Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસામના દિબ્રુગઢમાં લેપેટકાટા ખાતે બીપીસીએલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

s2016020576682


શ્રીમાન તરૂણ ગોગોઈ જી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા પ્યારા ભાઈઓ અને બહેનો

આજે દિબ્રુગઢમાં બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે. અને આ મહત્વપૂર્ણ એટલા માટે છે કે આની અંદર પ્રાકૃતિક સંપદાનું મૂલ્ય ઉમેરાય છે અને આસામના નવયુવાનો માટે રોજગારના અનેક-અનેક અવસર ઉપલબ્ધ થઈ રહ્યા છે. આ બંને પ્રોજેક્ટના કારણે આખા હિન્દુસ્તાનમાં સ્વાભાવિક આનંદ છે તો આસામમાં સર્વે આનંદ છે. કેમકે આ રાષ્ટ્રની વિકાસ યાત્રામાં બળ આપે છે. હવે ખરેખર મને તો આ પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો અવસર મને મળવો નહોતો જોઈતો. કદાચ આ એકમ આજે થી 25 વર્ષ પહેલા થઈ ગયું હોત એ સમયના પ્રધાનમંત્રીને આનો અવસર મળ્યો હોત, તો અહીં પર આટલા નવા નવા ઉદ્યોગો આવ્યા હોત, અહીં એટલા લોકોને રોજગાર મળ્યો હોત, અને પાછલા 25 વર્ષમાં અહીં સર્વે આનંદનો માહોલ હોત.

પરંતુ ક્યારેક ક્યારેક મને લાગે છે બહુ બધા સારા કામ, એને પૂરા કરવાનું કદાચ મારા જ સૌભાગ્યમાં લખ્યું છે, આપણા દેશમાં એક સૌથી મોટો પડકાર એ છે, આપણે યોજનાઓને સમયથી પહેલા વિચારી નથી શકતા, કદાચ મજબુરીથી વિચારીએ તો યોજના પરિપૂર્ણ કરવાનો રોડમેપ નથી બનાવી શકતા, પછી પણ થઈ ગયું તો જાહેરાત કરીએ છીએ, જાહેરાત કર્યા પછી વર્ષો-વર્ષ શિલાન્યાસ માટે રાહ જોવાય છે, શિલાન્યાસ થયા બાદ પૂર્ણ થવામાં વર્ષો લાગી જાય છે અને પછી લોકો ભૂલી જાય છે, ત્યારે જઈને ઉદ્ઘાટન કરવાની પરિસ્થિતિ આવે છે. અને એના કારણે જે કામનો ખર્ચ 500 કરોડ થવો જોઈએ તે 1000-1100 કરોડ સુધી પહોંચી જાય છે. અને આટલા વિલંબના કારણે દેશના અર્થકારોને જે નુકશાન થાય છે, તેનો તો કોઈ હિસાબ જ નથી. કદાચ આજે એજ પ્રોજેક્ટ જ 25 વર્ષ પહેલા પૂરો થયો હોત અને 25 વર્ષ પહેલા તેનું ઉદ્ઘાટન થયું હોત, તો કદાચ આજે અહીં પર બીજી પેઢીના લોકોને રોજગાર મળવાનું શરૂ થઈ ગયું હોત, એક આખી પેઢી બિચારી જતી રહી. અને એટલે જ આપણી સરકારનો પ્રયત્ન છે કે વિચાર કોઈને પણ આવ્યો હોય, સપનું કોઈને પણ આવ્યું હોય, શિલાન્યાસ કોઈએ પણ કર્યો હોય, પરંતુ દેશનું ભલું એમાં જ છે, કે આપણે આ બધી વસ્તુઓને પરિપૂર્ણ કરીએ અને લોકોના સ્વપનોને સાકાર કરીએ. અને એટલે જ હું ભારત સરકારમાં એક પ્રગતિ કાર્યક્રમ ચલાવું છું આજકાલ. અને રાજ્યોના મુખ્યસચિવોની સાથે વિડ્યો કોન્ફરન્સથી પોતે વાત કરું છું અને આવા જે અટકેલા પ્રોજેક્ટ છે, કોઈને કોઈ કારણથી રોકાઈ પડ્યા છે, આવા સ્થગિત પ્રોજેક્ટને ગતિ આપવા માટે એક ખાસ પ્રયાસ કરું છું.

