પ્રિય નવયુવાન સાથીઓ,
તમે બધા આઈઆઈટી-યન છો, પરંતુ હું એક એવો વ્યક્તિ છું કે જેની સાથે ડબલ આઈ જોડાયો નથી. તમે બધાં આઈઆઈટી-યન છો. હું નાનપણમાં માત્ર ટી-યન રહ્યો છું. ટી ઈ એ વાળો ટી-યન એટલે કે ચા વાળો. હું વિચારી રહ્યો હતો કે કોલેજના નવયુવાનો ખૂબ જ તિવ્ર બુધ્ધિશક્તિ ધરાવતા હોય છે. આટલી વાર લગાડતા નથી, પરંતુ એવું જ થયું. આજે 7 ઓક્ટોબર છે. વર્ષ 2001માં 26 જાન્યુઆરીએ એક ભયંકર ભૂકંપ આવ્યો હતો અને તે પછી સ્થિતિ એવી થઈ કે જે મારા જીવનમાં ક્યારેય અટકી નહીં. મારે અચાનક તા.7 ઓક્ટોબર, 2001ના રોજ આ ગાંધીનગરમાં મુખ્યમંત્રી પદ તરીકેના સોગંદ લઈને જવાબદારી નિભાવવાનું શરૂ કરવું પડ્યું. હું વહિવટી વ્યવસ્થા જાણતો ન હતો કે કોઈવાર વિધાનસભા પણ મેં જોઈ નહોતી, પરંતુ એક નવી જવાબદારી આવી હતી. મનમાં એવું નક્કી કર્યું હતું કે મહેનત કરવામાં કોઈ ઊણપ રાખીશ નહીં. આજે દેશ દ્વારા મને દરેક વખતે કોઈને કોઈ નવી જવાબદારી મળતી રહી છે અને આ નવી જવાબદારી હેઠળ હું આજે તમારા બધાંની વચ્ચે છું.
આજે અહીં ભારતના અલગ અલગ પ્રદેશોમાંથી આવેલા ગ્રામ્ય વિસ્તારોના યુવક- યુવતિઓ છે. કેટલાંક વૃધ્ધો પણ છે, જેમને મેં સૌથી પહેલાં પ્રમાણપત્રો આપ્યા. હું તેમને એ બધી બાબતો અંગે પૂછી રહ્યો હતો અને પરેશાન હતો કે તેમને બધી જ જાણકારી હતી કે ગામડાંઓમાં શું થઈ રહ્યું છે અને લોકોને કેવી રીતે મદદ મળી રહી છે. તેમણે તાલિમ લીધેલી છે. આ તાલિમનો તે કેવો ઉપયોગ કરશે. આ તમામ સવાલોના જવાબ આપી રહ્યા હતા. હું સમજું છું કે આ જ એક ક્રાંતિ છે. દેશ અને દુનિયામાં કદાચ પાછલા 300 વર્ષમાં ટેકનોલોજીનું રિવોલ્યુશન જોવા નહીં મળ્યું હોય તેવું માત્ર વિતેલા 50 વર્ષમાં ટેકનોલોજીનું રિવોલ્યુશન જોવા મળ્યું છે. ટેકનોલોજી જાતે જ એક ગતિશીલ પરિબળ બની જાય છે અને એવા સમયે કોઈપણ દેશે જો પ્રગતિ કરવી હોય તો ભારતના તમામ સ્તરનાં લોકોએ શહેર કે ગામડાંના લોકોએ, વૃધ્ધ અને નવજવાન લોકોએ આ ટેકનોલોજીની સાથે પોતાને જોડીને એક ઉજળુ ભવિષ્ય નિર્માણ કરવું અનિવાર્ય બને છે.
આઝાદીના આંદોલન વખતે મહાત્મા ગાંધી જે રીતે સાક્ષરતા ઉપર ભાર મૂકી રહ્યા હતા તે જોતાં સ્વરાજના આંદોલનમાં સાક્ષરતાની એક તાકાત વર્તાતી હતી. તેવી જ રીતે સુરાજ્યના આંદોલનમાં ડીજીટલ સાક્ષરતા એક ખૂબ જ મહત્વની તાકાત છે અને એટલા માટે જ ભારત સરકારનો એવો પ્રયાસ રહ્યો છે કે ભારતના દરેક ગામ, ત્યાંની દરેક પેઢીને ડીજીટલ ધોરણે સાક્ષર બનાવવાની દિશામાં પગલાં લેવામાં આવે. આજનો જે કાર્યક્રમ છે તે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 6 કરોડ પરિવારો વસે છે. આ 6 કરોડ પરિવારોમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને ડીજીટલ પધ્ધતિથી સાક્ષર બનાવવાનું અમે બીડુ ઉઠાવ્યું છે. આ 20 કલાકની કેપ્સ્યુલ છે. તે ભણાવવામાં આવે છે. ઓનલાઈન પરિક્ષા લેવામાં આવે છે. વિડિયો કેમેરાની સામે બેસીને પરિક્ષા આપવી પડે છે અને એ દ્વારા તે સર્ટિફાય થાય છે. અને અનુભવ એવો પ્રાપ્ત થયો છે કે ડીજીટલ સાક્ષરતા માટે તમે ગમે તેટલા શિક્ષિત હોય, તમારી કોઈપણ ઉંમર હોય તે બાબત ગૌણ બની જાય છે અને તેનો કોઈ અર્થ રહેતો નથી.
