Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસામનાં શ્રીમતી કલ્યાણી રાજબોંગશીએ 1000 વિક્રેતાઓને સ્વાનિધિનો લાભ લેવા પ્રોત્સાહન આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી હતી.

ગૃહિણી શ્રીમતી કલ્યાણી રાજબોંગશી, જેઓ સ્વસહાય જૂથ ચલાવે છે અને ક્ષેત્રસ્તરના ફેડરેશન અને ફૂડ પ્રોસેસિંગ યુનિટની રચના કરી છે, તેમને આસામ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમની સફળતાની ગાથા સાંભળી હતી અને કલ્યાણીજીને કહ્યું હતું કે, તેમનું નામ જ લોકોનું કલ્યાણ સૂચવે છે.

પોતાના સાહસના નાણાકીય વિકાસ વિશે, તેણીએ માહિતી આપી કે તેણે પ્રથમ 2000 રૂપિયાથી મશરૂમ યુનિટથી શરૂઆત કરી, અને તે પછી આસામ સરકાર દ્વારા આપવામાં આવેલા 15,000 રૂપિયાથી, તેણે ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલ્યું. આ પછી તેમણે 200 મહિલાઓ સાથે એરિયા લેવલ ફેડરેશનની સ્થાપના કરી હતી. તેમને PMFME (Pradhan Mantri Formalisation of Micro Food Processing Enterprise Scheme) હેઠળ પણ સહાયતા મળી હતી. પ્રધાનમંત્રી સ્વાનિધિ વિશે એક હજાર વિક્રેતાઓને શિક્ષિત કરવા બદલ તેમને આસામ ગૌરવએનાયત કરવામાં આવ્યો હતો.

તેમણે વીબીએસવાય વાહન મોદી કી ગેરંટી કી ગાડીને આવકારવામાં આ વિસ્તારની મહિલાઓનું નેતૃત્વ પણ કર્યું હતું અને તેઓ જે યોજનાઓના હકદાર હતા તેનો લાભ લેવા તેમને સમજાવ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ તેમને ઉદ્યોગસાહસિકતા અને સમાજ સેવાનો જુસ્સો જાળવવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે કોઈ મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે સમાજને ઘણો લાભ થાય છે, તેનું તમે જીવંત ઉદાહરણ છો.”

YP/JD