Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અફઘાનિસ્તાનના પ્રમુખ ડો. મોહમ્મદ અશરફ ગનીએ ઉરી આંતકી હુમલા પર ખેદ વ્યક્ત કરવા પ્રધાનમંત્રીને ફોન કર્યો


અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી અને જમ્મુ કાશ્મીરના ઉરીમાં આંતકી હુમલા પર ખેદ વ્યક્ત કર્યો હતો.

પ્રમુખ ગનીએ સરહદ પારના આંતકી હુમલાને સખ્ખત રીતે વખોડી કાઢ્યો અને આંતકવાદ સામેના ભારતના યોગ્ય પગલા સામે અફઘાનિસ્તાને સમર્થન અને ટેકાની ખાતરી આપી હતી.

પ્રમુખ ગનીએ શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનના ટેકા બદલ પ્રમુખ ગનીનો આભાર માન્યો હતો..

AP/GKHUNT/TR/GP