Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇરાનના વિદેશમંત્રી ડૉ. જવાદ ઝરીફે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી


 

રાઈસીના સંવાદ 2020મા ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવેલા ઇરાનના વિદેશમંત્રી ડૉ. મોહમદ જવાદ ઝરીફ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાહતા.

PM India

ભારતમાં ડૉ.જવાદ ઝરીફનું સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બર, 2019માં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ રૂહાનીની સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થયેલ વાતચીતને યાદ કરી હતી. તેમણે ઈરાનની સાથે મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસિત કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચારકર્યો હતો. તેમણે ચાબહાર પ્રોજેક્ટની પ્રગતિ તેમજ તેને વિશેષ આર્થિક ક્ષેત્ર તરીકે નિયુક્ત કરવામાટે ઈરાની નેતૃત્વનો આભાર માન્યો હતો.

વિદેશમંત્રીએક્ષેત્રમાં તાજેતરમાં થયેલ વિકાસ અંગે પોતાના વિચારોપ્રસ્તુત કર્યા હતા.પ્રધાનમંત્રીએ ક્ષેત્રમાં શાંતિ, સલામતી અને સ્થિરતામાં ભારતના મજબૂત હિતનો ઉલ્લેખ કર્યોહતો.

 

RP/BT