પાછલા દિવસોમાં કેટલાક સમાચારોએ લખ્યું હતું કે લાખો-કરોડોને સ્થગિત પ્રોજેક્ટો હવે એ કેદખાનાથી બહાર નિકળ્યા છે, અને ખૂબ ઝડપથી પરિપૂર્ણ થવા માટે આગળ વધી રહ્યા છે. આમાં આ પ્રોજેક્ટો પણ છે જેનું આજે ઉદ્ઘાટન સંભવ થયું છે. આવનારા દિવસોમાં પણ મારું સ્પષ્ટ માનવું છે કે ભારતની જો પ્રગતિ કરવી છે, ખૂબ ઝડપથી પ્રગતિ કરવી છે, સમય રહેતા કદાચ પ્રગતિ કરવી છે, તો ભારતનો સર્વાંગી વિકાસ થવો જોઈએ.

એવું નથી થઈ શકતું કે હિન્દુસ્તાનના પશ્ચિમી ક્ષેત્ર છે, તેનો વિકાસ હોય, કેરળમાં હોય, કર્ણાટકમાં હોય, ગોવામાં હોય, મહારાષ્ટ્રમાં હોય, રાજસ્થાનમાં હોય, દિલ્હીમાં હોય, હરિયણામાં હોય, પંજાબમાં હોય, જમ્મુ કાશ્મીરમાં હોય પરંતુ હિન્દુસ્તાનના જે પૂર્વી ક્ષેત્રો છે, ઉડીસા હોય, પૂર્વી ઉત્તર પ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય, બિહાર હોય, આસામ હોય, નોર્થ ઈસ્ટના અન્ય રાજ્ય હોય, તેનો વિકાસ ના થયો હોય તો હિન્દુસ્તાનનો વિકાસ અધૂરો રહેશે. અને એટલે જ ભારતના પૂર્વી ક્ષેત્રોના વિકાસ, આના પર સૌથી વધુ જોર આપવું એ અમારી સરકારની પ્રાથમિકતા છે. અને ત્યારે જઈને ભારતનો સંતુલિત વિકાસ થશે. ભારતનો સર્વાંગીણ વિકાસ થશે. અને એટલે જ અમે એક્ટ ઈસ્ટ પોલીસી બનાવી છે. અને આ એક્ટ ઈસ્ટ પોલીસીને ન માત્ર હિન્દુસ્તાનના પૂર્વી વિસ્તાર પરંતુ હિન્દુસ્તાનના પૂર્વી વિસ્તારોની સાથે અડીને દેશની સાથે સહજ રૂપથી આપણા વ્યાપારિક સંબંધ અહીંથી વિસ્તૃત થઈ શકે છે, પછી જો મ્યાનમાર હોય, કે થાઈલેન્ડ હોય, કે સિંગાપુર, મલેશિયા હોય, ત્યાં ઈન્ડોનેશિયા હોય, આ બધા દેશ આપણા આ ભૂભાગના વિકાસની સાથે તેમની કનેક્ટીવીટી ઘણી મોટી તાકાત આપે છે. અને એટલે જ લગાતાર ભારત આ દેશોની સાથે પણ એ કામોને બળ આપી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બળ આપી રહ્યો છે, કે જેના કારણે ભારતનો જે નોર્થ-ઈસ્ટ વિસ્તાર છે, ભારતનો જે પૂર્વી વિસ્તાર છે, એમાં એક નવા વિકાસની દુનિયા ઉભી થઈ જાય અને એ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છે.

