Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમે વિકાસ અને વારસાને સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએઃ પ્રધાનમંત્રી

અમે વિકાસ અને વારસાને સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએઃ પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઇગાસ પર્વ નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારત વિકાસ અને વારસાને સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને ઉત્તરાખંડના નાગરિકોને શુભેચ્છા પાઠવતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેવભૂમિના ઇગાસ ઉત્સવનો વારસો વધુ સમૃદ્ધ બનશે.

X પર થ્રેડ પોસ્ટમાં, તેમણે લખ્યું:

“ઇગાસ ઉત્સવ નિમિત્તે મારા પરિવારના સભ્યો સહિત ઉત્તરાખંડના તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન! દિલ્હીમાં આજે મને પણ ઉત્તરાખંડના લોકસભા સાંસદ અનિલ બલુની જીને ત્યાં આ ઉત્સવમાં હાજરી આપવાનો લહાવો મળ્યો. હું ઈચ્છું છું કે આ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે @anil_baluni”

“અમે વિકાસ અને વારસાને એક સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએ. મને તે વાતનો સંતોષ છે કે લગભગ લુપ્ત થઈ રહેલી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઇગાસ ઉત્સવ ફરી એકવાર ઉત્તરાખંડના મારા પરિવારના સભ્યોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે.”

“ઉત્તરાખંડના મારા ભાઈઓ અને બહેનોએ જે રીતે ઇગાસની પરંપરાને જીવંત કરી છે તે ખૂબ જ પ્રોત્સાહક છે. દેશભરમાં જે મોટા પાયે આ પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે તે તેનો સીધો પુરાવો છે. મને વિશ્વાસ છે કે દેવભૂમિનો આ વારસો આગળ વધશે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com