Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસામને ઓઈલ અને કુદરતી ગેસના કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે: પ્રધાનમંત્રી

આસામને ઓઈલ અને કુદરતી ગેસના કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે: પ્રધાનમંત્રી

આસામને ઓઈલ અને કુદરતી ગેસના કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે: પ્રધાનમંત્રી

આસામને ઓઈલ અને કુદરતી ગેસના કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રીએ ગુવાહાટીની મુલાકાત લીધી, નોર્થ ઇસ્ટ ગેસ ગ્રિડનો શિલાન્યાસ કર્યો, અનેકવિધ વિકાસ પરિયોજનાનું અનાવરણ કરવામાં આવ્યું

એનડીએ સરકાર પૂર્વોત્તરના રાજ્યોની સંસ્કૃતિ, સંસાધનો અને ભાષાની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ અરુણાચલ, આસામ અને ત્રિપુરાની મુલાકાતના ભાગરૂપે ગુવાહાટીની મુલાકાત લીધી હતી. તેમણે પૂર્વોત્તર ગેસ ગ્રિડનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે રાજ્યમાં અનેકવિધ વિકાસ કાર્યોનું પણ અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આજે પૂર્વોત્તરના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. આ પ્રદેશનો ઝડપી વિકાસ અમારી સરકારની મુખ્ય પ્રાથમિકતા છે અને આસામ એ પ્રગતિના પંથે છે, પૂર્વોત્તર માટેની અમારી પ્રતિબદ્ધતા આ વખતના બજેટમાં જોવા મળી છે કારણ કે પૂર્વોત્તરને કરવામાં આવતી ફાળવણી 21 ટકા જેટલી વધારવામાં આવી છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર પૂર્વોત્તર રાજ્યોના સંર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તેમણે લોકોને ખાતરી આપી કે તે તેમની સંસ્કૃતિ, સંસાધનો અને ભાષાનું સંરક્ષણ પ્રદાન કરશે. નાગરિકતા બિલ અંગે પ્રધાનમંત્રીએ લોકોને વિનંતી કરી કે તેઓ સીટીઝનશીપ બીલને લગતી અફવાઓથી ભ્રમિત ન થાય. તેમણે કહ્યું, “36 વર્ષ પસાર થઇ ગયા છે પરંતુ આસામ સમજૂતીનો હજી સુધી અમલ કરવામાં નથી આવ્યો અને માત્ર મોદીના નેતૃત્વમાં ચાલતી સરકાર તેને પૂર્ણ કરશે.” પ્રધાનમંત્રીએ રાજકીય પક્ષોને રાજકીય ઉદ્દેશ્યો માટે અને વોટ બેંક માટે આસામના લોકોની લાગણી સાથે રમત ન રમવા વિનંતી કરી હતી. તેમણે પૂર્વોત્તરના રાજ્યોના લોકોને પણ ખાતરી આપી હતી કે તેમના રાજ્યને નાગરિકતા કાનુન (સુધારા) થી કોઈ  નુકસાન નહીં પહોંચે. તેમણે ઉમેર્યું કે અમે ખાતરી આપીએ છીએ કે આસામ સમજૂતીનું અમલીકરણ કરવાની તમારી માંગણી પૂરી થશે.

ભ્રષ્ટાચાર વિષે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “ચોકીદાર ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી કરી રહ્યો છે, અગાઉની સરકારનાં સમયમાં ભ્રષ્ટાચારને એક સામાન્ય ગતિવિધિ માનવામાં આવતી હતી પરંતુ અમે આ દુષ્કર્મને સમાજમાંથી ઉખાડીને ફેંકી રહ્યા છીએ.”

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તર ગેસ ગ્રિડનો શિલાન્યાસ કર્યો હતો કે જે સમગ્ર પ્રદેશમાં અવિરતપણે કુદરતી ગેસના પુરવઠાની ખાતરી આપશે અને પ્રદેશમાં ઔદ્યોગિક વૃદ્ધિને ગતિ આપશે. તેમણે તિનસુખિયામાં હોલોંગ મોડ્યુલર ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું, જે આસામમાં ઉત્પન્ન થતા કુલ ગેસનો 15 ટકા ભાગ પૂરો પાડશે. પ્રધાનમંત્રી ઉત્તર ગુવાહાટીમાં એલપીજી ક્ષમતા ઓગ્મેન્ટેશન ઑફ માઉન્ટેડ સ્ટોરેજ વેસલનું પણ ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા નુમાલીગઢ ખાતે એનઆરએલ બાયો રીફાઈનરી અને બરુઆનીથી ગુવાહાટી સુધી 729 કિલોમીટર લાંબી ગેસ પાઈપલાઈન કે જે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામમાં થઇને પસાર થાય છે તેનું પણ ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમગ્ર ભારતમાં નિર્માણ પામનાર કુલ 12 બાયોરિફાઈનરીઓમાં સૌથી વિશાળ હશે. આ સુવિધાઓ આસામને ઓઈલ અને કુદરતી ગેસના કેન્દ્ર તરીકે બદલી નાખશે અને ભારતના અર્થતંત્રમાં વૃદ્ધિ કરશે, 10 ટકા સુધી ઇથેનોલનું મિશ્રણ કરવાની સરકારની યોજનાઓ વિષે પણ એમણે વાત કરી.

તેમણે કામરૂપ, કાચેર, હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓમાં સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું, “2014માં આશરે 25 લાખ જેટલા પીએનજી જોડાણો હતા કે જે માત્ર ચાર વર્ષના સમયગાળામાં વધીને 46 લાખ થયા છે. આ જ સમયગાળામાં સીએનજી રિફ્યુઅલિંગ સ્ટેશનોની સંખ્યા પણ 950 થી વધીને 1500 સુધી પહોંચી ગઈ છે.”

પ્રધાનમંત્રીએ બ્રહ્મપુત્ર નદી પર છ માર્ગીય પુલના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આજે અમે બ્રહ્મપુત્રા નદી પર છ લેનના ધોરીમાર્ગનું કામ શરુ કરી દીધુ છે, જે બે નદી કિનારાઓ વચ્ચે જવા માટે લાગતા 1.30 કલાકના સમયગાળાને ઘટાડીને 15 મિનીટનો કરી દેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેમને ગર્વ છે કે તેમની સરકારે ગોપીનાથ બોર્દોલોઈ અને ભૂપેન હઝારિકાને ભારત રત્નનો પુરસ્કાર આપ્યો છે. તેમણે કહ્યું કે ભૂપેન હઝારિકા આ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે જીવિત નથી. આ કાર્ય પહેલા ન થઈ શક્યુ કારણ કે ભારત રત્નનો પુરસ્કાર કેટલાક લોકો માટે જ્યારે તેઓ જન્મ લેતા ત્યારથી જ સુરક્ષિત રહેતો હતો. ખરેખર જે લોકોએ રાષ્ટ્રને ગૌરવ અપાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેમનું સન્માન કરવામાં દાયકાઓ લાગી ગયા છે.”

 

RP