શ્રીમાન સ્પીકર,
શ્રીમાન ઉપ રાષ્ટ્રપતિ,
અમેરિકી કોંગ્રેસના પ્રતિષ્ઠિત સદસ્યગણ,
ભાઈઓ અને બહેનો,
હું અમેરિકી કોંગ્રેસની આ સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે અપાયેલ નિમંત્રણથી અત્યંત સન્માનિત અનુભવ કરી રહ્યો છું. આ ભવ્ય કૈપિટોલના દ્વાર ખોલવા માટે શ્રીમાન સ્પીકર આપનો ખુબ ખુબ આભાર. લોકતંત્રના આ મંદિરે વિશ્વભરમાં અન્ય લોકતંત્રોને પ્રોત્સાહિત કર્યા છે તથા સશક્ત બનાવ્યા છે. આ મહાન દેશની ભાવનાને અભિવ્યક્ત કરે છે, જે અબ્રાહમ લિંકનના શબ્દોમાં સ્વતંત્રતામાં પરિકલ્પિત થઈ હતી અને આ કલ્પના પ્રત્યે સમર્પિત થઈ હતી કે બધી જ વ્યક્તિઓ સમાન છે. મને આ તક આપીને, આપે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને તેના 1.25 અબજ લોકોને સન્માનિત કર્યા છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રના પ્રતિનિધિ તરીકે, આ મારૂં સૌભાગ્ય છે કે દુનિયાના સૌથી પ્રાચિન લોકતંત્રના નેતાઓને હું સંબોધિત કરી રહ્યો છું.
સ્પીકર મહોદય, બે દિવસ પહેલાં મેં મારો પ્રવાસ આરલિંગટન રાષ્ટ્રીય સેમેટરીથી શરૂ કર્યો હતો જ્યાં આ મહાન ભૂમિના અનેક વીર જવાનોની સમાધિ છે. હું તેમના સાહસ અને આઝાદી તથા લોકતંત્રના આદર્શો માટે તેમના બલિદાનનું સન્માન કરૂં છું. આ એ નિર્ણાયક દિવસની 72મી વર્ષગાંઠ છે. એ દિવસો આ મહાન દેશના હજારો જવાનો સ્વતંત્રતાની જ્યોત સળગતી રાખવા માટે એ દૂર દૂરની ભૂમિના તટો પર યુદ્ધ લડ્યા હતાં જેને તેઓ જાણતા પણ ન હતાં. તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું, જેથી દુનિયા આઝાદીનો શ્વાસ લેતી રહે. આઝાદીની આ ભૂમિ અને વીર જવાનોના આ દેશના પુરૂષો તથા મહિલાઓ દ્વારા માનવતાની સેવા માટે અપાયેલ બલિદાનને હું બિરદાવું છું, ભારત બિરદાવે છે. ભારત જાણે છે કે આનો અર્થ શું છે, કારણ કે અમારા સૈનિકોએ પણ આ જ આદર્શો માટે દૂર દૂર આવેલી યુદ્ધ ભૂમિ પર પોતાના જીવનના બલિદાન આપ્યા છે. એ જ કારણ છે કે સ્વતંત્રતા અને આઝાદીના દોરાથી આપણાં બે લોકતંત્ર મજબૂત બંધનમાં બંધાયેલાં છે.
સ્પીકર મહોદય, આપણાં આ બંને રાષ્ટ્રોનો ઈતિહાસ, સંસ્કૃતિ અને આસ્થાઓ ભલે જુદી જુદી હોય, પરંતુ લોકતંત્રમાં આપણી આસ્થા અને આપણાં દેશવાસીઓની આઝાદી આ બંને રાષ્ટ્રો માટે એક સમાન છે. બધા જ નાગરિકો સમાન છે, આ અનુપમ વિચાર ભલે અમેરિકી બંધારણનો કેન્દ્રીય(મુખ્ય) આધાર હોય, પરંતુ આપણાં સંસ્થાપક પણ આ વિશ્વાસની આપલે કરતા હતાં અને તેઓ ભારતના દરેક નાગરિક વ્યક્તિગત આઝાદી ઈચ્છતા હતાં.
