Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આપણા નિવૃત્ત સૈનિકો અને નાયકો દેશભક્તિનાં કાયમી પ્રતિકો છે: પ્રધાનમંત્રી


આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે ટિપ્પણી કરી કે આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ પર, આપણે આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમના બલિદાન, હિંમત અને ફરજ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અનુકરણીય છે. આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે. આપણી સરકાર એવી છે જેણે હંમેશા નિવૃત્ત સૈનિકોના કલ્યાણ માટે કામ કર્યું છે અને અમે આવનારા સમયમાં પણ આવું કરતા રહીશું.”

AP/IJ/GP/JD