એક એવો સમય હતો કે જ્યારે કાર્લ માર્કસની વિચારધારા દુનિયામાં પ્રચલિત બની હતી. લોકો તેમના અવતરણો ટાંકતા હતા. કાર્લ માર્કસની વાતોમાં હેવ્સ અને હેવ નોટ એટલે કે એવા લોકો કે જેમની પાસે કશુંક છે અને એવા લોકો કે જેમની પાસે કશું નથી. એવા લોકો વચ્ચે ભેદરેખાને આધારે તેમણે પોતાની રાજનૈતિક વિચારધારા વિકસાવી હતી. આ વિચારધારા કારગર નિવડી કે નહીં તેની ચર્ચા તો વિદ્વાન લોકો કરશે. આ વિચાર સંકોચાતા સંકોચાતા હમણાં ક્યાંય નજરે પડતો નથી. નામ માત્રનાં બોર્ડ લાગેલા પડેલા છે, પરંતુ ટેકનોલોજી સંબંધે જો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે લોકોએ સતર્ક રહીને જે પ્રયાસ કરવાનો છે તે એવો હોવો જોઈએ કે જેમાં ડીજીટલ ડિવાઈસ પેદા થાય નહીં. કેટલાંક લોકો ડીજીટલ ટેકનોલોજીમાં નિપુણ હોય છે અને કેટલાંક લોકો સંપૂર્ણ રીતે તેનાથી અળગા રહ્યા છે. આથી આવનાર યુગમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે ડીજીટલ ડિવાઈસને કારણે સામાજીક વ્યવસ્થામાં ખૂબ મોટુ સંકટ ઉભુ કરી શકે તેમ છે. અને આટલા માટે જ, સામાજીક સમરસતા હાંસલ કરવા માટે વિકાસના મૂળભૂત બિંદુઓનો સમાવેશ કરીને ડીજીટલ ડિવાઈસથી મુક્તિ મેળવવાની દિશામાં ગ્રામીણ ભારતમાં અભિયાન ચલાવવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ઘરમાં કેટલા કિંમતી ટીવી આવી ગયા છે. રિમોટથી ચાલે છે. શરૂઆતમાં બધાંને લાગે છે કે આ બધુ શું છે, પરંતુ ઘરમાં જ્યારે બે-ત્રણ વર્ષનું બાળક પોતાની જરૂરિયાત પ્રમાણે ચેનલ બદલતો જોવા મળે છે. વીસીઆર ચાલુ કરે છે, ક્યારે બંધ કરવું અને ક્યારે ચાલુ કરવું તે પણ શિખી લે છે. બીજી તરફ ઘરનાં વડિલોને પણ લાગે છે કે તેમણે પણ શિખવું પડશે અને તે પણ સ્વિચ ઓન, સ્વિચ ઓફ કરવાનું શિખી જાય છે. શું કોઈએ વોટ્સએપ કેવી રીતે ફોરવર્ડ થાય છે તેનો ક્લાસરૂમ જોયો છે? શું વોટ્સએપ ફોરવર્ડ કરવા માટે ભારતમાં કોઈ ઈન્સ્ટીટ્યુટ છે? પરંતુ તમે જુઓ છો કે લોકોને વોટ્સએપ ફોરવર્ડ કરવાનું આવડી ગયું છે. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે યુઝર ફ્રેન્ડલી ટેકનોલોજીના રસ્તે આપણે જઈએ છીએ ત્યારે આપણે આસાનીથી દેશને ડીજીટલ ટેકનોલોજીની દિશામાં લઈ જઈ રહ્યા હોય તેમ જણાય છે. ડીજીટલ સાક્ષરતા, ડીજીટલ ટેકનોલોજી અને ડીજીટલ ભારત એ એક ગુડ ગવર્નન્સની ગેરંટી છે. પારદર્શકતાની ગેરંટી છે. ભારત સરકારે એક JAM trinity મારફતે લોકોના વિકાસની કલ્પના કરી છે. JAM J-Jandhan Account, A- Aadhaar, M-Mobile Phone આ ત્રણેય શબ્દોને જોડીને સામાન્ય માનવીની જરૂરિયાત મુજબ સરકાર તેના મોબાઈલ ફોન ઉપર મોજૂદ હોય એ પ્રકારે અમારી વિકાસ યાત્રાના કદમ ચાલી રહ્યા છે. દેશમાં એક ખૂબ મોટુ અભિયાન ચાલી રહ્યું છે. ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ને ખૂબ ઝડપથી લાખો ગામડાંઓમાં પહોંચાડવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યો છે અને આજે દૂર દૂરના વિસ્તારોમાંથી આપણી ભાવિ પેઢીના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ લોન્ગ ડિસ્ટેન્સ એડ્જુકેશન ડિઝીટલ ટેકનોલોજીના માધ્યમથી આપવાનું શક્ય બન્યું છે અને જેમ જેમ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ભારતના દરેક ગામ સુધી પહોંચશે તેમ તેમ તે ગામનાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થામાં પણ તે ગામમાં સરકારની જન સુવિધાઓની સેવાઓમાં સમૂળગુ પરિવર્તન આવવાનું છે અને આ ડિઝાઈનને સાથે લઈને અમે આગળ વધી રહ્યા છીએ તેનો જ એક હિસ્સો એ છે કે આજે દેશના અલગ અલગ ખૂણેથી અહીં પધારેલા કોમ્યુનિટી સર્વિસ સેન્ટર ના લોકો કે જેમણે આ કોર્સ કર્યો છે અને કેટલાક લોકો આ કોર્સ કરવાના છે. આવનારા દિવસોમાં 6 કરોડ પરિવારોમાંથી એક-એક વ્યક્તિને આ શિક્ષણ આપવામાં આવશે જે તેમની રોજી રોટીનું સાધન બનવાનું છે. કારણ કે હવે સર્વિસીસ તેના દ્વારા ચાલી રહી છે અને એ દિશામાં આપણે પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર એવો અનુભવ થાય છે કે, ઘણાં લોકો આપણે એવા જોયા હશે કે મોંઘામાં મોંઘુ મોબાઈલનું કોઈ મોડલ આવે, ટીવીમાં જાહેરાત જોવે, છાપામાં કે મેગેઝીનમાં ક્યાંક વાંચ્યું હોય કે પછી ગૂગલ ગુરૂએ બતાવી દીધુ હોય તો સૌથી પહેલાં એ કામ કરવામાં આવે છે કે તે મોબાઈલ ખરીદે, પણ ખરીદનારા તમને 80 ટકા એવા લોકો મળશે કે જેમને મોબાઈલ અંદરની તમામ બાબતો અંગે જાણકારી હોતી નથી કે નથી તેનો ઉપયોગ કરવાની નથી આદત હોતી. કદાચ અહીં આઈઆઈટીમાં તમને કેટલાક લોકો એવા મળી જશે કે જેમને પૂરી રીતે મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ નહીં હોય. સારામાં સારા મોડલનો મોબાઈલ રાખતા હશે અને એટલા માટે જો ડીજીટલ સાક્ષરતા હોય તો આપણે જેના માટે ખર્ચ કર્યો છે તેનો પણ સૌથી વધુ ઉપયોગ થવો જોઈએ. અને આ રીતે આપણે વેલ્યુ એડીશન કરી શકીએ છીએ અને એટલા માટે જ આ ડીજીટલ સાક્ષરતાના અને ડીજીટલ ભારતના અભિયાનને આગળ ચલાવવામાં આવી રહ્યુ છે. લેસ કેશ સોસાયટી બનાવવામાં પણ આ ડીજીટલ સાક્ષરતા ખૂબ મોટી ભૂમિકા ભજવવાનું છે.
ભારત સરકારે જે ભીમ એપ બનાવી છે તે દુનિયાના દેશો માટે એક અજાયબી છે. આપણી પાસે જે આધાર, ડિઝીટલી બોયમેટ્રિક સિસ્ટમ વડે જે ડેટા બેંક બની છે તેનાથી ભારતની વ્યવસ્થા માટે પૂરા વિશ્વમાં અચરજ પેદા થયું છે. તેને જોડીને આપણે વિકાસનું સશક્તિકરણ કરીને આગળ વધી રહ્યા છીએ. હું માનું છું કે આપણને તેનો ઘણો મોટો ઉપયોગ થવાનો છે. આજે મારા માટે એ સૌભાગ્યની વાત છે કે આજે અહીં મને આઈઆઈટીના નવા સંકુલને સમર્પિત કરવાની તક મળી છે. જો ચૂંટણીનો સમય હોત અને એ સમયે મેં જમીન આપવાનો નિર્ણય કર્યો હોત તો લગભગ 400 એકર જમીન અને તે પણ ગાંધીનગરમાં, અને તે પણ સાબરમતી નદીના કાંઠે. આ જમીન કેટલી મોંઘી હોઈ શકે તેનો અંદાજ તમે લાગાવી શકો છો. જે દિવસે આ 400 એકર જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે કેટલાક લોકો ચૂંટણી આવતી હોત તો તેની સામે નિકળી પડ્યા હોત. જે રીતે આજ કાલ બુલેટ ટ્રેનની બાબતમાં બોલી રહ્યા છે તેવું તે સમયે પણ બોલતા હોત, તે સમયે પણ તે કહેતા હોત કે મોદી, અરે!! ગુજરાતના