એક નવ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અમે જ્યારે લોકતંત્રમાં પોતાની આસ્થા વ્યક્ત કરી હતી, તો એવા ઘણાં લોકો હતાં જેમણે ભારત અંગે સંદેહ વ્યક્ત કર્યો હતો. નિશ્ચિતરૂપે, અમારી નિષ્ફળતા માટે શરતો લગાવી હતી. પરંતુ ભારતની પ્રજા જરાય ડગમગી નહી. અમારા સંસ્થાપકોએ એક આધુનિક રાષ્ટ્રનું નિર્માણ કર્યું જેના અંતરાત્માનો સાર આઝાદી, લોકતંત્ર અને સમાનતા હતો. અને તેવું કરતાં સમયે તેમણે એવું નક્કી કર્યું હતું કે અમે અમારી યુગો જુની વિવિધતાઓનો ઉત્સવ નિરંતર ઉજવતા રહીએ. આજે,
• પોતાની તમામ સડકો અને સંસ્થાનો
• પોતાના ગામડાઓ અને શહેરો
• તમામ આસ્થાઓ પ્રત્યે સમાન સન્માન, અને
• પોતાની સેંકડો ભાષાઓ અને બેલીઓના માધુર્ય
ની દ્રષ્ટિએ ભારત એક છે. ભારત એક દેશ તરીકે આગળ વધી રહ્યો છે, ભારત એક જ દેશના રૂપે ઉત્સવ ઉજવી રહ્યો છે.
સ્પીકર મહોદય,
આધુનિક ભારત તેના 70 મા વર્ષમાં છે. મારી સરકાર માટે બંધારણ જ વાસ્તવિક પવિત્ર ગ્રંથ છે. અને એ પવિત્ર ગ્રંથમાં કોઈની પણ ભલે કેવી પણ પૃષ્ઠભૂમિ હોય, તમામ નાગરિકો માટે સમાન રીતે વિશ્વાસની આઝાદી, વાણી અને મતાધિકાર, તથા સમાનતાના અધિકારોને મૂળભુત અધિકાર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. અમારા 800 મિલિયન દેશવાસીઓ દર પાંચ વર્ષે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. પરંતુ અમારા તમામ 1.25 બિલિયન નાગરિકોને ભયથી સ્વતંત્રતા મળી છે જેનો ઉપયોગ તેઓ જીવનની દરેક ક્ષણે કરે છે.
માનનીય સદસ્યો,
આપણી લોકતાંત્રિક પ્રણાલીઓ વચ્ચે ભાગીદારી એ રીતે દ્રષ્ટિગોચર થઈ રહી છે જેમાં આપણાં ચિંતકોએ એકબીજાને પ્રભાવિત કર્યા છે અને આપણા સમાજોની ધારાઓને આકાર આપ્યો છે. નાગરિક અસહયોગના થોરેસના વિચારે અમારા રાજકીય વિચારોને પ્રભાવિત કર્યા છે. અને આ રીતે, ભારતના મહાન સંત સ્વામી વિવેકાનંદ દ્વારા માનવતાને અંગીકાર કરવાનું સર્વાધિક વિખ્યાત આહ્વાહન શિકાગોમાં કરવામાં આવેલ હતું. ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતે માર્ટિન લ્યુથરના સાહસને પ્રેરિત કર્યો.
આજે ટાઈડલ બેસિનમાં સ્થિત માર્ટિન લ્યુથર કિંગ સ્મારક સ્થળ મેસએસ્ચ્યુસેટ્સ એવન્યુમાં ગાંધીજીની પ્રતિમાથી માત્ર ત્રણ માઈલના અંતરે આવેલ છે. વોશિંગટનમાં તેમના સ્મારક સ્થળો વચ્ચેની આ નિકટતા એ આદર્શો અને મૂલ્યોની પ્રગાઢતાને પ્રતિબિંબિત કરે છે જેમાં તેમને વિશ્વાસ હતો. ડો. બીઆર આંબેડકરની પ્રતિભાનું પરિપોષણ એક સદી પહેલાં એ વર્ષોમાં જ કરી દેવાયેલ, જે તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં પસાર કર્યા હતાં. તેમના પર અમેરિકી બંધારણની અસર, લગભગ ત્રણ દાયકાઓ બાદ ભારતીય સંવિધાનના આલેખનમાં પ્રતિબિંતિત થઈ. અમારી સ્વતંત્રતા પણ એ જ આદર્શવાદથી પ્રજ્વલિત થઈ, જેણે સ્વતંત્રતા માટે આપના સંઘર્ષને પ્રોત્સાહિત કર્યો હતો. એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈએ ભારત અને અમેરિકાને ‘સ્વભાવિક મિત્ર’ કહ્યા હતાં. એમાં કોઈ શંકા નથી કે આઝાદીના એકસરખા આદર્શો અને સમાન દર્શને જ આપણાં સંબંધોને આકાર આપ્યો હતો. એમાં કોઈ શંકા નથી કે રાષ્ટ્રપતિ ઓબામાએ અમારા સંબંધોને 21મી શતાબ્દીની વિશિષ્ટ ભાગીદારી ગણાવી છે.
