Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ

આસિયાન – ભારત શિખર સંમેલનના પ્રસંગે પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન વક્તવ્યનો મૂળ પાઠ


મહામહિમ પ્રધાનમંત્રી શ્રી મોહમ્મદ નજીબ બિન તુન અબ્લુદ રજ્જાક,

મહામહિમ,

પ્રધાનમંત્રી મહોદય આ શિખર સંમેલનની યજમાની માટે ધન્યવાદ. હું આ ઉત્કૃષ્ઠ વ્યવસ્થા તથા આતિથ્યની સાથે સાથે આસિયાન – પૂર્વી એશિયા શિખર સંમેલનમાં તમારા નેતૃત્વની અત્યંત સરાહના કરું છું.

એક બેવડી ત્રાસદીમાંથી બહાર આવીને મલેશિયાએ પોતાને મજબૂતીથી પરત લાવવાના સંકલ્પનું પ્રદર્શન કર્યું છે.

કુઆલાલંપુર એશિયન પુનરુત્થાન તથા ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યના પ્રતિક છે.

આસિયાન સમુદાયના જન્મના એક ઐતિહાસિક પ્રસંગ પર શુભકામનાઓ.

હંમેશાની જેમ, આસિયાન ક્ષેત્રીય સહયોગ તથા અખંડતા માટે પ્રેરણા તથા નેતૃત્વ બંનેનું પ્રદાન કરી રહ્યું છે, તથા ભારતના દ્રષ્ટિકોણથી એશિયા તથા પ્રશાંત ક્ષેત્રમાં એકીકરણ માટે આસિયાનના મૂલ્ય તથા નેતૃત્વ કેન્દ્ર બિન્દુ બનીને રહેશે.

મહામહિમ મને બીજા આસિયાન – ભારત શિખર સંમેલનમાં ફરીથી આવવા બદલ પ્રસન્નતા છે. હું ને.પી. તાવમાં ગયા શિખર સંમેલનમાં મેં આપણા સંબંધોની શક્તિ તથા ભાગીદારીની ક્ષમતાને જોઇ હતી. તથા એનાથી પણ વધારે મહત્વપૂર્ણ હતું. ભારત – આસિયાનની ભાગીદારી પ્રત્યે તમારા દ્વારા વ્યક્ત કરવામાં આવેલી વચનબદ્ધતા તથા વિશ્વાસ.

અાપણે ઘણા વૈશ્વિક પડકારો, આર્થિક અનિશ્ચિતતાઓ, રાજકિય અશાંતિ તથા સુરક્ષા ખતરાના સમયે મળી રહ્યા છીએ.

આ મુશ્કેલ ઘડીમાં ભારત – આસિયાન આશાના ઉજ્જવળ સ્વરૂપ છે.

ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાઓમાં આગળ છે. વિકાસ દર 7.5 ટકાને અડી રહ્યો છે અને તેની વધવાની સંભાવનાઓ છે. અમારી મુદ્રાસ્ફ્રીતિની સાથે સાથે અમારા નાણાકિય તથા વિદેશી ખોટમાં પણ કમી આવી છે. અમારા વેપાર તથા આંતરરાષ્ટ્રીય વિશ્વાસમાં ઝડપથી વૃદ્ધિ આવી છે.

ભારતમાં પરિવર્તનનો માપદંડ વિશાળ છે અને એટલા માટે ભારતમાં આર્થિક અવસરોની તક પણ વ્યાપક છે.

અને હવે અમારી પાસે ખુલ્લુ તથા સ્વાગતનો એક માહોલ પણ છે. આ વિશ્વ બેન્કના વેપારને આસાન બનાવવાની નીતિમાં ભારતની શ્રેણીને ઝડપથી આગળ લાવવાની પ્રતિબદ્ધતા કરે છે અને અમે ગતિ તથા સાહની સાથે પોતાના સુધારાઓને જારી રાખીશું.

