પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી બરાક ઓબામાં દ્વારા યોજાયેલા ભોજન સમારંભમાં પરમાણું સુરક્ષાના જોખમો મુદ્દે પોતાના વિચારો રજુ કર્યા. પ્રધાનમંત્રીએ પરમાણું સુરક્ષાનો મુદ્દો ઉઠાવવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમણે આમ કરીને વૈશ્વિક સુરક્ષા માટેની મહાન સેવા કરી છે.
બ્રુસેલ્સમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બ્રુસેલ્સના માધ્યમથી પરમાણું સુરક્ષાને આતંકવાદ વડે ઉત્પન્ન થનારા વાસ્તવિક અને તાત્કાલિક જોખમો અંગે જાણકારી મળે છે. શ્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદના ત્રણ સમકાલીન લક્ષણો પર ધ્યાન દોરવાનું આહ્વાન કર્યું હતું. પહેલું, આજનો આતંકવાદ થીએટરની જેમ અતિ હિંસાનો ઉપયોગ કરે છે.
બીજું, આપણે આજે ગુફામાં છુપાયેલા કોઈ એક માણસને નથી શોધી રહ્યા, પરંતુ આપણે એક શહેરમાં એક આતંકવાદીને શોધી રહ્યા છીએ જેની પાસે કમ્પ્યુટર અને સ્માર્ટફોન છે.
ત્રીજું, કેટલાક દેશોની સરકાર પરમાણું તસ્કરો અને આતંકવાદીઓ સાથે મળીને કામ કરી રહી છે, જેનાથી સૌથી મોટું જોખમ ઉભું થયું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આતંકવાદ ૨૧મી સદીની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદનું નેટવર્ક આખી દુનિયામાં છે, પરંતુ આપણે આ પડકાર સામે માત્ર રાષ્ટ્રીય સ્તરે લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આતંકવાદની પહોચ અને પુરવઠા સાંકળ વૈશ્વિક છે, પરંતુ દેશો વચ્ચે વાસ્તવિક સહયોગ બિલકુલ નથી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદના કૃત્યોની અટકાયત અને કાર્યવાહી વગર પરમાણું આતંકવાદને નહિ રોકી શકાય. તેમણે પ્રત્યેકને એ ધારણા છોડી દેવા અપીલ કરી કે આતંકવાદ કોઈ બીજાની સમસ્યા છે અને ‘તેનો’ આતંકવાદ ‘મારો’ આતંકવાદ નથી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પરમાણું સુરક્ષાને રાષ્ટ્રીય પ્રાથમિકતા સમજવી જોઈએ અને દરેક દેશોએ પોતાની આંતરરાષ્ટ્રીય કૃતજ્ઞતાને વળગી રહેવું જોઈએ.
SP/AP/J.Khunt/GP
PM @narendramodi and @POTUS in discussion at the NSS Dinner at the White House. pic.twitter.com/bbbD0fBqcC
— PMO India (@PMOIndia) March 31, 2016
Interacted with world leaders at the NSS dinner at the White House. Shared my thoughts on the threat of nuclear terrorism.
— Narendra Modi (@narendramodi) April 1, 2016