સ્પીકર મહોદય,
15 વર્ષ પહેલાં ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈ અહીં ઉભા હતાં અને તેમણે અતિતના ‘ખચકાટના પડછાયા’થી બહાર નિકળવાની અપિલ કરી હતી. ત્યારથી પણ મિત્રતાના પૃષ્ઠ એક ઉલ્લેખનીય વાર્તા કહે છે. આજે આપણાં સંબંધ ઈતિહાસના ખચકાટથી બહાર આવી ગયા છે. આરામ, સ્પષ્ટવાદિતા અને અભિબિંદુતા આપણાં સંભાષણોને વ્યાખ્યાતિત કરે છે. ચુંટણીઓના ચક્ર અને પ્રશાસનોના પરિવર્તન દ્વારા અમારા સંબંધોની પ્રગાઢતા હજુ વધી છે. અને આ રોમાંચક પ્રવાસમાં અમેરિકી કોંગ્રેસે આના કંપાસની જેમ કાર્ય કર્યું છે. તમે અમને મુશ્કેલીઓને ભાગીદારીના સેતુઓ તરીકે બદલવામાં સહાયતા કરી છે. 2008માં જ્યારે ભારત-અમેરિકા નાગરિક પરમાણું સહયોગ સમજૂતિને પસાર કરાઈ, તેણે તે આપણા સંબંધોના રંગોને જ પરિવર્તિત કરી દીધા. અમે આપનો તેટલા સમય સુધી ત્યાં રોકાવા માટે આભાર માનીએ છીએ જ્યારે ભાગીદારીમાં આપની સૌથી વધુ જરૂર હતી. આપ દુ:ખની પળોમાં પણ અમારી સાથે ઉભા રહ્યા છો. ભારત ક્યારેય પણ અમેરિકી કોંગ્રેસ દ્વારા દર્શાવેલ એકતાને નહીં ભૂલે, જ્યારે અમારી સીમાને પાર આતંકવાદીઓએ નવેમ્બર, 2008 માં હુમલો કર્યો હતો.
સ્પીકર મહોદય,
જેવું કે મને જણાવવામાં આવેલ છે કે, અમેરિકી કોંગ્રેસની કાર્ય કરવાની પદ્ધતિ બેહદ સદ્ભાવપૂર્ણ છે. મને એવું પણ કહેવામાં આવેલ હતું કે આપ બધા આપની દ્વિપક્ષીય વ્યવસ્થા માટે પ્રચલિત છો. આ પ્રકારની વ્યવસ્થાને માનનારા આપ એકલા નથી. પહેલાં પણ અને આજે પણ મેં જોયું છે કે અમારી ભારતીય સંસદમાં પણ આ પ્રકારનો ઉત્સાહ રહે છે. ઉપલા સદનમાં આપણી પરંપરાઓ ઘણી એકસરખી છે.
સ્પીકર મહોદય,
જેમ કે આ દેશ સારી રીતે સમજે છે કે દરેક યાત્રાનો એક પથપ્રદર્શક હોય છે. જુના નેતાઓએ ખુબ જ ઓછા સમયમાં વિકાસની એક ભાગીદારી તૈયાર કરી હતી, અને એ પણ ત્યારે કે જ્યારે આપણી વચ્ચે આટલી મુલાકાતો થતી ન હતી. નોર્મન બોરલૉગ જેવા પ્રતિભાશાળી વ્યક્તિ ભારતમાં હરિત ક્રાંતિ લઈ આવ્યા. અમેરિકી વિશ્વ વિદ્યાલયોની ઉત્કૃષ્ટતાએ ભારતીય ટેકનિકલ અને પ્રબંધન સંસ્થાઓને ઘણી વિકસાવી છે.