આસિયાન દેશોની અર્થવ્યવસ્થાનું ગતિશીલતા તથા ઉર્જાની સાથે આગળ વધવું જરૂરી છે. નિસંદેહ આપણે પોતાના 1.9 અબજ લોકોની સમૃદ્ધિને સુદ્રઢ કરીશું.

મહામહિમ,

મને પ્રસન્નતા છે કે એક સ્થાયી ઘટાડા બાદ આપણો વેપાર 2014-15માં લગભગ 760.5 બિલિયન અમેરિકન ડોલર સુધી વધ્યો છે અને એ જ ગતિમાં રોકાણ પણ આસિયાન આંતિરક તથા બાહ્ય બંને મામલામાં સૌથી મોટા રોકાણનું સહભાગી બન્યું છે. જોકે આર્થિક ભાગીદારી માટે ખૂબ જ ક્ષમતાઓનો લાભ ઉઠવવાનો બાકી છે. મને વિશ્વાસ છે કે જેમ અમારી અર્થવ્યવસ્થાઓએ વૃદ્ધિ કરી છે એવી જ રીતે અાપણા વેપાર તથા રોકાણ પણ વ્યાપક થશે.

મહામહિમ,

હું સહયોગના પોતાના માળખાની પ્રગતિ પ્રત્યે પણ આશ્વસ્ત છું. આ સંદર્ભમાં જુલાઇ 2015માં સેવાઓ તથા રોકાણના કરાર આપણા વેપાર માટે ખૂબ જ મહત્વના પગલા છે. આપણે એક સમતુલિત તથા મહત્વકાંક્ષી ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારીના કરાર માટે વાર્તાની દિશામાં પ્રગતિ પ્રત્યે પણ આશ્વસ્ત છીએ જેમાં માલ તથા સેવાઓની સાથે સાથે રોકાણ પણ સામેલ હશે.

સાથેની સમૃદ્ધિ માટે સંપર્ક પણ એક મુખ્ય માર્ગ છે. ત્રિપક્ષીય રાજમાર્ગ પરિયોજના સારી પ્રગતિ કરી રહ્યું છે તથા તેને 2018 સુધી પૂર્ણ કરી લેવી જોઇએ. આપણે ભારત તથા આસિયાન વચ્ચે ભૌતિક ડિઝિટલ સંપર્કને પ્રોત્સાહિત કરનારી પરિયોજનાઓ માટે 1.0 બિલિયન અમેરિકન ડોલરની લોન સહાયતા માટે પ્રતિબદ્ધ થવાનો પણ પ્રસ્તાવ મુકીએ છીએ.

જેમ કે ભૂતકાળમાં અમે કંબોડિયા, લાઓસ, મ્યાનમાર તથા વિયેટનામની સાથે પોતાની ભાગીદારી પર વિશેષ બળ આપ્યું હતું.

ક્ષમતા સંવર્ધન પરિયોજનાઓના ક્ષેત્રમાં આપણી ભાગીદારી એમાં વિસ્તાર કરશે. આ ઉપરાંત સીએલએમસવી દેશોમાં નિર્માણ કેન્દ્રોને વિકસીત કરવા માટે અમારી એક વિકાસ પરિયોજના કોષ બનાવવાનો ઇરાદો છે.

મહામહિમ, વિજ્ઞાન તથા ટેક્નોલોજી તથા અભિનવ આપણા સહયોગ તથા આપણી ભાગીદારીઓને સમર્થન આપવામાં એક મજબૂત સ્તંભનું કાર્ય કરે છે. આપણે આસિયાન – ભારત તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિકાસ કોષને વર્તમાન એક મિલિયન અમેરિકન ડોલરથી વધારીને 5 મિલિયન અમેરિકન ડોલર કરીશું. આપણે ઓછા ખર્ચ ટેક્નિકલ લોકોના વ્યવસાયીકરણ, ટેક્નિકલ હસ્તાંતરણ તથા અનુસંધાન અને વિકાસની પરિયોજનાઓની સુવિધા આપવા માટે એક આસિયાન – ભારત અભિનવ મંચના નિર્માણનો પણ ઇરાદો ધરાવીએ છીઅે.