ગામડાંમાં પ્રાથમિક શિક્ષણના મકાનો છે તે ઢીલા પોચા છે અને તમે આઈઆઈટી બનાવવામાં પૈસા રોકી રહ્યા છો. આવી આલોચના જરૂર કરવામાં આવી હોત. પરંતુ એ સારી વાત હતી કે જે સમયે મેં જમીન આપવાનો નિર્ણય કર્યો ત્યારે ચૂંટણીની મોસમ ન હતી, પરંતુ આપને ખ્યાલ આવી ગયો હશે કે એ કેટલો દુરદર્શી નિર્ણય હતો. અને મેં એ દિવસે પણ સુધીર જૈનને કહ્યું હતું કે અમારા વિભાગના લોકોને એ બાબત યાદ હશે કે મેં કહ્યું હતું કે આઈઆઈટી એક બ્રાન્ડ છે. ભારતમાં આઈઆઈટી એક બ્રાન્ડ બની ચૂકી છે, પરંતુ આઈઆઈટીની વચ્ચે કેમ્પસ બ્રાન્ડ વધુ તાકાતવાર પૂરવાર થશે. કઈ આઈઆઈટીનું કેમ્પસ કેવું હોવું જોઈએ તે આવનારા દિવસોમાં ચર્ચાનો વિષય બની રહેશે. અને આટલા માટે મેં કહ્યું હતું કે મારે ગુજરાતમાં એવું કેમ્પસ જોઈએ કે જે ભારતના ટોપ મોસ્ટ આઈઆઈટી કેમ્પસમાં શિરમોર બની શકે અને આજે મને એ જોઈને આનંદ થાય છે કે આ સંકુલ ભારતની ટોચની આઈઆઈટીની બરાબરીમાં ઉભુ રહે તે રીતે તૈયાર થયું છે. કેમ્પસની પોતાની એક તાકાત હોય છે. તેની બીજી તાકાત ફેકલ્ટી હોય છે અને મને એ વાતનો આનંદ છે. અને મને કહેવામાં આવ્યું છે કે આજે ગાંધીનગર આઈઆઈટીમાં 75 ટકા ફેકલ્ટી એવી છે કે જે પરદેશમાં તાલિમ મેળવીને આવેલી છે, નિપુણ થઈને આવેલી છે અને તે પોતાનો સમય અને શક્તિ આઈઆઈટીના વિદ્યાર્થીઓને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો છે. હું તેમના એ વિચારનું સ્વાગત કરૂં છું. પરંતુ ભારત સરકારે પડકાર આપ્યો છે કે દેશની તમામ શિક્ષણ સંસ્થાઓ આઈઆઈટી ગાંધીનગરના પડકાર સામે મેદાનમાં આવે. આવશે. એવુ શું થયુ છે કે તમામ આઈઆઈટી-યનનો અવાજ તો ત્યાંથી આવી રહ્યો છે. પરંતુ પ્રથમ વખત ભારતાં શિક્ષણ ક્ષેત્રે એવો સુધારો આવ્યો છે કે જેની વર્ષોથી અપેક્ષા હતી, પરંતુ કોઈ હિંમત કરતું ન હતું.
આજે દુનિયામાં ટોચની 500 યુનિવર્સિટીઓ છે. આઝાદીના 70 વર્ષ પછી પણ આ ટોચની 500 યુનિવર્સિટીઓમાં આપણે ક્યાંય નજરે આવતા નથી. શું આ કલંક દૂર કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. શું જ્યારે તમે 2022માં ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા હો ત્યારે આપણે આપણી યુનિવર્સિટીઓને એવી ઉંચાઈ પર લઈ જઈ શકીએ કે જેનાથી આપણે એ કહી શકીએ કે અમે પણ ઊણપ ધરાવતા નથી. આવું કરી શકીએ કે ન કરી શકીએ. ભારત સરકારે પહેલી વખત નિર્ણય કર્યો છે કે 10 પ્રાઈવેટ યુનિવર્સિટીઓ અને 10 પબ્લિક યુનિવર્સિટીઓને ચેલેન્જ રૂટ ઉપર પસંદ કરવામાં આવશે. તેમના માટે લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અને જે પણ આવી 10 યુનિવર્સિટીઓ, જે પ્રાઈવેટ અને 10 પબ્લિક યુનિવર્સિટીઓના ચેલેન્જ રૂટથી જીતીને ઉપર ઉભરી આવે અને વૈશ્વિક ધોરણો સુસ્થાપિત કરે તો આજે ભારત સરકાર અને રાજ્ય સરકારોના જે નિયમો છે તે નિયમો અનુસાર તેમને મુક્ત કરીને તે જ એમની દુનિયા અને તે જ એમનો દેશ એવી તાકાત દેખાડે અને કશું કરી શકે તેવી સ્વતંત્રતા તેમને આપવામાં આવે. અભ્યાસ ક્રમમાં, સંકુલમાં, ફેકલ્ટીમાં, ખર્ચ કરવાનો તે