અમે અમારી સહભાગિતાની આ ગતિને આજે વધુ ઝડપી બનાવી શકીએ છીએ. આપણી ભાગીદારીની સ્વીકાર્યતા સંપૂર્ણ રીતે અમારા લોકોના પ્રયત્નને કારણે શક્ય બની છે. આપણી ભાગીદારી દરિયા જેવી ઊંડાઈથી લઈને આકાશ જેવી ઊંચાઈ સુધી નજરે પડે છે. આપણું વિજ્ઞાન અને ટેકનિકલ સહયોગ સ્વાસ્થ્ય, શિક્ષણ, ખાદ્ય અને કૃષિની જુની સમસ્યાઓને નાબૂદ કરવામાં સતત સહયોગ આપી રહ્યું છે. વાણિજ્ય અને રોકાણના ક્ષેત્રે આપણી ભાગીદારી વધી રહી છે. અમારો અમેરિકા સાથે વ્યાપાર કોઈપણ અન્ય દેશના સરખામણીએ વધુ છે. આપણી વચ્ચે સમાન સેવાઓ અને નાણાંના લેવડદેવડ વધવાથી બંને તરફ નોકરીઓની તકો વધી રહી છે. જેવું વ્યાપારમાં છે તેવું જ રક્ષાના ક્ષેત્રે પણ છે. ભારતનો અમેરિકા સાથે સૈન્ય સહયોગ પણ અન્ય બીજા દેશની સરખામણીએ વધુ છે. એક દાયકાથી પણ ઓછી અવધિમાં અમારી રક્ષા સામાનોની ખરીદી લગભગ 0 થી 10 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આપણા પરસ્પર સહયોગથી અમારા શહેરો અને ત્યાંના નાગરિકોની આતંકવાદીઓથી રક્ષા અને આધાર ભૂત માળખાને સાયબર જોખમોથી બચાવ સુનિશ્ચિત કરે છે. જેમ કે મેં કાલે રાષ્ટ્રપતિ ઓબામાને કહ્યું હતું કે, આપણી વચ્ચે નાગરિક પરમાણુ સહયોગ એક વાસ્તવિકતા છે.
સ્પીકર મહોદય, બંને દેશોના લોકો વચ્ચે સંબંધો અત્યંત મજબૂત છે. બંને દેશોના લોકો વચ્ચે અત્યંત નજીકના સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે.
સીરીએ જણાવ્યું કે ભારતના પ્રાચિન વારસા યોગનો અમેરિકામાં 30 મિલિયન લોકો અભ્યાસ કરી રહ્યા છે. અનુમાન મુજબ અમેરિકામાં 30 મિલિયન લોકો અભ્યાસ કરી રહ્યા છે. અનુમાન મુજબ અમેરિકામાં યોગા માટે ઝુકનારાઓની સંખ્યા કર્વ બોલ માટે ઝુકનારાઓથી પણ વધુ છે. અને સ્પીકર મહોદય, અમે યોગા પર કોઈ બૌદ્ધિક સંપદા હક્કો પણ રાખ્યા નથી. અમારા 30 લાખ ભારતીય અમેરિકન બંને દેશોને જોડવા માટે અદ્વિતીય અને સક્રિય સેતુનું કામ કરી રહ્યા છે. આજે તેઓ અમેરિકાના શ્રેષ્ઠ સીઈઓ, શિક્ષણશાસ્ત્રી, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રી, ચિકિત્સક અને અહીં સુધી કે અંગ્રેજી જોડણી સ્પર્ધાના ચેમ્પિયન પણ છે. આ લોકો આપની શક્તિ છે. આ લોકો આપણા બંને સમાજોના પ્રતિનિધિની જેવા છે.
સ્પીકર મહોદય,
આપના આ મહાન દેશ અંગે મારી સમજ જાહેર જીવનમાં આવવાના ઘણા સમય પહેલાં જ વિકસીત થઈ ગઈ હતી. પદભાર ગ્રહણ કર્યાના બહુ જ પહેલાં હું તટથી તટ થઈને 25થી વધુ અમેરિકન રાજ્યોમાં ફરી ચુક્યો છું. ત્યારે મને અનુભૂતિ થઈ કે અમેરિકાની અસલ તાકાત એની પ્રજાના સપનામાં અને આકાંક્ષાઓમાં છે.
સ્પીકર મહોદય,
આજે એ જ ઉત્કટતા ભારતમાં પણ ઉદ્ભવી રહી છે. 800 મિલિયન યુવાઓ કે જેઓ ખાસ કરીને અધિરા છે. ભારતમાં બહુ જ મોટો આર્થિક ફેરફાર આવી રહ્યો છે. કરોડો ભારતીય પહેલાંથી જ રાજકીય રીતે સક્ષમ છે. મારૂં સ્વપ્ન તેમને સામાજીક-આર્થિક પરિવર્તન દ્વારા આર્થિક રીતે સક્ષમ કરવાનું છે. 2022માં ભારતની આઝાદીની 75મીં વર્ષગાંઠ છે. મારી કાર્યસૂચિ લાંબી અને મહત્વકાંક્ષી છે. જેને આપ સમજી શકો છો. જેમાં સામેલ છે.
