Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમેરિકા-ભારત વ્યુહાત્મક ભાગીદારી મંચના બોર્ડના સભ્યો પ્રધાનમંત્રીને મળ્યા


 

જેમા અમેરિકાના ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિક અગ્રણીઓનો પણ સમાવેશ થાય છે એવા અમેરિકા-ભારત વ્યુહાત્મક ભાગીદારી મંચ (United States India Strategic Partnership ForumUSISPF)ના સભ્યો આજે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા.

તેમણે આજે આ અગાઉ યોજાયેલી ઇન્ડિયા લીડરશિપ સમિટનાં પરિણામો અંગે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. છેલ્લા ચાર વર્ષમાં ભારત સરકારે જે આર્થિક ને નિયમનલક્ષી સુધારા કર્યા તેની પ્રશંસા કરી હતી તેમજ ભારત સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ઝડપથી વિસ્તરતા ભારતીય અર્થતંત્રમાં પરસ્પર ઉપયોગી અવસરોનો લાભ ઉઠાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આર્થિક સંબંધોને કારણે બંને દેશોને અભૂતપૂર્વ લાભ થયો છે. તેમણે અમેરિકાની કંપનીઓને નવા ક્ષેત્રોની સાથે-સાથે સ્ટાર્ટ-અપ, ઊર્જા, આરોગ્ય અને ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રે ઉભરતી તકોનો પૂરો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 

RP