Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

મેક ઈન ઈન્ડિયા


વિનિર્માણ ક્ષેત્રનું દિગ્ગજ બનવાના માર્ગ પર ભારત

ભારતમાં ન માત્ર વિનિર્માણ પરંતુ અન્ય ક્ષેત્રોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલો ‘મેક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમ ચાર સ્તંભો પર આધારિત છે.

Make in India (1)

નવી કાર્ય વિધિઃ ‘મેક ઈન ઈન્ડિયા’નું માનવું છે કે ઉદ્યમશિલતાને પ્રોત્સાહન આપવા માટે એક સૌથી મહત્વપૂર્ણ બાબત ‘કારોબાર કરવાની સુવિધા’ છે. કારોબારી માહોલને સરળ બનાવવા માટે ઘણી પહેલો પહેલેથી જ શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય પૂરા કારોબારી ચક્ર દરમિયાન ઈન્ડસ્ટ્રીને ડી-લાઈસન્સ અને ડી-રેગ્યુલેટ કરવાનો છે.

નવુ બુનિયાદી માળખુઃ ઉદ્યોગના વિકાસ માટે આધુનિક અને સુવિધાજનક બુનિયાદી માળખાની ઉપલબ્ધતા ખૂબ મહત્વપૂર્ણ જરૂરિયાત છે. સરકાર આધુનિક હાઈસ્પીડ કમ્યુનિકેશન અને ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટિક અરેન્જમેન્ટ્સની સાથે જ ઉત્કૃષ્ટ તકનીક પર આધારીત ઈન્ફ્રાસ્ટ્ર્કચર ઉપલબ્ધ કરાવવા માટે ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર્સ અને સ્માર્ટ સીટી બનાવવાનો ઈરાદો ધરાવે છે. ઈન્ડસ્ટ્રીયલ કલ્સ્ટર્સમાં બુનિયાદી માળખાને બહેતર બનાવીને હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી આપવામાં આવશે.

નવા ક્ષેત્રઃ ‘મેક ઈન ઈન્ડિયા’ એ વિનિર્માણ, બુનિયાદી માળખા અને સેવા ગતિવિધિઓમાં ૨૫ ક્ષેત્રોની ઓળખ કરી છે અને આ વિષયમાં ઈન્ટરએક્ટીવ વેબ પોર્ટલ અને પ્રોફેશનલી તૈયાર કરાયેલા બ્રોશર્સના માધ્યમથી વિસ્તૃત સૂચનાઓ અપાઈ રહી છે.

નવો વિચારઃ ઉદ્યોગ સરકારને એક નિયામકના રૂપમાં જોવા ટેવાયેલા છે. ‘મેક ઈન ઈન્ડિયા’નો ઉદ્દેશ્ય ઉદ્યોગો સાથે સરકારના સંવાદમાં આમૂલ પરિવર્તન લાવીને આ વિચાર બદલવાનો છે. સરકાર દેશના આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાથે ભાગીદાર બનશે. અમારૂં વલણ એક કેસીલિટેટર તરીકેનું હશે, રેગ્યુલેટર તરીકેનું નહિ.

Make in India (2)

‘મેક ઈન ઈન્ડિયા’ એ ભારતમાં કારોબારી દિગ્ગજો સાથે જ ફોરેન લીડર્સ વચ્ચે પણ પોતાના પ્રશંસક તૈયાર કર્યા છે. આ ઐતિહાસિક પહેલમાં દુનિયા ભારત સાથે ભાગીદારી કરવાની ઈચ્છુક છે.

અમે એક મેન્યુફેક્ચરીંગ ઈનિશિએટીવનો રોડમેપ તૈયાર કર્યો છે, જે હાલના ઈતિહાસમાં કોઈપણ દેશ દ્વારા શરૂ કરાયેલી સૌથી મોટી પહેલ છે. આ સાર્વજનિક – ખાનગી ભાગીદારીની પરિવર્તનકારી શક્તિ દર્શાવે છે. ભારતના વૈશ્વિક ભાગીદારોને સામેલ કરવા માટે પણ આ સહયોગી મોડલનો સફળતાપૂર્વક વિસ્તાર કરવામાં આવ્યો.