• એક વિસ્તૃત ગ્રામીણ અર્થવ્યવસ્થા
જેમાં સુદ્રઢ કૃષિ ક્ષેત્ર સામેલ છે.
• તમામ નાગરિકો માટે એક ઘર અને
વીજળીની વ્યવસ્થા.
• અમારા લાખો યુવાઓને કૌશલ્ય પ્રદાન
કરવું.
• 100 સ્માર્ટ શહેરોનું નિર્માણ
• એક અબજ લોકોને ઈન્ટરનેટ પુરૂં
પાડવું અને ગામોને ડિજીટલ દુનિયાથી જોડવા
• 21મી સદી અનુસાર રેલ, સડક અને શિપની આધારભૂત સંરચના તૈયાર કરવી.
આ માત્ર અમારી મહત્વકાંક્ષા જ નથી પરંતુ તેને એક નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવાનું અમારૂં લક્ષ્ય છે.
આ બધા જ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સુનિયોજીત યોજના બનાવી છે જેમાં નવીનીકરણ પર અમારૂં ખાસ ધ્યાન છે.
સ્પીકર મહોદય, ભારતને આગળ વધવાની આ તમામ યોજનાઓમાં હું અમેરિકાને એક અનિવાર્ય સહયોગી તરીકે જોઉં છું. આપ બધામાં પણ ઘણાં લોકો એવું માને છે કે મજબૂત અને સંપન્ન ભારતનું હોવું તે અમેરિકાના વ્યૂહાત્મક હિતોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આવો સાથે મળીને એક બીજાના આદર્શોની આપલે કરીને સહયોગની દિશામાં આગળ વધીએ. એ વાતમાં કોઈ શંકા નથી કે આ સંબંધોની મજબૂતીથી બંને દેશોને ઘણાં સ્તરે ફાયદો થશે. અમેરિકન વેપાર જગતને ઉત્પાદન અને નિર્માણ માટે આર્થિક વિકાસનાં નવા ક્ષેત્રો, વસ્તુઓ માટે નવા બજાર, કુશળ કામદારો અને વૈશ્વિક સ્થળોની જરૂરિયાત છે. ભારત તેનો આદર્શ સહયોગી બની શકે છે.
ભારતનું મજબૂત અર્થતંત્ર અને 7.6 ટકા પ્રતિવર્ષનો વિકાસ દર આપણી સમૃદ્ધિના નવા અવસર પ્રદાન કરે છે.
ભારતમાં પરિવર્તનકારી અમેરિકી ટેકનોલોજી અને ભારતીય કંપનીઓ તરફથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં વધી રહેલ રોકાણ બંનેની અમારા નાગરિકોના જીવન પર સકારાત્મક અસર પડી રહી છે. આજે પોતાના વૈશ્વિક સંશોધન અને વિકાસ કેન્દ્રો માટે ભારત જ અમેરિકી કંપનીઓની પસંદગીનું સ્થળ છે. ભારતથી પૂર્વ તરફ જોતાં પ્રશાંતને પાર આપણાં બંને દેશોની ઈનોવેશન ક્ષમતા કેલિફોર્નિયામાં આવીને એકસાથે મળે છે. અહીં અમેરિકાની અભિનવ પ્રતિભા અને ભારતની બૌદ્ધિક રચનાત્મકતા ભવિષ્યના નવા ઉદ્યોગોને આકાર આપવાનું કામ કરી રહી છે.
સ્પીકર મહોદય,
21મી સદી પોતાની સાથે મહાન અવસર લઈને આવી છે. જો કે તે પોતાની સાથે જોડાયેલ અનેક પડકારો પણ લઈને આવી છે. પરસ્પર નિર્ભયતા વધી રહી છે. પરંતુ જ્યાં એક તરફ દુનિયાના કેટલાક ભાગો વધતી આર્થિક સમૃદ્ધિના દ્વિપ છે, તો બીજી તરફ અન્ય ભાગો સંઘર્ષોથી ઘેરાયેલા છે. એશિયામાં કોઈ પરસ્પર સહમતિવાળી સુરક્ષા સંરચનાનો અનિશ્ચિતતા પેદા કરે છે. આતંકના જોખમો વધી રહ્યા છે અને નવા પડકારો સાયબર અને 20મી સદીમાં પરિકલ્પિત વૈશ્વિક સંસ્થાન નવા પડકારોનો સામનો કરવા અથવા નવી જવાબદારીઓ લેવામાં અસમર્થ નજરે પડે છે. અનેકાનેક પરિવર્તનો અને આર્થિક અવસરો, વધતી અનિશ્ચિતતાઓ અને રાજકીય જટિલતાઓ, હાલના જોખમો અને નવા પડકારોની આ દુનિયામાં અમારી વચનબદ્ધતા નિમ્નલિખિતને પ્રોત્સાહન આપી મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.
