આ પહેલા ક્યારેય ભારતના વિકાસ માટે કામ કરવામાં ‘ટીમ ઈન્ડિયા’નો ભાવ જોવા મળ્યો નહોતો.
ભૂતકાળથી હટીને પ્રધાનમંત્રી મોદીએ ચારે તરફ વિકાસ પ્રાપ્ત કરવા માટે સહયોગી અને પ્રતિસ્પર્ધી સંઘવાદને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. લાંબા સમય સુધી આપણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મોટા ભાઈ જેવો સંબધ જોયો ‘સૌ માટે એક જ ઘાટ’ નો ઉપયોગ વર્ષો સુધી કરવામાં આવ્યો. વિભિન્ન રાજ્યોની વિવિધતા અને તેમની સ્થાનિક જરૂરિયાતોની ધ્યાનમાં ન રાખવામાં આવી.
રાજ્યોને વધુ મજબૂતી અને શક્તિ આપવા માટે નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું. એક મહત્વપૂર્ણ વિકાસ મૂલક પગલાં અંતર્ગત કેન્દ્રથી રાજ્યો તરફનો એક તરફી પ્રવાહની નીતિને બદલી દેવામાં આવી અને તેની જગ્યા રાજ્યો સાથે એક વાસ્તવિક અને સતત ભાગીદારીએ લઈ લીધી. નીતિ આયોગ સરકાર માટે રણનીતિક, નીતિગત, વિઝન પૂરું પાડવાની સાથે સાથે આકસ્મિક મુદ્દાના સમાધાન માટે ઝડપથી કામ કરશે.
નીતિ આયોગ રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓની સંયુક્ત દ્રષ્ટિ વિકસિત કરવા માટે કામ કરશે. તેમાં રાષ્ટ્રીય ઉદ્દેશ્યના આલોકમાં રાજ્યોની સક્રીય ભાગીદારી હશે. નીતિ આયોગનું વિઝન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ માટે રાષ્ટ્રીય એજન્ડાનું માળખું ઉપલબ્ધ કરાવશે. તે સતત રૂપથી રાજ્યોની સાથે સંરચનાત્મક સમર્થન અને કાર્યપ્રણાલી સાથે સહયોગાત્મક સંઘવાદને પ્રોત્સાહન આપશે. તે માને છે કે મજબૂત રાજ્ય જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. તે ગામડાં સ્તરે વિશ્વસનીય યોજનાઓ બનાવવાની પ્રણાલી વિકસિત કરશે.
એક મહત્વપૂર્ણ કદમ અંતર્ગત કેન્દ્રની એનડીએ સરકારે ૧૪ નાણાં આયોગની ભલામણોનો સ્વીકાર કરી લીધો. તેનાથી રાજ્યોને કરની આવકનો ૪૨ ટકા હિસ્સો મળશે જ્યારે પહેલા તે આંકડો ૩૨ ટકા હતો. જો કે સ્પષ્ટ છે કે તેનાથી કેન્દ્ર સરકાર પાસે ઓછુ ધન બચશે.. પરંતુ ભારત સરકારે આ ભલામણોને સકારાત્મક ભાવથી લીધી કેમકે આ ભલામણો રાજ્યોને પોતાની પ્રાથમિકતાઓ અને જરૂરિયાતો અનુસાર યોજનાઓ બનાવવા અને તેને લાગુ કરવા માટે વધુ શક્તિ અને આઝાદી આપે છે. આ એક અભૂતપૂર્વ વધારો છે, જે રાજ્યોને યથા સંભવ રીતે સશક્ત કરશે. તેમને નાણાકીય અનુશાસન રાખીને વધુ નાણાકીય શક્તિ અને આઝાદી સાથે પોતાની યોજનાઓ બનાવવાની પરવાનગી હશે.
ખાસ કરીને પૂર્વી ભારતના કોલસા ભંડારોવાળા રાજ્યોને મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન આપતા કોલસા વિતરણથી મળેલી રાશિનો એક મોટો હિસ્સો રાજ્યોને મળશે. જેનાથી તેમને મોટો લાભ થશે.