Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અહિંસા યાત્રા સંપન્નતા સમારોહ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

અહિંસા યાત્રા સંપન્નતા સમારોહ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર,

કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી મહાશ્રમણ જી, મૂનિ ગણ, પૂજ્ય સાધ્વી જી ગણ અને તમામ શ્રદ્ધાળુઓ. આપણું આ ભારત હજારો વર્ષોથી સંતોની, ઋષિ મૂનિઓની, મૂનિઓની, આચાર્યોની એક મહાન પરંપરાની ધરતી રહ્યું છે. કાળની થપ્પડે ગમે તેવા પડકાર પેદા કર્યા હોય પરંતુ આ પરંપરા એવી જ રીતે ચાલી રહી છે. આપણે ત્યાં આચાર્ય એ જ બન્યા છે જેમણે આપણને ચરૈવેતિ-ચરૈવેતિનો મંત્ર આપ્યો છે. આપણે ત્યાં આચાર્ય એ જ બન્યા છે જેમણે આપણને ચરૈવેતિ-ચરૈવેતિનો મંત્ર આપ્યો છે. શ્વેતાંબર તેરાપંથ તો ચરૈવેતિ-ચરૈવતિની, સતત ગતિશીલતાના આ મહાન પરંપરાને નવી ઉંચાઇ પ્રદાન કરતો આવ્યો છે.આચાર્ય ભિક્ષુએ શિથિલતાના ત્યાગને જ આધ્યાત્મિક સંકલ્પ બનાવ્યો હતો.

આધુનિક સમયમાં આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞ જીથી જે પ્રારંભ થઈ તે મહાન પરંપરા આજે આચાર્ય મહાશ્રમણ જીના રૂપમાં આપણી સમક્ષ જીવંત છે. આચાર્ય મહાશ્રમણ જીએ સાત વર્ષમાં 18 હજાર કિલોમીટરના આ પદયાત્રા પૂર્ણ કરી છે. આ પદયાત્રા દુનિયાના ત્રણ દેશોની યાત્રા હતી. તેના મારફતે આચાર્ય જીએ વસુધૈવ કુટુમ્બકમના ભારતીય વિચારને વિસ્તાર આપી દીધો છે. આ પદયાત્રાએ દેશના 20 રાજ્યોને એક વિચારથી, એક પ્રેરણાથી સાંકળી લીધા છે. જ્યાં અહિંસા છે ત્યાં જ એકતા છે. જ્યાં એકતા છે ત્યાં જ અખંડતા છે. જ્યાં અખંડતા છે ત્યાં જ શ્રેષ્ઠતા છે. હું માનું છું કે આપે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના મંત્રને આધ્યાત્મિક સંકલ્પના રૂપમાં પ્રસારિત કરવાનું કાર્ય કર્યું છે. હું આ યાત્રા પૂર્ણ થવા બદલ આચાર્ય મહાશ્રમણ જીને તથા તમામ અનુયાયીઓને શ્રદ્ધાપૂર્વક અનેક અનેક અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

શ્વેતામ્બર તેરા પંથના આચાર્યો તરફથી મને હંમેશાં વિશેષ સ્નેહ પ્રાપ્ત થયો છે. આચાર્ય તુલસી જી, તેમના પટ્ટધર આચાર્ય મહાપ્રજ્ઞ જી અને હવે આચાર્ય મહાશ્રમણ જી આ તમામનો હું કૃપા પાત્ર રહ્યો છું.
આ જ પ્રેમને કારણે મને તેરા પંથના આયોજનો સાથે સંકળાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ જ પ્રેમને કારણે મેં આપ સૌ આચાર્યોની વચ્ચે આમ કહ્યું હતું કે યે તેરા પંથ હૈ, યે મેરા પંથ હૈ.

ભાઈઓ અને બહેનો,

હું જ્યારે આચાર્ય મહાશ્રમણ જીની આ પદયાત્રા સાથે જોડાયેલી માહિતી જોઈ રહ્યો છું તો મને તેમાં એક સુખદ સંયોગ જોવા મળ્યો છે. આપે આ યાત્રા 2014માં દિલ્હીના લાલ કિલ્લાથી શરૂ કરી હતી. એ વર્ષે દેશે પણ એક નવી યાત્રા શરૂ કરી હતી અને મેં લાલ કિલ્લા પરથી કહ્યું  હતું કેક આ નવા ભારતની નવી યાત્રા છે. પોતાની આ  યાત્રામાં દેશના પણ એ જ સંકલ્પ રહ્યા – જનસેવા, જન કલ્યાણ. આજે આપ કરોડો દેશવાસીઓ સાથે મળીને પરિવર્તનના આ મહાયજ્ઞમાં તેમની ભાગીદારીના શપથ અપાવીને દિલ્હી આવ્યા છો. મને ભરોસો છે કે આપે દેશના ખૂણે ખૂણામાં, જન જનમાં એક નવા ભારતની આ નવી યાત્રાની ઊર્જાનો અનુભવ કર્યો હશે અને તેને સાક્ષાત નિહાળ્યો હશે. મારો આગ્રહ છે કે બદલાતા ભારતનો આ અનુભવ આપ જેટલો દેશવાસીઓ સાથે સાંકળશો તેટલી જ તેમને પ્રેરણા મળશે.