* સહયોગ, પ્રભુત્વ નહીં
* કનેક્ટિવિટી, અલગતા નહીં
• વૈશ્વિક સામાન્ય પ્રજા માટે આદર
• સમાવેશી વ્યવસ્થા, વંચિત રાખનાર નહીં, અને સૌથી વધુ મહત્વપૂર્ણ
• આંતરરાષ્ટ્રીય નિયમો અને માનકોનું પાલન
ભારત હિંદ મહાસાગર ક્ષેત્રને સુરક્ષિત રાખવા સંબંધિત પોતાની જવાબદારીઓ પહેલાંથી જ સંભાળી રહ્યું છે.
એક મજબૂત ભારત અમેરિકી ભાગીદારી એશિયાથી લઈને આફ્રિકા સુધી અને હિંદ મહાસાગરથી લઈને પ્રશાંત ક્ષેત્ર સુધી શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા લાવી શકે છે.
આ વાણિજ્યના દરિયાઈ માર્ગોની સુરક્ષા અને દરિયા પર શીપીંગની વ્યવસ્થા સુનિશ્ચિતતા કરવામાં પણ મદદ કરી શકે છે. પરંતુ, અમારા સહયોગની પ્રભાવશીલતામાં વૃદ્ધિ ત્યારે જ થશે જ્યારે 20મી સદીની માનસિકતાની સાથે તૈયાર આંતરરાષ્ટ્રીય સંસ્થાન આજની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરશે.
સ્પીકર મહોદય,
વોશિંગટન ડીસી આવતા પહેલાં હું પશ્ચિમી અફઘાનિસ્તાન સ્થિત હેરાત ગયો હતો, જ્યાં મેં અફઘાન-ઈંડિયા ફ્રેન્ડશીપ ડેમ (અફઘાનિસ્તાન-ભારત મિત્રતા બંધ)નો શુભારંભ કર્યો. આ જળવિદ્યુત પરિયોજના 42 મેગાવોટ ક્ષમતાની છે. જેને ભારતના સહયોગથી બનાવવામાં આવેલ છે. હું ગત વર્ષે ક્રિસમસ પર પણ ત્યાં ગયો હતો અને ત્યાંની સંસદને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ અમારા લોકશાહી સંબંધોનું પ્રમાણ છે. અફઘાનિસ્તાને સ્વભાવિક રીતે અમેરિકાના બલિદાનને માન્યતા આપી છે, જેનાથી તેમના જીવનને બહેતર બનાવવામાં મદદ મળી છે. જો કે ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવેલ આપના ફાળાની આના કરતાં વધુ પ્રશંસા કરવામાં આવી છે.
ભારતે પણ અફઘાની પ્રજા સાથે પોતાની મિત્રતાને સમર્થન આપવા માટે ઘણું યોગદાન અને બલિદાન આપ્યું છે. એક શાંતિપૂર્ણ અને સ્થિર તથા સંપન્ન અફઘાનિસ્તાનું નિર્માણ કરવું અમારો સંયુક્ત હેતુ છે.