નિર્ણય કરે. સરકાર ક્યાંય જવાની નથી અને તમારે પરિણામ લાવીને બતાવવાનું રહેશે. સરકાર 1000 કરોડ રૂપિયાનો ખર્ચ આ યુનિવર્સિટીઓ માટે કરવા તૈયાર થઈ છે. ગાંધીનગર આઈઆઈટીની પાસે આટલુ મોટુ 400 એકરનું સંકુલ છે અને રૂ.1700 કરોડન ખર્ચે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે સુધીર જૈન અને તેમની ટીમ તથા આ બધા નવજવાનો સાથે મળીને પડકાર ઉપાડી લેવા માટે આગળ આવે. કોઈપણ દેશમાં વિકાસ કરવા માટે આપણે જે તે સમયે જેટલી સંસ્થાઓ ઉભી કરીએ તે જરૂરી બની રહેતુ હોય છે. ગુજરાત એ બાબતનો ગર્વ કરી શકે છે કે પાછલા 10 વર્ષમાં ગુજરાતે વિશ્વસ્તરની સંસ્થાઓ દેશને આપી છે. આજે દુનિયામાં કોઈપણ સ્થળે જાવ તો ત્યાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નથી. દુનિયામાં ક્યાંય પણ નથી. ગુજરાત એક માત્ર એવું છે કે જેની પાસે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, જે દુનિયાની આવી એક માત્ર યુનિવર્સિટી છે. આજે પણ ભારતમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુશન ઓફ ટીચર એજ્યુકેશન, આઈઆઈટીઈ જેવી કોઈ યુનિવર્સિટી નથી, જે ઉત્તમ ગુણવત્તા ધરાવતા શિક્ષકો તૈયાર કરે, શિક્ષણમાં તેમનું ગ્રેજ્યુએશન થાય, શિક્ષણમાં તેમનું પોસ્ટ ગ્રેજ્યુએશન થાય અને ઉત્તમમાં ઉત્તમ શિક્ષકો ત્યાંથી બહાર પડે. ગુજરાત એ એક એવુ રાજ્ય છે કે જેણે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન જેવી એક યુનિવર્સિટીની રચના કરી છે. ગુજરાત એવુ પ્રથમ રાજ્ય છે કે જેણે ચિલ્ડ્રન યુનિવર્સિટી બનાવી છે. દુનિયામાં કોઈપણ સ્થળે ચિલ્ડ્રન યુનિવર્સિટી નથી. આજે દુનિયા માઈક્રો ફેમિલીની દિશામાં આગળ વધી રહી છે. માં પણ પોતાના કામમાં વ્યસ્ત છે અને પિતા પણ પોતાના કામમાં વ્યસ્ત છે. પરિવારમાં કામ કરતા જે લોકો છે તેમના ભરોંસે બાળકને છોડી દેવામાં આવે છે. સમયની માંગ છે કે આપણે એક એવી સંસ્થાની વ્યવસ્થા કરવી પડશે કે જે આપણાં નાના બાળકોને તેમનો સાચો વિકાસ થાય અને તેમની સાચી દેખભાળ થાય અને તેમનો વિકાસ એક ઉત્તમ નાગરિક તરીકે થાય તેમજ તેના મૂળ બાળપણમાં જ મજબૂત બને. અને તેના માટે સંશોધન કરવાનું કામ આ ચિલ્ડ્રન યુનિવર્સિટી કરે. બાળકોના રમકડાં કેવા હોવા જોઈએ, બાળકો જે ખંડમાં રહેતા હોય તે ખંડની દિવાલોનો રંગ કેવો હોવો જોઈએ, બાળકોને કેવા પ્રકારના ગીતો સંભળાવવા જોઈએ, બાળકોને પોષણ મૂલ્ય મળી રહે તેવો ખોરાક કેવો હોવો જોઈએ. બાળકોને ભણવાની આધુનિક ટેકનિક કેવી હોવી જોઈએ કે જેથી આસાનીથી તે તેને ગ્રહણ કરી શકે. આ બધી બાબતોમાં સંશોધન કરવાની જરૂર છે.
અગાઉ તો પરિવાર સંયુક્ત પરિવાર તરીકે રહેતો હતો. અને પરિવાર પોતાની જાતે એક યુનિવર્સિટી જેવો જ હતો. અને બાળક દાદીમા પાસેથી શિખતો હતો. દાદા પાસેથી બીજી બાબતો શિખતો હતો, તો કાકા પાસેથી ત્રીજી બાબતો શિખતો હતો. માં એક વાત શિખવતી હતી, તો ફૂઆ પાસેથી બીજી વાતો શિખવા મળતી. આજે માઈક્રો પરિવારમાં શિક્ષણ માટેનાં તેમના દ્વાર બંધ થઈ ચૂક્યા છે ત્યારે એવો વિચાર આવી રહ્યો છે કે દુનિયામાં આવનારી