ભારતની આઝાદી પછી ક્યારેય વિચારાયું ન હોય, અપાયું ન હોય, એટલું રેલવેનું બજેટ નોર્થ ઈસ્ટને અપાયું છે. કેમ કે જો રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધી જાય છો આખું નોર્થ ઈસ્ટ સહજ રૂપથી હિન્દુસ્તાન સાથે જોડાઈ જશે. નોર્થ ઈસ્ટ પાસે અપાર સંભાવનાઓ છે. પરંતુ કનેક્ટીવીટીના અભાવના કારણે તેની વિકાસ યાત્રા થંભી જાય છે. અહીંના નવયુવાન કુશળ છે, સામર્થ્યવાન છે, બુદ્ધિવાન છે. જો તેમને તક મળે તો, આસામને હિન્દુસ્તાનનું નંબર વન રાજ્ય બનાવવાની તાકાત ધરાવે છે.

આ પોલિમરનો ઉદ્યોગ એક પ્રકારે મુલ્યવર્ધક છે. ભારતે જે વિદેશથી લાવવું પડે છે તેમાં થોડી બચત થઈ જશે. અને તેના અંદર મૂલ્યવૃદ્ધિને કારણે નાના-નાના કારખાના લગાવી શકાય છે. આજે પ્લાસ્ટિકનો યુગ છે એ તો માનવું પડશે. પંરતુ દુનિયા પ્રતિ વ્યક્તિ જે પ્લાસ્ટિકની ખપત કરે છે તેની તુલનામાં ભારતની ખપત ખૂબ ઓછી છે. પ્રતિ વ્યક્તિ મુશ્કેલીથી 10 કિલો છે. જો વિશ્વની સામાન્ય સરેરાશ સુધી પહોંચવું હોય તો અહીં પ્લાસ્ટીક ઉદ્યોગ માટે ખૂબ સંભાવનાઓ વધી છે. જીવનની ઘણી બધી જરૂરીયાતો હવે પ્લાસ્ટીકના રૂપમાં સાકાર થઈ રહી છે. અહીં રો-મટીરીયલ ઉપલબ્ધ છે. અને અહીંના નવયુવાનોમાં કૌશલ્ય છે. નાના-નાના ધંધા ચાલુ કરે. એક પૂરો ઔદ્યોગિક વિસ્તાર ઉભો થઈ જશે. લાખો નવયુવાનોને અહીં રોજગાર મળી જશે અને તેના માટે અમે મુદ્રા યોજનાનો પણ પ્રારંભ કર્યો છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના શરૂ કરી છે. આ બંને યોજનાઓ એવી છે કે આ યોજનાઓથી જે રો મટીરીયલ નીકળશે તેના મૂલ્ય વર્ધન માટે જે કામ કરવા ઈચ્છે છે તેને મૂદ્રાથી પૈસા પણ મળશે અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનાનો પણ લાભ મળશે. તેમાં ઘણી બધી છૂટ છે, તેમાં ઘણા બધા પ્રોત્સાહનો છે, અને હું આશા કરું છું કે, આસામના નવયુવાન આની સાથે જોડાયેલા ઉદ્યોગો શરૂ કરવા માટે આગળ આવે. અને હું સરકારને અનુરોધ કરીશ, ડિપાર્ટમેન્ટને કે અહીં જે રો મટીરીયલ નીકળે તેનું મુલ્યવર્ધન થાય તેનો સૌથી પહેલા આસામના નવયુવાનોને તક મળે અને જો તેઓ તેનો ઉપયોગ નથી કરતાં તો જ હિન્દુસ્તાનના અન્ય ભાગોમાં લઈ જવામાં આવે.