સન્માનિત સદસ્યો,
અત્યાર સુધી ફક્ત અફઘાનિસ્તાન માટે જ નહીં, પરંતુ દક્ષિણ એશિયામાં ક્યાંય પણ અને વૈશ્વિક સ્તરે પણ આતંકવાદ મોટું જોખમ બનેલ છે. પશ્ચિમી ભારતથી આફ્રિકાની સીમા સુધીના ક્ષેત્રમાં તેના લશ્કર-એ-તોયબા, તાલિબાન, આઈએસઆઈએસ સુધી તેના વિભિન્ન નામો હોઈ શકે છે. પરંતુ તેના લક્ષ્ય સમાન છે ઘૃણા, હત્યા અને હિંસા. ભલે આનો પડછાયો દુનિયાભરમાં છે, પરંતુ તે ભારતની પાડોશમાં જ ફુલીફાલી રહ્યો છે. હું અમેરિકી કોંગ્રેસની એ વાત માટે પ્રસંશા કરી રહ્યો છું કે તો રાજકીય ફાયદા માટે ધર્મ અને આતંકવાદનો ઉપયોગ કરનારને સખ્ત સંદેશ આપી રહી છે. તેમને પુરસ્કૃત કરવા માટે મનાઈ ફરમાવવી, તેમના કાર્યો માટે તેમને જવાબદાર ઠેરવવાની દિશામાં આ પ્રથમ પગલું છે. આતંકવાદ વિરૂદ્ધ લડાઈ ઘણાં સ્તરે લડવાની છે. અને સેના, ગુપ્તચર સેવા અથવા માત્ર કૂટનીતિના વિશ્વાસે આ લડાઈ જીતવી શક્ય નહીં બને.
સ્પીકર મહોદય,
અમે આના વિરૂદ્ધની લડાઈમાં અમારા નાગરિકો અને સૈનિકોના બલિદાન આપ્યા છે. આપણા સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા સમયની જરૂરિયાત છે. અને એવી નીતિ બનાવવામાં આવે, જે
• આવા લોકોને જુદા પાડી દેતી હોય જે
આતંકવાદને શરણ, સહયોગ અને પ્રાયોજીત કરતાં રહે છે.
• સારા અને ખરાબ આતંકવાદ વચ્ચે
તફાવત ના કરતા હોય
• જે ધર્મ અને આતંકવાદને અલગ રાખે.
અને અમને એમાં સફળ બનાવે કે જે માનવતામાં વિશ્વાસ રાખતા હોય, તેઓ આ બધા સાથે લડવા માટે એકસાથે આવે અને આ દુષ્ટતા વિરૂદ્ધ એક સૂરમાં બોલે. આતંકવાદને ગેરકાયદેસર બનાવવો જોઈએ.
સ્પીકર મહોદય,
આપણી ભાગીદારીના ફાયદા અન્ય દેશોને અને ક્ષેત્રોને થવાની સાથે સાથે, અમે આપણી અને અમારી ક્ષમતાઓને ભેગી કરીને એકસાથે મળીને આપત્તિઓના સમયે જ્યારે માનવીય રાહતની જરૂર હોય છે અન્ય વૈશ્ચિક પડકારોનો સામનો કર્યો છે. અમારા દેશથી માઈલો દૂર યમનથી હજારો ભારતીયો, અમેરિકનો અને અન્ય દેશોનાં લોકોને બહાર કાઢ્યાં હતાં. અમારી પાડોશમાં નેપાલમાં ભૂકંપ, માલદીવમાં જળસંકટ અને તાજેતરમાં જ શ્રીલંકામાં ભૂસ્ખલન સમયે રાહત પહોંચાડનાર ભારત પહેલો દેશ હતો. ભારત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના કાર્યક્રમમાં સૈનિકોને મોકલનાર સૌથી મોટો દેશ પણ છે. હંમેશાં ભારત અને અમેરિકા વિશ્વના વિભિન્ન ભાગોમાં ભૂખમરો, ગરીબી, બિમારી અને નિરક્ષરતા સામે લડવા માટે વિજ્ઞાન ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રે પોતાની શક્તિઓ ભેગી કરે છે. આપણી ભાગીદારીની સફળતા એશિયાથી લઈને આફ્રિકા સુધી શિક્ષણ, સુરક્ષા અને વિકાસ માટે નવી તકો ખોલી રહી છે. અને પર્યાવરણ સંરક્ષણ તથા ધરતીની દેખરેખ એક યથાર્થ વિશ્વના નિર્માણ માટે આપણા સહ વિઝનમાં મુખ્ય વિષય છે. ભારતમાં અમારા માટે ધરતી માતા સાથે સૌહાર્દપૂર્વક રહેવું તે અમારી પ્રાચિન માન્યતા છે. અને પ્રકૃતિથી ફક્ત જરૂરિયાતની વસ્તુઓને ગ્રહણ કરવી અમારી સભ્યતાનું નૈતિક મૂલ્ય છે. તેથી અમારી ભાગીદારીનું લક્ષ્ય ક્ષમતાઓની સાથે જવાબદારીઓને સંતુલિત કરવાનું છે. અને, આ નવીનીકરણ ઉર્જાની ઉપલબ્ધતા અને તેના ઉપયોગને વધારવાની દિશામાં પણ કેન્દ્રીત છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન બનાવવાની અમારી પહેલને અમેરિકાનું પૂરું સમર્થન આ પ્રકારનો એક પ્રયાસ છે. અમે ફક્ત અમારા ઉત્તમ ભવિષ્ય માટે એકસાથે મળીને કામ નથી કરી રહ્યા પરંતુ વિશ્વભરના ઉત્તમ ભવિષ્ય માટે કામ કરી રહ્યા છીએ. જી-20 પૂર્વીય એશિયા સંમેલન અને જળવાયુ પરિવર્તન સંમેલનોમાં આ અમારા પ્રયાસોનું લક્ષ્ય રહ્યું છે.
