‘કલમનો કાર્નિવલ‘ના આ ભવ્ય આયોજન માટે આપ સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ. અમદાવાદમાં દર વર્ષે નવભારત સાહિત્ય મંદિર દ્વારા શરૂ કરવામાં આવતી પુસ્તક મેળાની પરંપરા સમયની સાથે વધુ સમૃદ્ધ બની રહી છે. તેના થકી ગુજરાતનું સાહિત્ય અને જ્ઞાન વિસ્તરી રહ્યું છે સાથે સાથે નવા નવા યુવા સાહિત્યકારો, લેખકોને પણ પ્લેટફોર્મ મળી રહ્યું છે.
હું આ સમૃદ્ધ પરંપરા માટે ‘નવભારત સાહિત્ય મંદિર‘ અને તેની સાથે જોડાયેલા તમામ સભ્યોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને મહેન્દ્રભાઈ, રોનકભાઈને પણ શુભકામનાઓ આપું છું, જેમના પ્રયત્નોથી ગુજરાતની જનતાને લાભ મળી રહ્યો છે.
સાથીઓ,
‘કલમનો કાર્નિવલ‘ એ ગુજરાતી ભાષાની સાથે સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનું પણ મોટું સંમેલન છે. ‘વાંચે ગુજરાત, વાંચનને વધાવે ગુજરાત‘ આ કાર્યક્રમનો જે હેતુ તમે નક્કી કર્યો છે, તે પણ પોતાનામાં જ ખૂબ જ પ્રાસંગિક છે. જ્યારે હું ગુજરાતમાં આપ સૌની વચ્ચે કામ કરતો હતો, ત્યારે ગુજરાતે પણ ‘વાંચે ગુજરાત‘ અભિયાનની શરૂઆત કરી હતી. આજે ‘કલમનો કાર્નિવલ‘ જેવાં અભિયાનો ગુજરાતના એ સંકલ્પને આગળ ધપાવી રહ્યા છે.
સાથીઓ,
પુસ્તકો અને ગ્રંથો, જે બંને આપણા વિદ્યા ઉપાસનાનાં મૂળભૂત તત્ત્વો છે. ગુજરાતમાં પુસ્તકાલયોની ખૂબ જૂની પરંપરા રહી છે. આપણા વડોદરાના મહારાજા સયાજીરાવજીએ તેમના વિસ્તારના તમામ વિસ્તારોમાં અગ્રણી સ્થળોએ પુસ્તકાલયોની સ્થાપના કરી હતી.
મારો જન્મ એક એવાં ગામમાં થયો હતો જ્યાં મારાં ગામ વડનગરમાં ખૂબ જ સારી લાઇબ્રેરી હતી. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ‘ભાગવત ગોમંડળ‘ જેવો વિશાળ શબ્દકોશ આપ્યો. હું ક્યારેક વિચારું છું, ક્યારેક લોકો મને કહે છે કે જ્યારે હું ગુજરાતમાં હતો, ત્યારે પરિવારોમાં બાળકોનાં નામ વિશે મોટી ચર્ચા થતી હતી અને પછી તેઓ બાળકોનાં નામ શું રાખવું તે વિશે પુસ્તકો શોધતા હતા. એટલે એક વાર કોઈએ મારી સામે વિષય મૂક્યો એટલે મેં કહ્યું કે તમે ‘ભાગવત ગોમંડલ‘ જુઓ, તમને આટલા બધા ગુજરાતી શબ્દો મળશે, તમારાં બાળકોના નામ માટે તમને કંઈક અનુકૂળ મળશે. અને ખરેખર ઘણા બધા સંદર્ભો, ઘણા બધા અર્થો, આપણી પાસે આ સમૃદ્ધ પરંપરા છે.
