Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમૃત કાલમાં વંચિતનું સશક્તિકરણ


આજના ઝડપથી વિકાસશીલ વિશ્વમાં, ગરીબી એ વિશ્વભરની સરકારો માટે નિર્ણાયક ચિંતાનો વિષય છે. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં, સરકાર માટે ગરીબી દૂર કરવી પડકારરૂપ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પીએમ મોદીના સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે બધા માટે સામાજિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2014થી, સરકાર દ્વારા બહુવિધ પહેલ શરૂ કરવામાં આવી છે તેની ખાતરી કરવા માટે કે કોઈ પણ પાછળ રહી ન જાય અને વિકાસ અને પ્રગતિની અસર અને લાભ સમાજના તમામ વર્ગો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે. છેલ્લા નવ વર્ષોમાં, લક્ષિત લાભોના સાર્વત્રિકરણ સાથે વિવિધ સરકારી પહેલોના કાર્યક્ષમ અમલીકરણને પરિણામે સમગ્ર દેશમાં સમાવેશી વિકાસ થયો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રધાનમંત્રીની વેબસાઇટ પરથી એક લેખ શેર કર્યો છે.

સબકા સાથ, સબકા વિકાસના સૂત્ર સાથે, નાણાકીય સમાવેશ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ગરીબીને હળવી કરવી.

#9YearsOfGaribKalyan”

YP/GP/JD