સાથીઓ,

આચાર્ય શ્રીએ પોતાના આ પદયાત્રામાં ‘સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ’ એક સંકલ્પના રૂપમાં સમાજ સમક્ષ રજૂ કરી છે. મને કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન લાખો લોકો નશામુક્તિ જેવા સંકલ્પથી સંકળાયા છે. આ પોતાનામાં એક મોટું અભિયાન છે. આધ્યાત્મિક દૃષ્ટિથી જોઇએ તો આપણે સ્વ નો સાક્ષાત્કાર ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે આપણે વ્યસનથી મુક્ત હોઇએ. આ વ્યસન — આ નશો, લોભ લાલચ અને સ્વાર્થનો પણ હોઈ શકે છે. જ્યારે સ્વયંથી સાક્ષાત્કાર થાય છે ત્યારે જ ‘સ્વયંમાં સર્વમ’ના દર્શન થાય છે. ત્યારે જ આપણે સ્વાર્થથી ઉપર ઉઠીને પરમાર્થના માટે આપણા કર્તવ્યોનો બોધ મળે છે.

સાથીઓ,

આજે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ પણ ઉપર ઉઠીને સમાજ અને રાષ્ટ્રના માટે કર્તવ્યોનું આહવાન કરી રહ્યો છે. આજે દેશ ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ’ના સંકલ્પ પર આગળ ધપી રહ્યો છે. સરકારો જ બધું કરશે, સત્તા જ બધું ચલાવશે, આ ક્યારેય ભારતના વિચારો રહ્યા નથી. આ ભારતની પ્રકૃત્તિ જ રહી નથી. આપણે ત્યાં રાજ સત્તા, સમાજ સત્તા, આધ્યાત્મ સત્તા, તમામની એક સમાન ભૂમિકા રહી છે. આપણે ત્યાં કર્તવ્ય જ ધર્મ રહ્યો છે. મને આચાર્ય તુલસી જીની એક વાત યાદ આવી રહી છે. તેઓ કહેતા હતા – ‘હું સૌ પ્રથમ માનવ છું, ત્યાર પછી હું એક ધાર્મિક વ્યક્તિ છું, પછી હું એક સાધના કરનારો જૈન મૂનિ છું અને ત્યાર બાદ હું તેરા પંથનો આચાર્ય છું’. કર્તવ્ય પથ પર ચાલતા ચાલતા આજે દેશ પણ પોતાના સંકલ્પોમાં આ ભાવને કોહરાવી રહ્યો છે.

સાથીઓ,

મને આનંદ છે કે આજે એક નવું ભારત સપનાઓની સાથે આપણું ભારત સામૂહિકતાની શક્તિથી આગળ ધપી રહ્યું છે. આજે આપણી આધ્યાત્મિક શક્તિઓ, આપણા આચાર્ય, આપણા સંત તમામ સાથે મળીને ભારતને ભવિષ્યની દિશાનું સિચન કરી રહ્યા છે. મારી પ્રાર્થના છે કે આપ દેશની આ અપેક્ષાઓને, દેશના પ્રયાસોને જન જન સુધી લઈ જવાનું એક સક્રિય માધ્યમ બનો.આઝાદીના અમૃતકાળમાં દેશ જે સંકલ્પો પર આગળ ધપી રહ્યો છે પછી તે પર્યાવરણનો વિષય હોય, પોષણનો પ્રશ્ન હોય કે પછી ગરીબોના કલ્યાણનો પ્રયાસ હોય આ તમામ સંકલ્પોમાં આપની મોટી ભૂમિકા છે. મને સંપૂર્ણ ભરોસો છે કે આપ સંતોના આશીર્વાદ દેશના આ પ્રયાસોને વધુ પ્રભાવશાળી બનાવશે. વધુ સફળ બનાવશે. આ જ ભાવના સાથે તમામ સંતોના ચરણોમાં વંદન કરીને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com