એ જ રીતે વીર કવિ નર્મદે ‘નર્મ કોષ‘નું સંપાદન કર્યું હતું. અને આ પરંપરા આપણા કેકા શાસ્ત્રીજી સુધી ચાલી હતી. 100 વર્ષથી પણ વધુ સમય સુધી આપણી સાથે રહેલા કેકા શાસ્ત્રીજીએ પણ આ ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું. પુસ્તકો, લેખકો, સાહિત્ય સર્જનના વિષયમાં ગુજરાતનો ઇતિહાસ ખૂબ સમૃદ્ધ રહ્યો છે. હું ઈચ્છીશ કે આવા પુસ્તક મેળાઓ ગુજરાતના ખૂણે-ખૂણે વસેલા દરેક નવયુવાનો સુધી પહોંચે, જેથી તેમને પણ આ ઈતિહાસની જાણકારી મળે અને તેમને પણ નવી પ્રેરણા મળે.
સાથીઓ,
આ વર્ષે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. અમૃત મહોત્સવનું એક પરિમાણ એ છે કે આપણે કેવી રીતે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસને પુનર્જીવિત કરીએ છીએ. આપણે તેને આપણી ભાવિ પેઢી સુધી કેવી રીતે પહોંચાડી શકીએ? આઝાદીની લડતના જે વિસરાઈ ગયેલાં પ્રકરણો છે, તેનું ગૌરવ દેશની સામે લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને આ તમારા બધાના પ્રયાસોથી શક્ય પણ છે.
‘કલમનો કાર્નિવલ‘ જેવાં આયોજનો દેશનાં આ અભિયાનને ગતિ આપી શકે છે. પુસ્તક મેળામાં સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં પુસ્તકોને વિશેષ મહત્વ આપી શકાય છે, આવા લેખકોને એક મજબૂત મંચ આપી શકાય છે. મને વિશ્વાસ છે કે આ આયોજન આ દિશામાં સકારાત્મક માધ્યમ સાબિત થશે.
સાથીઓ,
આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે-
શાસ્ત્ર સુચિન્તિત પુનિ પુનિ દેખિઅ ।
એટલે કે શાસ્ત્રો, ગ્રંથો અને પુસ્તકોનો વારંવાર અભ્યાસ કરતા રહેવું જોઇએ, તો જ તે અસરકારક અને ઉપયોગી રહે છે. આ વાત એટલા માટે વધુ મહત્વની બની જાય છે કારણ કે આજના ઇન્ટરનેટના યુગમાં એ વિચારસરણી હાવી થઇ રહી છે કે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે ઇન્ટરનેટની મદદ લઇશું. ટેકનોલોજી નિઃશંકપણે આપણા માટે માહિતીનો મહત્ત્વનો સ્ત્રોત છે, પરંતુ તે પુસ્તકોને, પુસ્તકોનો અભ્યાસને બદલવાનો માર્ગ નથી. જ્યારે માહિતી આપણા મગજમાં હોય છે, ત્યારે મગજ તે માહિતીને ઊંડાણપૂર્વક પ્રોસેસ કરે છે, તેની સાથે સંકળાયેલા નવાં પરિમાણો આપણા મગજમાં આવે છે.
હવે હું તને એક નાનકડું કામ આપું છું. નરસિંહ મહેતા દ્વારા લિખિત ‘વૈષ્ણવ જન તો તેને રે કહિયે‘ આપણે બધાએ ઘણી વાર સાંભળ્યું હશે, આપણે કેટલી વાર બોલ્યા હશે. એક કામ કરો, તમે તેને લેખિતમાં તમારી સામે લઈ બેસી જાઓ અને વર્તમાનના સંદર્ભમાં આ રચનામાં શું છે તે વિશે વિચારો. કઈ કઈ બાબત અનુકૂળ છે. હું વિશ્વાસ સાથે કહું છું કે જ્યારે તમે લેખનમાં વિચારવાનું શરૂ કરશો, ત્યારે તમે હજારો વખત જે વૈષ્ણવ જનને સાંભળ્યું છે તેને લઈને વર્તમાનના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરશો, તમને દર વખતે સેંકડો નવા અર્થો પણ મળતા જશે. આ જ તાકાત છે અને તેથી પુસ્તક આપણી સાથે હોવું, આપણી સાથે હોવું, આપણી સામે હોવું, તે નવી નવીનતા માટે, નવા સંશોધન માટે વિચારવા માટે, તર્કને વધુ ઊંડો લઈ જવા માટે ખૂબ જ શક્તિ આપે છે.