આટલો મોટો નિર્ણય, તમે કલ્પના કરી શકો છો કે, કેટલું મોટું તમારું ભાગ્ય બદલાઈ શકે છે. પરંતુ અમારી પ્રાથમિકતા આસામ અને નોર્થ ઈસ્ટ, અમારી પ્રાથમિકતા છે અહીંયા વિકાસ, આજે કોઈપણ ખેડૂત પરિવારમાં જાઓ અને તે પરિવારમાં જો ત્રણ પુત્રો હોય, અને જો ખેડૂતેને પૂછો, 100 એકર જમીન હોય, તેને પૂછો ભાઈ બાળકો માટે શું વિચાર્યું છે, તો ખેડૂત કહે છે એક પુત્રને ખેતીમાં લગાવીશ, પરંતુ બે પુત્રોને શહેરમાં મોકલીને નોકરી પર લગાવી દઈશ. જેથી તેમનું ગુજરાન ચાલી શકે. એટલે કે દરેક ખેડૂત પોતાના ત્રણ પુત્રોમાંથી બેને કોઈ કારખાનામાં ક્યાંક નોકરી પર લગાવવા ઈચ્છે છે. ખેડૂતના આ બે પુત્રોને રોજગાર ક્યારે મળશે. શું ખેડૂતોને એક પુત્ર કમાશે અને એક પુત્ર ભૂખે મરશે ? જો ખેડૂતને એક પુત્ર માટે ખેતી છે તો બે પુત્રોના રોજગાર માટે ઉદ્યોગ લગાવવો અનિવાર્ય છે, આવશ્યક છે. અને આથી જો ગામનું ભલું કરવું હોય તો ખેડૂતના સંતાનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવી પડશે. અને આના માટે મોટા-મોટા શહેરોમાં ઉદ્યોગ લાગશે તો કામ નહીં થાય. દિબ્રુગઢ નાના-નાના સ્થાનો પર પણ ઉદ્યોગ માટે જાળ પાથરવી પડશે.

અને અમારી સરકારનો પ્રયત્ન છે કે નાની-નાની જગ્યા પર રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા. ઉદ્યોગોનો ઉવસર ઉપલબ્ધ કરાવવો. મૂલ્યવૃદ્ધિ હોય, મૂલ્ય ઉપરાંત હોય, જેથી દેશની આવક વધે. એ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ, જે પ્રકારથી પ્રાકૃતિક સંપત્તિની મૂલ્યવૃદ્ધિની અનિવાર્યતા છે એમ પણ વ્યક્તિના જીવનની પણ મુલ્યવૃદ્ધિ થવી જોઈએ. અકુશળ મજૂર ઓછુ કમાય છે, કુશળ મજૂર વધારે કમાય છે અને એટલે અમે કૌશલ્ય વિકાસ પર ભાર આપી રહ્યા છીએ. દરેક નવયુવાનમાં કૌશલ્ય હોવું જોઈએ. કળા હોવી જોઈએ અને કળાના ભરોસે તે પોતાના માટે રોજગારની તકો પણ પેદા કરી શકે છે અને તેની માંગ પણ વધવાની છે અને આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

ભાઈઓ અને બહેનો આવનારા દિવસોમાં વિકાસની આ યાત્રાને ઝડપથી આગળ વધારવાની છે. ભારત સરકાર સહકારી સમવાયતંત્રને લઈને કેન્દ્ર અને રાજ્ય મળીને દેશને આગળ વધારે, આ મંત્રને લઈને, સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્રને લઈને અભિરથ પ્રયાસ કરી રહ્યા છે.

આવનારા દિવસોમાં તેનું ફળ પણ તમને મળશે એવો મને વિશ્વાસ છે. હું ફરી એકવાર આપનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને રાષ્ટ્રના ચરણોમાં ધરોહર જ્યાં એક જગ્યા પર પોલીમર તૈયાર થશે બીજી જગ્યા પર મીણનું કામ થશે અને બંને આપણે બહારથી લાવવું પડે છે, એમાં અછત આવશે અને દેશની આવશ્યકતાની પૂર્તિમાં એ પણ આપણને યોગદાન આપશે. મારી ખુભ ખુબ શુભકામનાઓ, ખૂબ-ખૂબ ધન્યવાદ.

J.Khunt/GP