Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આધારને લોકો માટે અનુકૂળ બનાવવું 


આધારને લોકો માટે અનુકૂળ બનાવવાના એક મહત્વના પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ મંત્રીમંડળે આધાર અને અન્ય કાયદાઓ (સુધારા) વટહુકમ, 2019ને પરિવર્તિત કરવા માટે “આધાર અને અન્ય કાયદાઓ (સુધારા) બીલ, 2019ને” મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવિત સુધારાઓ 2જી માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમમાં સમાવિષ્ટ સુધારાઓ જેવા એક સમાન જ છે આ બીલને આગામી સંસદના સત્રમાં રજૂ કરવામાં આવશે.

આ નિર્ણય વડે આધારને લોકોને અનુકૂળ અને નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવાની બાબતોને પહોંચી વળવામાં ફલદાયક સાબિત થશે.

અસરો:

  • આ નિર્ણય વડે યુઆઈડીએઆઈ લોકોના હિતને ધ્યાનમાં રાખીને અને આધારના દુરુપયોગને રોકીને વધુ સારા મજબુત વ્યવવસ્થા તંત્રને વિકસિત કરવામાં સક્ષમ બનાવશે.
  • આ સુધારાની સમાંતરે કોઇપણ વ્યક્તિને જ્યાં સુધી સંસદ દ્વારા તૈયાર કરવામાં આવેલ કાયદા દ્વારા જણાવવામાં ન આવે ત્યાં સુધી તેણે પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે આધાર નંબર હોવાની સાબિતીની પ્રક્રિયામાંથી પસાર થવા માટે કોઈ તેને ફરજ નહીં પાડી શકે.
  • બેંકના ખાતા ખોલાવવામાં સામાન્ય નાગરિકોને સરળતા રહે તે માટે પ્રસ્તાવિત સુધારાઓ ટેલીગ્રાફ એક્ટ, 1885 અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 અંતર્ગત સ્વેચ્છાએ આધાર નંબરને કેવાયસી દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાની મંજૂરી આપશે.

વિગતો:

સુધારાની કેટલીક વિશેષતા નીચે મુજબ છે–

  • આધાર નંબર ધરાવતા વ્યક્તિની મંજૂરી સાથે પ્રમાણીકરણ કરીને અથવા ઓફલાઈન ચકાસણી દ્વારા ભૌતિક અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર આધાર નંબરના ઉપયોગની મંજૂરી આપે છે.
  • 12 આંકડાના આધાર નંબરના ઉપયોગની સુવિધા અથવા તેના વૈકલ્પિક વર્ચ્યુઅલ ઓળખના ઉપયોગની સુવિધા જેથી કરીને વ્યક્તિને વાસ્તવિક આધાર નંબરને ગુપ્ત રાખી શકાય
  • જે બાળકોની પાસે આધાર નંબર છે તેમને એવો વિકલ્પ આપવામાં આવ્યો છે કે તેઓ 18 વર્ષની ઉંમર થાય પછી પોતાનો આધાર નંબર રદ કરી શકે છે
  • એકમોને પ્રમાણીકરણ કરવાની પરવાનગી ત્યારે જ આપે છે જ્યારે તેઓ સત્તાધીશ દ્વારા નિર્દેશિત ગુપ્તતા અને સુરક્ષાના માપદંડોનું પાલન કરતા હોય અને પ્રમાણીકરણની પરવાનગી ત્યારે આપવામાં આવે છે જ્યારે તે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કોઇપણ કાયદા અંતર્ગત હોય અથવા કેન્દ્ર સરકાર દ્વારા તેને રાજ્યના હિતમાં જાહેર કરવામાં આવેલ હોય.
  • ટેલીગ્રાફ એક્ટ, 1885 અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 અંતર્ગત સ્વેચ્છાએ પ્રમાણિકરણ માટે આધાર નંબરને કેવાયસી દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાની મંજૂરી આપે છે.
  • ખાનગી એકમો દ્વારા આધારનો ઉપયોગ કરવાને લગતા આધાર કાયદાના વિભાગ 57ને રદ કરવાની દરખાસ્ત
  • જો આધાર નંબરની ખાતરી નથી થતી તો એવી પરિસ્થિતિમાં પણ કોઈ વ્યક્તિને સેવાથી વંચિત રાખી ન શકાય
  • ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ ભંડોળની સ્થાપના કરવાનો પ્રસ્તાવ
  • આધાર વ્યવસ્થાતંત્રમાં કોઇપણ એકમ દ્વારા આધાર કાયદા કે જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ નાગરિક દંડ, તેનો ચુકાદો અને અરજીની જોગવાઈ કરવામાં આવી છે

પૂર્વભૂમિકા:

આધાર અને અન્ય કાયદાઓ (સુધારા) વટહુકમ, 2019ને મંત્રીમંડળ દ્વારા 28મી ફેબ્રુઆરી, 2019ના રોજ મળેલી તેમની બેઠકમાં સ્વીકૃતિ આપવામાં આવી હતી અને આ વટહુકમને 2જી માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

આધાર અને અન્ય કાયદાઓ (સુધારા) વટહુકમ, 2019 અને અન્ય બાબતોને સર્વોચ્ચ અદાલતના આદેશો અનુસાર અને જસ્ટીસ બી. એન. શ્રીકૃષ્ણન (નિવૃત્ત) કમિટીની ભલામણો દ્વારા મજબૂત બનાવવામાં આવશે.

 

J.Khunt/RP