માટે બદલાતા સમયની સાથે પુસ્તકો, પુસ્તકો વાંચવાની આપણી આદત જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે. પછી પુસ્તકો ભૌતિક સ્વરૂપમાં છે કે ડિજિટલ સ્વરૂપમાં! હું માનું છું કે આવાં આયોજનો યુવાનોમાં પુસ્તકો માટે જરૂરી આકર્ષણ ઊભું કરવામાં, તેનું મહત્ત્વ સમજાવવામાં મોટી ભૂમિકા ભજવશે.
સાથીઓ,
હું એ પણ કહેવા માગીશ અને આજે જ્યારે ગુજરાતની જનતા સાથે બેસીને વાતો કરી રહ્યો છું ત્યારે શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે નવું ઘર બનાવી રહ્યા છીએ, ત્યારે આપણે આર્કિટેક સાથે ઘણી ચર્ચા કરીએ છીએ. અહીં તમે જમવાનો રૂમ બનાવો, તમે અહીં ડ્રોઈંગરૂમ બનાવો, ક્યારેક કોઈ એમ પણ કહે છે કે તે અહીં પૂજાઘર બનાવશે, કેટલાક લોકો તેનાથી પણ આગળ વધીને કહે છે કે મારાં કપડાં રાખવા માટે અહીં વ્યવસ્થા કરો, પરંતુ હું તમને વિનંતી કરું છું કે ક્યારેક નવું ઘર બનાવતી વખતે, શું આપણે આપણા આર્કિટેક્ટને કહીએ છીએ કે ભાઈ, એક એવી જગ્યા બનાવવી કે જ્યાં આપણા પુસ્તકોનો ભંડાર રહી શકે. હું પણ પુસ્તકોના ભંડારની જગ્યાએ જાઉં, મારાં બાળકોને લઈ જાઉં, ટેવ પાડું, મારાં ઘરનો એક ખૂણો એવો હોવો જોઈએ કે જે પુસ્તકો માટે ખાસ સજાવેલો હોય. આપણે એવું નથી કહેતા.
તમને ખબર હશે કે હું ગુજરાતમાં એક આગ્રહ બહુ કરતો હતો, જે પણ પ્રોગ્રામ હોય, હું સ્ટેજ પર કહેતો હતો કે ભાઈ, બુકે નહીં, બુક આપો, કારણ કે 100-200 રૂપિયાના બુકે લાવો, તેનું જીવન પણ ઘણું ઓછું હોય છે. હું કહેતો કે પુસ્તક લાવો, હું જાણતો હતો કે પુસ્તકોનું વેચાણ પણ તેના કારણે વધે, પછી ભલે પ્રકાશકો, લેખકોને પણ આર્થિક મદદની જરૂર હોય કે નહીં. આપણે ઘણી વખત પુસ્તકો ખરીદતા નથી. પુસ્તક ખરીદવું એ પણ એક સમાજ સેવા છે. કારણ કે આવાં કાર્યોને સમર્પિત જીવન માટે આપણો સહકાર સ્વાભાવિક હોવો જોઈએ. તમારે આજે પુસ્તક ખરીદવાની ટેવ પાડવી જોઈએ. પુસ્તકની જાળવણી કરવાની ટેવ પાડવી જોઈએ અને મેં ગુજરાતમાં ઘણાં લોકોને જોયા છે, તેઓ ઘરે-ઘરે જઈને પુસ્તકો આપતા અને આજીજી કરતા કે જો આ પુસ્તક વાંચવાનું અને ખરીદવાનું મન થાય તો તે ખરીદી લો નહીં તો મને પાછું આપી દેજો. આપણે આવા ઘણા લોકોને જોયા છે. મને યાદ છે કે આપણા ભાવનગરમાં એક સજ્જન પુસ્તકની પરબ ચલાવતા હતા. ઘણા લોકો આ પ્રકારનું કામ કરી રહ્યા છે. પરંતુ આપણી વ્યવસ્થા એવી હોવી જોઈએ કે આપણે કુટુંબમાં, અને અહીં આપણે ત્યાં તો કહે છે ને, સરસ્વતી, એ લુપ્ત છે, તે ગુપ્ત છે. વિજ્ઞાનથી ભિન્ન સાહિત્યિક કાર્યક્રમોમાં હું જુદી રીતે તર્ક આપું છું. અને આ સાહિત્ય જગતનો તર્ક છે. આ સરસ્વતી