Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અફઘાનિસ્તાનમાં સલમા બંધ પરિયોજનાના સંશોધિત ખર્ચનું અનુમાન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે અફઘાનિસ્તાનમાં સલમા બંધ પરિયોજનાના પુનર્નિર્માણ અને તેને પૂર્ણ કરવા માટે 1775.69 કરોડ રૂપિયાના સંશોધિત ખર્ચના અનુમાન (આરસીઈ)ને મંજૂરી આપી દીધી છે.

આ પરિયોજના જૂન,2016માં પૂર્ણ થવાની સંભાવના છે. જળ સંસાધન મંત્રાલય અંતર્ગત આવનારા એક કેન્દ્રીય લોક ઉપક્રમ મેસર્સ ડબલ્યૂએપીસીઓએસ આ પરિયોજનાને પૂર્ણ કરી રહી છે.

આ પરિયોજનાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉર્જા તેમજ જળની ઉપલબ્ધતા,અફઘાનિસ્થાનના પશ્ચિમી વિસ્તારના સંપૂર્ણ આર્થિક વિકાસમાં મુખ્ય ભૂમિકા અદા કરશે અને અફઘાનિસ્તાનમાં ભારત માટે સદભાવના પેદા કરશે. આ પરિયોજના તૈયાર થઈ ગયા પછી પશ્ચિમી અફઘાનિસ્તાનમાં ઉર્જા અને કૃષિ જરૂરિયાતો પૂર્ણ થઈ શકશે.

ભારતીય રૂપિયા અને અમેરીકી ડોલરની વિદેશી વિનિમય દરમાં ભિન્નતા, પરિયોજના પૂર્ણ કરવાની સમય મર્યાદા વધારવાના કારણે પરામર્શ દરમાં થયેલી વૃદ્ધિ, અફઘાની કર્મચારીઓના પ્રશિક્ષણ માટે આ પરિયોજનાના ખર્ચમાં સંશોધન આવશ્યક થઈ ગયું હતું.

પૃષ્ઠભૂમિ

હરી નદી ઉપર બનનારા આ બંધની ઉંચાઈ 107.5 મીટર હશે. આ બંધ પર 14-14 મેગાવોટની ત્રણ જળવિદ્યુત પરિયોજનાઓ લાગશે. આ ઉપરાંત 75,000 હેક્ટર ભૂમિની સિંચાઈ માટે પાણી છોડવાનું પ્રાવધાન પણ કરાયું છે. પરિયોજના પૂર્ણ થયા બાદ ઉર્જા તેમજ જળની ઉપલબ્ધતા સંભવતઃ અફઘાનિસ્તાનના પશ્ચિમી વિસ્તારમાં સંપૂર્ણ આર્થિક વિકાસમાં સહાયક થશે.

J.Khunt/GP