અધ્યક્ષ મહોદય અને માનનીય સદસ્યો,
જેમ જેમ આપણી ભાગીદારી ઘનિષ્ઠ બનશે તે દરમિયાન એવા સમય પણ આવશે જ્યારે આપણા વિચારો જુદા જુદા હશે. પરંતુ આપણાં હિત અને ચિંતાઓ એક સમાન હોવાને કારણે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્વાયત્તા અને આપણા દ્રષ્ટિકોણમાં વિવિધતા આપણી ભાગીદારી માટે ઉપયોગી સાબિત થશે. આપણે એક નવી યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને નવા લક્ષ્યો બનાવી રહ્યા છીએ. તેથી આપણું ધ્યાન માત્ર રોજબરોજની બાબતો પર જ નહીં પરંતુ રૂપાંતરકારી વિચારો પર પણ હોવું જોઈએ.
જે વિચારો પર ધ્યાન આપી શકાય તે છે
• આપણા સમાજો માટે માત્ર ધન દોલત અને સંપત્તિ ન બનાવીને નૈતિક મૂલ્યોનું પણ નિર્માણ કરી શકાય છે.
• આપણે ફક્ત તાત્કાલિક લાભ માટે કાર્ય કરવું જોઈએ નહીં પરંતુ લાંબા ગાળાના ફાયદા માટે પણ વિચાર કરવો જોઈએ.
• આપણે ના તો માત્ર સારી કાર્ય પ્રણાલી માટે કામ કરવાનું છે પરંતુ ભાગીદારી લંબાવવા માટે પણ વિચાર કરવો જોઈએ.
• આપણે ન તો માત્ર આપણા લોકોના સારા ભવિષ્ય માટે વિચારવું જોઈએ પરંતુ અધિક સંયુક્ત, એકજુથ માનવીય અને સમૃદ્ધ વિશ્વના સેતુના રૂપમાં કામ કરવું જોઈએ.
અને આપણી નવી ભાગીદારીની સફળતા માટે સૌથી વધારે જરૂરી છે કે આપણે આને નવા દ્રષ્ટિકોણ અને સંવેદનાથી જોઈએ. આવું કરવાથી આપણે આ અસાધારણ સંબંધોના વચનો અનુભવી શકીશું.
સ્પીકર મહોદય,
મારા અંતિમ શબ્દો અને વિચાર એ વાતને ફરી યાદ કરાવે છે કે આપણા સંબંધોનો મુખ્ય હેતુ શાનદાર અને પ્રભાવશાળી ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. પાછલા સમયના અવરોધો પાછળ રહી ગયા છે અને નવા ભવિષ્યની સ્થાપના થઈ ચુકી છે.
વૉલ્ટ વ્હીટમેનના શબ્દોમાં,
“વાદક સમૂહે (The Orchestra) પોતાના સાધનોને સારી રીતે સજાવી દીધા છે અને લાકડીએ પોતાનો સંદેશ આપી દીધો છે. (The Orchestra have sufficiently tuned their instruments, the baton has given the signal) “
અને આમાં હું ઉમેરવા ઈચ્છીશ કે હવે આ સરગમમાં એક નવી જુગલબંધી (symphony) બની છે.
J.Khunt
Honoured & privileged to address a joint meeting of the US Congress. Here is my speech. https://t.co/rEw8uuhhEk pic.twitter.com/HxiEzX0Jbq
— Narendra Modi (@narendramodi) 8 June 2016
A big thank you to all Congressmen, Congresswomen, Senators and guests who attended the address.
— Narendra Modi (@narendramodi) 8 June 2016
Thanks @SpeakerRyan for the kind words & opportunity to address Congress. Was great meeting you earlier today. pic.twitter.com/ovxtFLGT5E
— Narendra Modi (@narendramodi) 8 June 2016