Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ વચ્ચેના સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રિય કેબિનેટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ)  અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (સીએ એએનઝેડ) વચ્ચે થયેલા તાજા સમજૂતિ કરારને મંજૂરી આપી હતી.
અસરોઃ
આઇસીએઆઈના સદસ્યોને બંને એકાઉન્ટિંગ સંસ્થાઓ વચ્ચેના કાર્યરત સંબંધોને વિકસાવવા અને તેમના વ્યવસાયિક સંબંધો વિસ્તારવાની તક પૂરી પાડવાની અપેક્ષા સાથે તમામ સદસ્યો. વિદ્યાર્થીઓના હિતમાં સાનુકૂળ લાભકારક સંબંધો વિકસાવવાનો એમઆરએનો હેતુ છે. વૈશ્વિક વાતાવરણમાં આ વ્યવસાય જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેને પહોંચી વળવા માટે બંને એકાઉન્ટિંગ સંસ્થાઓને આગેવાનની જવાબદારી અદા કરવાની તક મળી રહેશે.
લાભોઃ
બંને દેશની સંસ્થાઓના પરસ્પર જોડાણથી ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે રોજગારીની વિપુલ માત્રામાં તક પેદા થઈ છે અને તેનાથી ભારતમાં મોટા પ્રમાણમાં નાણું આવી શકશે.
વિગતોઃ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ)  અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (સીએ એએનઝેડ) વચ્ચે થયેલા સમજૂતિ કરાર બંને સંસ્થાઓ વચ્ચે એક સેતુ બનીને લાયકાતોને સાનુકૂળ રીતે પારખીને સદસ્યોને પ્રવેશ આપશે. આઇસીએઆઈ અને સીએ એએનઝેડ એકાઉન્ટિંગના જ્ઞાન, વ્યવસાય અને બુદ્ધિ ચાતુર્યના વિકાસને વેગ આપવાના માળખાની રચના માટે સાથે મળીને કાર્ય કરશે. તેઓ સદસ્યના હિતોની જાળવણી ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં એકાઉન્ટિંગ વ્યવસાયના વિકાસમાં હકારાત્મક યોગદાન આપવા માટે પ્રયાસો કરશે.
અમલીકરણ રણનીતિ અને લક્ષ્યાંકોઃ
 આ એમઓયુ એકબીજી સંસ્થાના સદસ્યોની લાયકાત અને ઓળખ માટે પરસ્પર માન્યતા આપે છે. જેમણે બંને પક્ષની જરૂરિયાત મુજબ પરીક્ષા પાસ કરીને, વ્યવસાયિક પ્રોગ્રામ અને વ્યવહારિક અનુભવને આધારે આ સદસ્યતા હાંસલ કરી છે.
પૃષ્ઠભૂમિઃ
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આસીએઆઈ) એ ભારતીય સંસદના એક્ટ હેઠળ રચાયેલી એક કાનૂની સંસ્થા છે જેની ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ 1949 હેઠળ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયને નિયંત્રિત કરવા માટે સ્થાપના કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓસ્ટ્રેલિયા અને ધ ન્યૂઝીલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના ઓક્ટોબર 2014માં થયેલા વિલીનીકરણ બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (સીએ એએનઝેડ)ની રચના કરવામાં આવી હતી.

SD/GP/JD/PC