Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં

અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં


અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી જેક સુલિવાને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

તેઓએ છેલ્લા ચાર વર્ષમાં ભારત-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં ખાસ કરીને ટેક્નોલોજી, ડિફેન્સ, સ્પેસ, સિવિલ ન્યુક્લિયર, ક્લિન એનર્જી, સેમિકન્ડક્ટર્સ અને AI જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું.

રાષ્ટ્રપતિ બિડેન સાથેની તેમની વિવિધ બેઠકોને યાદ કરીને, જેમાં ક્વાડ લીડર્સ સમિટ માટે સપ્ટેમ્બર 2024માં તેમની યુ.એસ.ની મુલાકાત દરમિયાન, પ્રધાનંત્રીએ ભારતયુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ બિડેનના યોગદાનની પ્રશંસા કરી, જે એક કાયમી વારસો છોડી ગઈ છે.

પ્રધાનંત્રીએ એનએસએ સુલિવાન દ્વારા તેમને સોંપાયેલા રાષ્ટ્રપતિ બિડેનના પત્રની ખૂબ પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ બંને દેશોનાં લોકોનાં લાભ માટે અને વૈશ્વિક સ્તરે ભલાઈ માટે બંને લોકશાહી દેશો વચ્ચે ગાઢ સહકારને ગાઢ બનાવવાનું જાળવી રાખવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બાઈડન અને પ્રથમ મહિલા ડૉ. જિલ બિડેનનને શુભેચ્છા પાઠવી હતી.

AP/IJ/GP/JD