Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ ઘાનીની ભારતની મુલાકાત દરમિયાન ભારત-અફઘાનિસ્તાનનું સંયુક્ત નિવેદનM

અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ ઘાનીની ભારતની મુલાકાત દરમિયાન ભારત-અફઘાનિસ્તાનનું સંયુક્ત નિવેદનM


અફઘાનિસ્તાન ઇસ્લામિક ગણતાંત્રિકના રાષ્ટ્રપતિ હિઝ એક્સલન્સી ડો. મોહમ્મદ અશરફ ઘાનીનું 14 અને 15 સપ્ટેમ્બર, 2016ના રોજ ભારતની મુલાકાત પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી અને આજે મોડે તેઓ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને મળશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના પ્રમુખ ઘાની સાથેની બેઠકમાં ડિસેમ્બર, 2015માં તેમની કાબુલ અને હેરાત અને ચાલુ વર્ષે જૂનમાં મુલાકાતોને આનંદ સાથે યાદ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે એ મુલાકાતોમાં તેમને બંને મુલાકાતોમાં ઉષ્માસભર આવકાર મળ્યો હતો અને પછી ફળદાયક ચર્ચા થઈ હતી. તેમણે મે, 2016માં તહેરાનમાં અને જૂન, 2016માં તાશ્કંદમાં રાષ્ટ્રપતિ ઘાની સાથે અન્ય બેઠકો યોજાઈ હોવાનું પણ જણાવ્યું હતું.

બંને નેતાઓએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે તમામ સ્તરે નિયમિત ચર્ચાવિચારણા પર ખુશી વ્યક્ત કરી હતી, જે તેમની વ્યૂહાત્મક ભાગીદારીને માર્ગદર્શન આપવાનું કામ કરે છે અને તમામ સ્તરે સહકારની ભાવનાને વધારે છે.

ભારત-અફઘાનિસ્તાન દ્વિપક્ષીય વિકાસમાં સહકાર સાધવાથી અફઘાનિસ્તાનના સફળ રાજકીય, સંરક્ષણાત્મક અને આર્થિક કાયાપલટ માટે પ્રયાસોને બળ મળ્યું છે તે બાબત યાદ કરીને બંને નેતાઓએ સંસદના બિલ્ડિંગનું નિર્માણ અને અફઘાનિસ્તાન-ભારત ફ્રેન્ડશિપ ડેમ જેવા મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ વીડિયો લિન્ક મારફતે 22 ઓગસ્ટ, 2016ના રોજ સ્ટોરે પેલેસના સંયુક્ત ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલી ખાતરીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમાં પ્રધાનમંત્રીએ 1.25 અબજ ભારતીયો અફઘાન ભાઈઓ અને બહેનો સાથે છે તેવું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સાર્વત્રિક, સાર્વભૌમિક, લોકતાંત્રિક, શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ અફઘાનિસ્તાન માટે ભારતના સાથસહકાર પર ભાર મૂક્યો હતો. તેમણે અફઘાનિસ્તાનની શૈક્ષણિક, સ્વાસ્થ્ય, કૃષિ, કૌશલ્ય વિકાસ, મહિલાઓના સશક્તિકરણ, ઊર્જા, માળખાગત ક્ષેત્રમાં ક્ષમતા અને ક્ષમતાનું નિર્માણ કરવાની જરૂરિયાતો પૂર્ણ કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવા ભારત સાથસહકાર આપવા તૈયાર છે તેવો સંદેશ આપ્યો હતો. બેઠકના અંતે પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાન અને તેના લોકોને પડોશી અને મિત્ર તરીકે ભારત 1 અબજ ડોલર ફાળવશે. પ્રધાનમંત્રીએ વિશ્વ કક્ષાની અને સરળ, વાજબી દવાઓનો પુરવઠો ભારતમાંથી પ્રદાન કરવાની તથા પારસ્પરિક સંમત માધ્યમો મારફતે સૌર ઊર્જામાં સહકાર આપવાની દરખાસ્ત મૂકી હતી.