પેઢીઓના બાળકોની ચિંતા થઇ છે કે, તેમનાં માટે શું કરવું જોઈએ. અને એવા વિચારમાંથી ચિલ્ડ્રન યુનિવર્સિટીનો જન્મ થયો છે અને તે ગુજરાતની ધરતી પર પેદા થઈ છે. ગૂનાખોરીની દુનિયામાં 3 મહત્વના ક્ષેત્રો છે. એક- લીગલ ફેકલ્ટી, બીજી પોલિસ અને ત્રીજી ગૂનો શોધવા માટે ફોરેન્સિક ફેકલ્ટી. ગુજરાતે આ ત્રણેય બાબતો પર કામ કર્યું છે અને નેશનલ લો યુનિવર્સિટી બનાવી છે, જે ઉત્તમમાં ઉત્તમ વકિલો તૈયાર કરશે, ઉત્તમ જજ તૈયાર કરશે અને ન્યાય તંત્રમાં પણ પોતાનો ભાગ ભજવશે. આપણે પોલિસ એકેડેમી યુનિવર્સિટી બનાવી છે. હિંદુસ્તાનમાં ખૂબ થોડી યુનિવર્સિટીઓ એવી છે કે જે પોલિસીંગ માટે કામ કરે છે. ગુજરાત તેમાંનું એક રાજ્ય છે. ગુજરાત દેશનું એવુ બીજુ રાજ્ય હતું કે જેણે પોલિસ યુનિવર્સિટી બનાવી, રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવી અને જે લોકો યુનિફોર્મ ફોર્સિસમાં જવા માંગતા હોય તેમને ધોરણ-10 અને ધોરણ-12 પછી એ પ્રવાહમાં તમામ શિક્ષણ આપવાની વ્યવસ્થા ઉભી કરાઈ. કોમ્યુનિકેશન સ્કિલ આવડી જાય, ક્રાઉડ સાયકોલોજી આવડી જાય, ક્રાઉડ મેનેજમેન્ટ આવડી જાય, અને ભારતની તમામ આઇપીસીની કલમોનું તેને જ્ઞાન હોય અને ભણી ગણીને તે કોઈપણ સ્થળે પોલિસમાં ભરતી માટે જઈ શકે. જો આવું થશે તો ભારતમાં સુરક્ષા ક્ષેત્રે ગુજરાતે ગુણાત્મક પરિવર્તન લાવવાની દિશામાં પહેલ કરી છે અને તમે જોઈ રહ્યા હશો કે આજે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તમામ પ્રકારની ગૂનાખોરીની ઘટનાઓને ટેકનોલોજીના માધ્યમથી પકડી રહી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની તાકાત એટલી વધશે કે તેમા જેટલા વિદ્યાર્થીઓ તૈયાર થશે, સાયબર ક્રાઈમ હોય કે બીજો કોઈ ગૂનો હોય, આવા ગૂનાઓથી બચવા માટે અને આવા ગૂનાઓ શોધવા માટે, ગૂનેગારોને સજા અપાવવા માટે, આ ફોરેન્સિક વર્લ્ડ સૌથી મોટી ભૂમિકા ભજવવાની છે. આવી ત્રણ વિદ્યાઓને ગુજરાતની ધરતી પર એક સાથે વિકસાવી છે, જે આગામી દિવસોમાં ભારતમાં ઘણું મોટુ યોગદાન કરવાની છે. અને આજે દેશ અને દુનિયાના લોકો નવો પ્રયોગ કરવા માટે યુનિવર્સિટીઓને પોતાની સાથે જોડી રહ્યા છે અને આટલા માટે જ હું આજે જ્યારે આઈઆઈટી-યનની વચ્ચે બેઠો છું ત્યારે જાણું છું કે તમારો ઘણો બધો સમય પ્રયોગશાળામાં જાય છે. તમે કશું ને કશું નવું કરતા રહો છો, પરંતુ મોટા ભાગે પરિક્ષાલક્ષી ઈનોવેશન, પરિક્ષાલક્ષી પ્રોજેકટ, હું ઈચ્છતો નથી કે મારા દેશના નવયુવાનોને આવી ગલીઓમાં બંધ કરીને રાખવામાં આવે. સમયની એ માંગ છે કે આપણે ઈનોવેશન પર ભાર મૂકતા રહીએ.
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એઆઈએમ નામનું ઈન્સ્ટીટ્યુટ વિકસાવાયું છે. અટલ ઈનોવેશન મિશન, એઆઈએમ ચેલેન્જ રૂટ દ્વારા દેશની શાળાઓને પસંદ કરે છે, અને તેને tinkering labs માટે પૈસા આપી રહ્યા છીએ અને પાંચમી, સાતમી, આઠમી, દસમી અને બારમીના બાળકોને ઈનોવેશન માટે પ્રેરણા આપી રહ્યા છીએ. ભારતનું ભાગ્ય બદલવા માટે ભારત પાસે જે પ્રાકૃતિક પ્રતિભાઓ છે તેના ઈનોવેશનમાં આપણે જવું પડશે. જે