આ સબળ ભાગીદારીની ભૂમિકા ઉપર આપણા બંને દેશો વચ્ચે વેપાર અને મૂડીરોકાણનો પ્રવાહ ધમધમશે. પ્રધાનમંત્રી નેતાન્યાહુ અને હું આ દિશામાં વધુ ડગ માંડવા સંમત થયા છીએ. આવા પ્રયાસોમાં મુખ્યત્વે બંને તરફના બિઝનેસની આગેવાની રહેશે. આવતી કાલે મળનારા સીઈઓ ફોરમમાં પણ તે આપણો સંદેશો બની રહેશે.

મિત્રો,

ભારત અને ઈઝરાયલ વિકટ ભૌગોલિક સ્થિતિ ધરાવે છે. પ્રાદેશિક શાંતિ સામેના વ્યૂહાત્મક જોખમોથી અમે માહિતગાર છીએ. ભારતે આતંક દ્વારા પ્રસરાવાયેલી હિંસા અને વેર ભાવનાનો નિકટથી અનુભવ કર્યો છે. ઈઝરાયલમાં પણ આવી જ હાલત છે. પ્રધાનમંત્રી નેતાન્યાહુ અને હું અમારા વ્યૂહાત્મક હિતોની સુરક્ષા માટે ઘણાં બધા કદમ ઉઠાવવા તથા સાયબર સ્પેસ સહિત અનેક ક્ષેત્રોમાં વધતી જતી ઉદ્દામવાદી પ્રવૃત્તિ અને આતંકવાદનો સામનો કરવા સંમત થયા છીએ. અમે પશ્ચિમ એશિયાની તથા વ્યાપક વિસ્તારોની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી છે. ભારતની આશા છે કે શાંતિ, સંવાદ, અને નિયંત્રણ વિસ્તરશે.

મિત્રો,

આપણા દેશો એક બીજા માટે કુદરતી ઉષ્માને સ્નેહાકર્ષણ ધરાવે છે. ભારતીય મૂળનો યહૂદી સમુદાય અમને આ નાતાની યાદ અપાવે છે. તે ભવિષ્યની સંયુક્ત ભાગીદારી અંગે પણ માર્ગ ચીંધે છે. તાજેતરના વર્ષોમાં ભારતમાં ઈઝરાયલમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે અને વધુને વધુ સંખ્યામાં ભારતના વિદ્યાર્થીઓ તમારી ઉત્તમ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન કરવાનુ પસંદ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આ નવી અને પૂરાણી, કડીઓની તાકાત આપણે એકવીસમી સદીની જે ભાગીદારીના મંડાણ તરફ આગળ વધી રહ્યા છીએ તેને બળ આપશે.

મિત્રો,

અહીંથી આશરે 150 કિલો મીટર દૂર ઈઝરાયલના હૈફા શહેરમાં ઈતિહાસની એક ઝાંખી જોવા મળે છે. તે મારા દેશને ખૂબ જ પ્રિય છે. આ જગા પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે આ શહેરની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતના 44 સૈનિકો માટે અંતિમ વિરામની જગા બની હતી. આવતી કાલે અમારા બહાદૂર ભારતીય જવાનોને અંજલિ આપવા હું હૈફાના પ્રવાસે જવાનો છું.

મહામહિમ નેતાન્યાહુ,

 ઈઝરાયલમાં મારા 24 કલાક ખૂબ જ ફળદાયી અને યાદગાર બની રહ્યા છે. મને ખાતરી છે કે મારૂં બાકીનું રોકાણ પણ એટલું જ રોમાંચક બની રહેશે. આ પ્રસંગે હું તમને અને શ્રીમતી નેતાન્યાહુને પરિવાર સાથે ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવું છું. ફરી એક વાર હું આપના ઉષ્માભર્યા આવકાર અને આગતા-સ્વાગતા બદલ આભાર માનું છું.

આપનો આભાર

આપનો આભાર, શાલોમ !

 

AP/J.Khunt/TR/GP