બંને નેતાઓએ પ્રાદેશિક સ્થિતિની ચર્ચા કરી હતી તથા રાજકીય ઉદ્દેશો પાર પાડવા પ્રદેશમાં આતંકવાદ અને હિંસાના ઉપયોગ પર ગહન ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ આ ઘટના પ્રદેશ અને વૈશ્વિક સ્તરે શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે સૌથી મોટું જોખમ હોવા પર પણ સંમત થયા હતા. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના તમામ પ્રકારના આતંકવાદને નાબૂદ કરવો આવશ્યક છે તેવી બાબત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે તમામ પ્રદેશોને આતંકવાદને સાથસહકાર આપવાનું, પ્રોત્સાહન આપવાનું બંધ કરવા હાકલ કરી હતી, જેઓ અફઘાનિસ્તાન અને ભારતના લોકોને નિશાન બનાવે છે. બંને નેતાઓએ ભારત-અફઘાનિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીની સમજૂતીમાં દર્શાવ્યા મુજબ આતંકવાદનો સામનો કરવા તથા સુરક્ષાને મજબૂત કરવા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં એવી સમજૂતી થઈ હતી કે ભારત અને અફઘાનિસ્તાનના વિદેશપ્રધાનોની અધ્યક્ષતામાં વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બેઠક ટૂંક સમયમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર અને વધુ માર્ગદર્શન મેળવવા કાર્યરત ચાર સંયુક્ત કાર્યકારી જૂથોની ભલામણો પર સમીક્ષા હાથ ધરવામાં આવશે.

રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પ્રત્યાર્પણ સંધિ, નાગરિક અને વાણિજ્યિક બાબતોમાં સહકાર પર સમજૂતી તથા બાહ્ય અવકાશમાં સહકાર પર સમજૂતીકરાર પર હસ્તાક્ષર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમાં મે, 2016માં ભારત, અફઘાનિસ્તાન અને ઇરાન વચ્ચે ચાબહારનો ઉપયોગ કરવા થયેલી ત્રિપક્ષીય સમજૂતીના ઝડપી અમલીકરણ પર ભાર મૂક્યો હતો, જે પ્રદેશની અંદર જોડાણને વધારશે. આ સંદર્ભમાં બંને નેતાઓએ ત્રણે દેશો દ્વારા સંયુક્ત મંચ બનાવવાના નિર્ણયની પ્રશંસા કરી હતી, જેમાં વ્યાવસાયિક અને ઉદ્યોગ સહિત મહત્ત્વપૂર્ણ હિતધારકોને સામેલ કરવામાં આવ્યો હતો.

બંને નેતાઓએ ભારત અને અફઘાનિસ્તાને પ્રાદેશિક અને અન્ય દેશો તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે આદાનપ્રદાનમાં દર્શાવેલી સઘનતાને આવકારી હતી, જેનો ઉદ્દેશ અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા સ્થાપિત કરવાનો અને વિકાસને વેગ આપવાનો છે. તેમણે ખાસ કરીને ભારત-ઇરાન-અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતીને આવકારી આપી હતી અને ચાલુ મહિનાના અંતે ન્યૂયોર્કમાં ભારત-અમેરિકા-અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય ચર્ચા ફરી શરૂ કરવાની આતુરતા દાખવી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને સંદેશ આપ્યો હતો કે ભારત અફઘાનિસ્તાનની સરકારને શક્ય તમામ રીતે સહાય કરવા આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જોડવાની કામગીરી ચાલુ રાખશે.

આ સંદર્ભમાં બંને નેતાઓએ આગામી 4 ડિસેમ્બરના રોજ આયોજિત એશિયા-ઇસ્તંબુલ પ્રક્રિયાના હાર્દ (એચઓએ)માં રહેલી અમૃતસર મંત્રીમંડળીય પરિષદ અને 5 ઓક્ટોબરના રોજ બ્રસેલ્સ કોન્ફરન્સના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, અમૃતસરની પસંદગીએ જોડાણની પુનઃસ્થાપનાના મૂલ્યનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું હતું અને આ પસંદગી એચઓએ માટે ચાલુ વર્ષની થીમ ‘પડકારોનો સામનો, સમૃદ્ધિની પ્રાપ્તિ’ સાથે સુસંગત હતી. તે એવું પણ સૂચવે છે કે ભારત અને અફઘાનિસ્તાન એ દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા વચ્ચે સાતત્યપૂર્ણ દ્વિપક્ષીય જોડાણને ઝડપથી આગળ વધારવા પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ઘાનીને અમૃતસર મિનિસ્ટરિયલનું ઉદ્ઘાટન પ્રસંઘાની શોભા વધારવા આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ ઘાનીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. રાષ્ટ્રપતિ ઘાની અફઘાનિસ્તાનમાં રહેલી આર્થિક તકો અને સંભવિતતાને ભારતીય ઉદ્યોગજગતના દિગ્ગજો અને વ્યાવસાયિક ક્ષેત્રોના આગેવાનો સમક્ષ રજૂ કરશે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલીસિસમાં પસંદગીના વ્યૂહાત્મક નિષ્ણાતોને‘રાજકીય હિંસા અને વૈશ્વિક આતંકવાદના પાંચમી લહેર’ પર સંબોધશે.

AP/TR/GP