દેશની અંદર આઈટીનું સામર્થ્ય હોય, પરંતુ ગૂગલ કોઈ અલગ દેશમાં પેદા થયું હોય. જે દેશમાં આઈટીનું સામર્થ્ય ધરાવતા નવજુવાનો હોય, પરંતુ ફેસબુક કોઈ બીજા દેશમાં પેદા થયું હોય. આઈટીનું સામર્થ્ય ધરાવતા નવજુવાનો હોય, પરંતુ યુ ટ્યુબ કોઈ અન્ય જગાએ પેદા થયું હોય. હું ઈચ્છુ છું કે દેશના નવજુવાનોને પડકાર ફેંકુ છું કે આવો, આપણે દુનિયાનું ભાગ્ય બદલવા માટે, ભારતનું ભાગ્ય બદલવા માટે ઈનોવેશનનો માર્ગ પસંદ કરીએ. એવુ નથી કે બુધ્ધિ કોઈના બાપની માલિકીની હોય. જો એક વખત તમે એમાં પરોવાઈ જશો તો તમે પણ નવી વસ્તુઓ શોધીને જ રહેશો. અને દેશ – દુનિયાને ઘણ બધી બાબતો આપીને જશો. ક્યારેક ક્યારેક આપણને પણ કશુંક નવું કરવાનો મૂડ રહેતો હોય છે. પરંતુ સારા ઈનોવેશનની પધ્ધતિ બીજી હોય છે. અને હું આપને ગાઈડ કરવા માંગુ છુ કે આજે મને આશા છે કે મારી આ વાત તમે ધ્યાનથી સાંભળશો. તમારામાં જે એકેડેમીક જ્ઞાન છે, તમે જે સર્કીટથી જે ભણ્યા હશો. જે બેઝિક સ્ટ્રક્ચરલ એન્જીનિયરીંગ ભણ્યા હશો તેના આધારે ઈનોવેશન કરવું તે એક પધ્ધતિ બની રહેશે. બીજી પધ્ધતિ એ છે કે તમે તમારી આસપાસમાં સમસ્યાઓને જુઓ. કઠણાઈઓને જાણો અને પછી તમે વિચાર કરો કે શું હું આ સમસ્યાઓનો ઉપાય કરી શકું તેમ છું. અને તે બાબત જ ઈનોવેશન બની જશે અને તે પણ ખૂબ મોટા સ્કેલ ઉપર થઈ શકશે અને ખૂબ મોટું બિઝનેસ મોડલ પણ બની શકે છે. આપણાં દેશમાં આવી ઘણી બધી સમસ્યાઓ છે. હવે જુઓ જે રીતે સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે. ઈનોવેશન કરનારા મારા ભારતના નવયુવાનો વેસ્ટમાંથી વેલ્થ પેદા કરવાના નવા નવા પ્રોજેક્ટ શા માટે હાથ ન ધરે!!
આજે સોલર એનર્જી પર કામ ચાલી રહ્યું છે. આજે સૌર ઉર્જા, પવન ઉર્જા, રિન્યુએબલ ઉર્જા, કલાઈમેટ ચેન્જ આ બધાં કામો આપણી પાસે આવી રહ્યાં છે. આપણે ભારતના સ્વભાવ અનુસાર એવુ ઈનોવેશન કરીએ કે દરેક ઘરની અંદર દરેક ચીજ આપણે આસાનીથી પહોંચાડી શકીએ. અને જે ભારત કે જ્યાં આટલી બધી સૌર ઉર્જા પ્રાપ્ય છે. શું આપણે રસોઈના ખર્ચથી દરેક ઘરને મુક્ત કરી શકીએ તેમ છીએ. આપણે સૌર ઉર્જાથી ચાલતાં સાધનો બનાવીને એવો રસોઈનાં સાધનો શા ના માટે બનાવીએ કે ખોરક તેના ઉપર જ રાંધી શકાય અને લોકોએ ગેસ લેવા માટે જવું પડે નહી. પોતાનો જ સોલર પ્લાન્ટ હોય અને છત ઉપર બે સોલર પેનલ લાગેલી હોય. ઘરની જરૂરી રસોઈ થઈ જતી હોય. ગરીબના ઘરમાં અને મધ્યમ વર્ગના વ્યક્તિના ઘરમાં બળતણનો જે ખર્ચ થાય છે, તે ખર્ચને આપણે બચાવી શકીએ કે ન બચાવી શકીએ ? આવી નાની નાની વસ્તુઓની આપણને જરૂર છે. તેને ઈનેવેશન તરીકે શા માટે ન પકડીએ ? આપણે ઉપાય શા માટે શોધીએ નહી! મને વિશ્વાસ છે કે આઈઆઈટી ગાંધીનગર એક એવુ કલ્ચર પેદા કરશે કે જે જરૂર આધારિત હોય. જ્ઞાન આધારિત નહી પણ જરૂર આધારિત હોય તો તે ઈનેવેશન ટકી શકે તેમ છે. તેને વિસ્તારી પણ શકાશે. તેનો વ્યાપારી ધોરણે ઉપયોગ કરવાની તક પણ મળી જશે. અને ઘણી મોટી કંપનીઓ તેને ખરીદવવા માટે પણ આગળ આવી શકે છે. અને એટલા માટે હું ઈચ્છું છું કે આઈઆઈટી આ દિશામાં કામ કરે.