વિયેતનામમાં અંતરિક્ષના ક્ષેત્રમાં અમારી સહયોગી પરિયોજના મજબૂત પ્રગતિ તરફ છે. હું ટૂંક સમયમાં જ તે યોજના પૂરી થશે તેનો અાપને વિશ્વાસ આપું છું. ભારતે સ્વદેશમાં નિર્મિત જીપીએસ સહાયતા પ્રાપ્ત ભૂમિ સંવર્ધિત નેવિગેશન અથવા આકાશી સેવાઓની પણ આસિયાનને પ્રસ્તુત કરી છે, જે સૂચના સુવિધાઓ તથા સ્થિતિ નિર્ધારણની સહાયતાના મામલામાં ઉન્નત નેવિગેશન ટેકનિક પ્રદાન કરે છે.

હું મહાસાગર અથવા નીલ અર્થવ્યવસ્થાના લાંબાગાળાના વિકાસમાં સહયોગ કરવાનો પણ પ્રસ્તાવ આપું છું. આ આપણી ભવિષ્યની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ સંચાલકની સાથે સાથે ખાદ્ય સુરક્ષા, ચિકિત્સા તથા સ્વચ્છ ઉર્જાનો એક સ્ત્રોત બનશે. ભારત ખૂબ જ મહાસાગરીય દેશોની સાથે સહયોગ સંબંધ સ્થાપિત કરી ચૂક્યો છે.

મહામહિમ, અાપણા અનુસંધાન તથા અભિનવ પ્રયાસોમાં સમાન પડકારો, વ્યાપક શહેરીકરણ તથા મોટા શહેરોની સાથે સાથે ભવિષ્યના કૌશલ્ય, ખાદ્ય સુરક્ષા, જળ તથા સ્વાસ્થ્ય સુવિધાઓએ પણ સામેલ થવું જોઇએ.

જળવાયુ પરિવર્તન એક વૈશ્વિક ચિંતાનો વિષય છે. ભારતે મહત્વકાંક્ષી સ્વચ્છ ઉર્જા યોજનાઓ તૈયાર કરી છે, જેમાં 2022 સુધી અક્ષય ઉર્જાની 175 ગીગાવોટ વધારાની ક્ષમતા તથા 2030 સુધી બિનજીવાષ્મ ઇંધણના માધ્યમથી ઉર્જાના 40 ટકા ભાગને પ્રાપ્ત કરવાની યોજના સામેલ છે.

મહામહિમ, અમે પોતાની સંસ્થાઓમાં અક્ષય ઉર્જાના 100થી વધારે કાર્યશાળાઓની પ્રસ્તુતિ કરવા પર પણ પ્રસન્નતા થશે.

મેં 122 સૌર સમૃદ્ધ દેશોના એક આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો પણ પ્રસ્તાવ આપ્યો છે જેનો શુભારંભ 30 નવેમ્બરે પેરિસમાં, તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઓલાંદ કરશે. અમે આ ગઠબંધનમાં તમારી ભાગીદારી પ્રત્યે પણ આશ્વસ્ત છીએ.

મહામહિમ,

હું આપણા સંબંધોના સાંસ્કૃતિક સ્તંભોને ફરીથી વધારે મજબૂત બનાવવાના સામૂહિક પ્રયાસોને પણ ખૂબ જ મહત્વ આપું છું. આસિયાન – ભારત સાંસ્કૃતિક સંબંધો પર નવી દિલ્હી જુલાઇમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું. અમે પૂર્વની તરફ પોતાના ગેટવે શિલોન્ગમાં ઉત્તર-પૂર્વી વિશ્વવિદ્યાલયમાં એક આસિયાન અધ્યયન કેન્દ્ર ખોલવાનો પ્રસ્તાવ કરી રહ્યા છીએ. મને પ્રસન્નતા છે કે ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ માટે આ વર્ષે ગઠિત થયેલા પ્રતિષ્ઠિત પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા આસિયાનના મહાસચિવ મહામહિમ લે. લુઓંગ. મિન્હ માટે પ્રસન્નતા વ્યક્ત કરું છું.