જ્ઞાનની દેવી છે. તે લુપ્ત છે, તે ગુપ્ત છે, જેનો અર્થ એ છે કે આ સરસ્વતી લુપ્ત અવસ્થામાં ગઈકાલે, આજે અને ભવિષ્યમાં પણ જોડતી રહે છે. આ સરસ્વતી પુસ્તકો દ્વારા ઇતિહાસ, વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યને જોડવાનું કામ કરે છે. માટે પુસ્તકમેળાનું મહત્વ સમજો, આપણે આપણા પરિવાર સાથે જવું જોઈએ, પરિવાર સાથે પુસ્તકમેળામાં જવું જોઈએ. અને જો તમે પુસ્તક જોશો તો લાગશે કે અહીં આ પણ સારું છે, તે પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે, ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે. તેથી ગુજરાતના મારા તમામ ભાઈ-બહેનો ઘણું વાંચે અને ઘણું વિચારે તેવી અપેક્ષા રાખું છું. અને ખૂબ મનોમંથન કરે, આવનારી પેઢીઓને ઘણું બધું આપે. અને ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો છે એમના પ્રત્યે આદરાંજલિ હશે, શબ્દના સાધકો, સરસ્વતીના પૂજારીઓ છે એમને પણ આ મેળામાં આપણી સક્રિય ભાગીદારીથી એક રીતે આદરાંજલિ મળશે.
હું તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, ફરી એક વાર હું આ વિચારને, વાચકને આદરપૂર્વક નમન કરીને મારી વાત પૂરી કરી રહ્યો છું.
આ જ ભાવના સાથે, તમને બધાને ફરી એક વાર ખૂબ ખૂબ શુભકામનાઓ.
ધન્યવાદ!
YP/GP/JD
My message for the book fair being held in Ahmedabad. https://t.co/Z62T4oevO5
— Narendra Modi (@narendramodi) September 8, 2022
जब मैं गुजरात में आप सबके बीच था, तब गुजरात ने भी ‘वांचे गुजरात’ अभियान शुरू किया था।
— PMO India (@PMOIndia) September 8, 2022
आज ‘कलम नो कार्निवल’ जैसे अभियान गुजरात के उस संकल्प को आगे बढ़ा रहे हैं: PM @narendramodi
पुस्तक और ग्रंथ, ये दोनों हमारी विद्या उपासना के मूल तत्व हैं।
— PMO India (@PMOIndia) September 8, 2022
गुजरात में पुस्तकालयों की तो बहुत पुरानी परंपरा रही है: PM @narendramodi
इस वर्ष ये पुस्तक मेला एक ऐसे समय में आयोजित हो रहा है जब देश अपनी आजादी का अमृत महोत्सव मना रहा है।
— PMO India (@PMOIndia) September 8, 2022
अमृत महोत्सव का एक आयाम ये भी है कि हम हमारी आजादी की लड़ाई के इतिहास को कैसे पुनर्जीवित करें: PM @narendramodi
आज इंटरनेट के जमाने में ये सोच हावी होती जा रही है कि जब जरूरत होगी तो इंटरनेट की मदद ले लेंगे।
— PMO India (@PMOIndia) September 8, 2022
तकनीक हमारे लिए निःसन्देह जानकारी का एक महत्वपूर्ण जरिया है, लेकिन वो किताबों को, किताबों के अध्ययन को रिप्लेस करने का तरीका नहीं है: PM @narendramodi