પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં આરોગ્યના ક્ષેત્રે ભારત અને જર્મની વચ્ચે સહયોગ અંગે આશયની સંયુક્ત ઘોષણા (JDI) પર હસ્તાક્ષરને પાછલી અસરથી મંજૂરી આપવામાં આવી છે. આ જેડીઆઈ ઉપર તા. 1 જૂન, 2017ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ?
આ જેડીઆઈમાં સહયોગનાં નીચે મુજબનાં ક્ષેત્રો આવરી લેવામાં આવ્યાં છે :
(અ) અનુસ્નાતક સિક્ષણ
( બ) આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓને તાલિમ
(ક) ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્માકોઈકોનોમિક્સ તથા
(ડ) હેલ્થ ઈકોનોમિક્સ
આ જેડીઆઈ અંગે વિસ્તૃત વિગત નક્કી કરવા માટે તથા તેના અમલની દેખરેખ માટે એક વર્કીંગ ગ્રુપની રચના કરવામાં આવશે.
AP/J.Khunt/GP