ભારત જલદીથી જ તમામ દસ આસિયાન દેશોને ઇલેક્ટ્રોનિક વિઝા સુવિધાનો વિસ્તાર કરશે

મહામહિમ,

આપણા ભવિષ્યની સમૃદ્ધિ અમારા ક્ષેત્ર, મહાસાગરો, અંતરિક્ષ તથા સાઇબર વિશ્વની સુરક્ષા તથા સ્થિરતાની અણી પર ટકેલી છે. જાન્યુઅારી 2015માં આપણે પ્રથમ આસિયાન – ભારત સાઇબર સુરક્ષા સંમેલનનું આયોજન કર્યું હતું. જે આ ક્ષેત્રમાં સહયોગનો એક મહત્વપૂર્ણ આધાર હશે.

ભારત સમુદ્રના કાયદા પર 1982 સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન સહિત આંતરરાષ્ટ્રીય કાયદા સ્વીકૃત સિદ્ધાંતોના અનુરૂપ બેરોકટોક વેપાર તથા નેવિગેશનની આઝાદી માટે પ્રતિબદ્ધતામાં આસિયાનની સાથે છે. ક્ષેત્રીય વિવાદોને શાંતિપૂર્ણ રીતે હલ કરવો જોઇએ.

ભારતને આશા છે કે દક્ષિણ ચીન સાગરમાં વિવાદ સાથે સંકળાયેલા તમામ પક્ષો આચરણ પર જાહેરાતના કાર્ય માટે નક્કી કરેલા દિશા – નિર્દેશોનું પાલન કરશે તથા આ મામલામાં એક સામાન્ય સહેમતિ બનાવવા માટે આચાર સંહિતાને જલદીથી અપનાવવા માટે પોતાના પ્રયાસોમાં વધારો કરશે.

અાપણે સમુદ્રી સુરક્ષા, સમુદ્રી લૂંટ સામે મુકાબલો, માનવીય તથા આપદા રાહતમાં સહયોગની વિશેષ યોજનાઓને પણ વિકસીત કરવી જોઇએ.

આતંકવાદ આપણા સહુની સમક્ષ એક મુખ્ય વૈશ્વિક પડકાર બનીને સામે ઉભો છે. આપણે આસિયાન સભ્યોની સાથે ઉત્કૃષ્ઠ દ્વીપક્ષીય સહયોગ રાખીએ છીએ અને આપણે એ જોવું જોઇએ કે આપણે ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદ સામે લડવા માટે પોતાના સહયોગોને કેવી રીતે વધારી શકીએ છીએ. એના માટે આપણે આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર એક વ્યાપક કન્વેન્શનને સ્વીકારવા પર સમર્થન આપવું જોઇએ.

મહામહિમ, ઝડપથી બદલાઇ રહેલી ક્ષેત્રીય વ્યવસ્થાઓ તથા અનિશ્ચિત સમયના આ ગાળામાં એક શાંતિપૂર્ણ તથા સમૃદ્ધ ભવિષ્ય માટે અમે ક્ષેત્રની રૂપરેખાને નિર્ધારિત કરવાના મામલામાં આસિયાનના નેતૃત્વને લઇને પણ આશાન્વિત છીએ.

મહામહિમ તમારી ઉપસ્થિતિમાં ધન્યવાદની સાથે હું ભારતની આ પ્રતિબદ્ધતાને ફરીથી જણાવીને પોતાના સંબોધનનું સમાપન કરવા માગીશ કે ભારત આ ભાગીદારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે તથા એના માટે આપણે જાકાર્તામાં આસિયાન હેતુ એક સ્થાયી મિશનનો શુભારંભ કરી દીધો છે.

આપણે સહયોગી એજન્ડામાં ભવિષ્યમાં કેવા પ્રકારથી વિકસીત કરી શકીએ છીએ તે વિષય પર હું તમારા વિચારો સાંભળવા માટે તત્પર છું.

ધન્યવાદ.

UM/J.Khunt