એનડીએ સરકારે એક રાષ્ટ્રીય સહમતિ બનાવી અને વસ્તુ તેમજ સેવા કર (જીએસટી) લાગુ કરવા માટે સંવિધાન સંશોધન કરવા માટે એક વિધેયક રજૂ કર્યું. જીએસટીના માધ્યમથી ૧ એપ્રિલ, ૨૦૧૬થી એક ઉત્કૃષ્ટ અપ્રત્યક્ષ પ્રણાલી લાગુ કરાશે. જેનાથી કરોની એક ભ્રામક સૂચી અને તેના પ્રભાવને ખતમ કરીને એક એકીકૃત અને ઘરેલુ બજાર તૈયાર થશે.
સરકારે સાંસદ આદર્શ ગ્રામ યોજનાના નામથી એક અનોખી યોજના શરૂ કરી છે. તે અંતર્ગત સાંસદે પોતાના સંસદીય ક્ષેત્રમાં કોઈ એક ગામને દત્તક લેવા અને તેને એક મોડલ ગામના રૂપમાં વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કરાશે. તેનાથી સાંસદોને કોઈ વિશેષ સ્કીમથી ઉપર ઉઠીને પોતાના સંસદીય ક્ષેત્રના સમગ્ર વિકાસની પ્રેરણા મળી. સરકારે યૂરિયા ઉત્પાદન માટે ગેસ આધારિત ઉર્વરક સંયંત્રો ને જોડનારા બધા ગ્રીડને એક સમાન કિંમત પર પુલ્ડ નેચરલ ગેસની આપૂરતી કરવાના પ્રસ્તાવ MoPNG ને મંજૂરી આપી. MoPNG અને વીજળી મંત્રાલયના સંયુક્ત પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી જે માનક ગેસ આધારીત વીજળી ઉત્પાદન સંયંત્રોથી સંબંધિત હતું. તેનાથી ૧૬ હજાર મેગાવોટના માનક ગેસ આધારીત વીજળી સંયંત્રોના પુનરુદ્ધારમાં મદદ મળશે. રોકાણની સીમા અને નિયંત્રણને સરળ બનાવવાની સાથે જ ભારતના મૂલ્યવાન ક્ષેત્ર – રક્ષા નિર્માણ અને રેલવે – હવે વૈશ્વિક ભાગીદારી માટે ખૂલી ગયા છે. રક્ષા ક્ષેત્રમાં નીતિને ઉદાર બનાવાઈ છે અને એફડીઆઈ સીમાને ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરી દેવાઈ છે. રક્ષા ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટ દ્વારા ૨૪ ટકા સુધી પોર્ટફોલિયો ઈનવેસ્ટમેન્ટની અનુમતિ આપવામાં આવી. રક્ષા ક્ષેત્રમાં અલગ અલગ બાબતોના આધારે અત્યાધુનિક તેમજ ઉત્કૃષ્ટ તકનીક માટે ૧૦૦ ટકા એફડીઆઈની અનુમતિ આપવામાં આવી. કેટલીક વિશેષ રેલ માળખાગત પરિયોજનાઓમાં ઓટોમેટિક રૂટ અંતર્ગત નિર્માણ, પરિચાલન અને રખરખાવ માટે ૧૦૦ ટકા એફડીઆઈની પણ મંજૂરી આપવામાં આવી.