હું આઈઆઈટીના નવયુવાનોને એક બીજી બાબત પણ જણાવવા માગુ છું. કદાચ ભારતમાં ગુજરાત એ એવુ પ્રથમ રાજ્ય છે કે જ્યાં CREATE નામની એક સંસ્થા ઉભી કરાઇ છે. ઘણા ઓછા લોકોએ આ નામ સાંભળ્યું હશે. હવે તેની ઉંમર પણ મારી ગણતરી મુજબ 3 કે 4 વરસની થઈ ગઈ હશે. હજુ તેના ભવનનુ લોકાર્પણ બાકી છે. હું સમયઆપી શકતો નથી. પરંતુ સમય આપી દઈશ. CREATE રાજ્યમાં અને દેશમાં ઈનોવેશનનું કામ કરે છે તેમને ઈનક્યુબેશન પૂરૂ પાડવાનું કામ કરે છે. ત્યાં રહેવાની વ્યવસ્થા છે. લેબ છે, તમારા વિચારોને ત્યાં સરકાર તક આપવા માટે તૈયાર છે. તમે એવુ ઈનોવેશન કરો કે જે ભારતના જીવનમાં પરિવર્તન લવવા માટે સરળતાથી વ્યવસ્થાઓને વિકસિત કરી શકે. આ CREATE ભારતમાં એક માત્ર એવુ છે કે જેને દુનિયાની સારામાં સારાં ઈનોવેશન કરનાર સંસ્થા સાથે કોલોબરેટ થયેલી છે. હું આપને અત્યારે જે જાણકારી આપી રહ્યો છું એ સામાન્ય રીતે છાપામાં ચમકે એવી વસ્તુ નથી. પરંતુ જે યુવા પેઢી દેશનું ભવિષ્ય બનાવે છે. તેમના માટે તે ઘણું મહત્વ ધરાવે છે. અને આટલા માટે જ દોસ્તો હું તમારી પાસે અવી અપેક્ષા રાખું છું કે વર્ષ 2022માં જ્યારે ભારતની ઝાદીનાં 75 વર્ષ પૂરાં થાય છે ત્યારે કઇંક કરવા માટે આપણી પાસે પાંચ વરસ છે.
1942માં મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, હિંદ છોડો – ક્વિટ ઈન્ડીયા, પાંચ વર્ષની અંદર તો દેશ એ રીતે ઉભો થઈ જાય કે દેશ માંથી ગરીબી જતી રહેવી જોઈએ. દેશમાંથી ભ્રષ્ટાચાર જતો રહે, ભાઈ-ભત્રિજાવાદ જવો જોઈએ. આ બધુ જ દેશમાં થઈ શકે છે. આવો તમે મારી સાથે ખભાથી ખભો મિલાવીને ચાલો. આ આપણે કરીને જ રહીશુ એવો સંકલ્પ લઈને ચાલવાનું છે.
હું આઈટીના નવયુવાનોને બીજી એક બાબત સમજાવવા માંગુ છું. જ્યારે પણ પદવીદાન સમારંભ થાય ત્યારે તમને ઘણીબધી સલાહ આપવામાં આવતી હશે. ઘણી બધી બાબતો જણાવવામાં વતી હશે, કે તમારી પાસે તેજ દિમાગ છે. તમે ભવ્ય ભવનમાં શિક્ષણ મેળવી રહ્યા છો. તમે ઉત્તમમાં પણ ઉત્તમ શિક્ષણ મેળવવા માટે ભાગ્યશાળી એટલા માટે બન્યા છો કારણ કે કોઈના કોઈ ગરીબે તેને માટે યોગદાન આપ્યું છે. કોઈ ગરીબના હકનું તમને મળ્યું છે. આ ચાર એકર જમીન, સરકાર આ જમીન વેચીને કેટલાય ગામમાં પ્રાથમિક શાળા માટે મકાનો બનાવવાનું કામ કરી શકી હોત, કેટલાં બધાં મકાનો બની શક્યાં હોત, કેટલાય પબ્લિક હેલ્થ સેન્ટર બની શક્યા હોત અને દેશના ઉજળા ભવિષ્ય માટે આ 400 એકર જમીન કામે લગી હોત. પણ સમાજના કોઈ ગરીબ વર્ગના માણસે તમારા માટે ત્યાગ કર્યો છે ત્યારે તમને આ મળ્યું છે. અને તમારામાં જો આ ભાવમાં રહેશે તો આઈઆઈટીયન હોવા છતાં પણ સમાજ માટે તમારી જે સંવેદના છે, તેમાં ક્યારેય પણ ઉણપ આવશે નહી. સમાજના માટે કશુંક કરી છૂટવાનો ઈરાદામાં ક્યારેય પણ કોઈ ઉણપ આવશે નહીં. અને જીવીશ તો પણ મારા દેશના સામાન્ય માનવીના માટે જીવીશ કશુંક મેળવીશ તો તે પણ મારા દેશના માણસ માટે કશુંક કરીને જ ઝંપીશ. આવો ભાવ જાગશે. આ ભાવનાને આગળ ધપાવીને આ નવા ભવનના લોકાર્પણ સમયે તમે પણ હૃદયથી સંકલ્પ કરશો તેવી આશા સાથે આપ સૌને મારી ઘણી બધી શુભેચ્છાઓ.
ખૂબ ખૂબ ધન્યવાદ.
NP/J.Khunt/GP/RJ/RP
You are IIT-ians, I was a Tea-ian when I was young (I sold tea). On this day, a few years ago, I took oath as CM for the first time. Till then, I had never even been an MLA. I had decided that whatever I will do, I will do to the best of my abilities: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
Work is underway to spread digital literacy to every part of India, among all age groups and sections of society: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
In this day and age, we cannot afford to have a digital divide: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
A Digital India guarantees transparency, effective service delivery and good governance: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
Our academics should not be exam driven. The focus should be innovation: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017