થોડા સમયમાં જ ભૂતકાળનું જૂનુ-પુરાણુ અને બાધક માળખું ખતમ થઈ ગયુ અને તેની જગ્યા એક પારદર્શી તથા લોકોને અનૂકૂળ વ્યવસ્થાએ લઈ લીધું. નવી વ્યવસ્થા રોકાણ મેળવવા, ઈનોવેશનને પ્રોત્સાહન આપવા, કૌશલ્ય વિકાસ, આઈપી સંરક્ષણ અને શ્રેષ્ઠ વિનિર્માણ સુવિધાઓના નિર્માણમાં મદદગાર છે.

Make in India (3)

રોકાણની સીમા અને નિયંત્રણને સરળ બનાવવાની સાથે જ ભારતના મૂલ્યવાન ક્ષેત્ર – રક્ષા, નિર્માણ અને રેલવે – હવે વૈશ્વિક ભાગીદારી માટે ખૂલી ગયા છે. રક્ષા ક્ષેત્રમાં નીતિને ઉદાર બનવાઈ અને એફડીઆઈ સીમાને ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરી દેવામાં આવી. રક્ષા ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટ દ્વારા ૨૪ ટકા પોર્ટફોલિયો રોકાણની અનુમતિ આપવામાં આવી. રક્ષા ક્ષેત્રમાં અલગ અલગ બાબતોના આધાર પર અત્યાધુનિક તેમજ ઉત્કૃષ્ટ તકનીક માટે ૧૦૦ ટકા એફડીઆઈની અનુમતિ આપવામાં આવી. કેટલીક વિશેષ રેલ માળખાગત પરિયોજનાઓમાં ઓટોમેટિક રૂટ અંતર્ગત નિર્માણ, પરિચાલન અને રખરખાવ માટે ૧૦૦ ટકા એફડીઆઈની મંજૂરી આપવામાં આવી.

Make in India (4)

કારોબારને સરળ બનાવવા માટે સરળીકૃત કર પ્રણાલી બનાવવામાં આવી. ૨૨ ઈનપુટ અથવા કાચા માલ પર બેઝીક કસ્ટમ ડ્યુટીને વિભિન્ન ક્ષેત્રોમાં વિનિર્માણ ખર્ચમાં કમી આવી. ગારને ૨ વર્ષ માટે ટાળી દેવાયો. ટેકનોલોજી આસાનીથી આવી શકે એ માટે તકનીકી સેવાઓની રોયલ્ટી તથા શૂલ્ક પર આવક વેરાના દરને ૨૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દેવાયો.

વસ્તુઓની નિકાસ અને આયાત માટે જરૂરી દસ્તાવેજોને ઘટાડીને ૩ કરી દેવાયા. ભારત સરકારની ૧૪ સેવાઓ, ઈ-બીઝના ઓનલાઈન સીંગલ વિન્ડો પોર્ટલના માધ્યમથી મળવા લાગ્યું. રોકાણકારોને સલાહ આપવા માટે ઈન્વેસ્ટર્સ ફેસીલીટેશન સેલ બનાવવાનું આવ્યું. ઈ-બીઝ પોર્ટલ દ્વારા ઔદ્યોગિક લાયસન્સ માટે આવેદનની પ્રક્રિયા અને ઉદ્યમી જ્ઞાપનને 24×7ના આધારે ઓનલાઈન કરવામાં આવ્યું. ઔદ્યોગિક લાયસન્સની અવધિ વધારીને ત્રણ વર્ષ કરી દેવામાં આવી. રક્ષા ઉત્પાદનોના પ્રમુખ કમ્પોનન્ટની સૂચિને ઔદ્યોગિક લાયસન્સથી અલગ કરી દેવામાં આવી. નવા વિજળી કનેક્શન માટે એનઓસી/સહમતીની જરૂરીયાતને નાબૂદ કરી દેવામાં આવી.

Make in India (5) [ PM India 619KB ]

આ ઉપરાંત ભારત સરકાર વિનિર્માણમાં ઝડપ લાવવા અને ભારતને વૈશ્વિક વિનિર્માણ કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરવા માટે દેશભરમાં કોરિડોરનો એક પંચકોણ (પેન્ટાગોન) બનાવી રહી છે.

મેક ઈન્ડિયાની શરૂઆતના અવસરે પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળોઃ

વધુ જાણકારી માટે મુલાકાત લો.

લોડ થઇ રહ્યું છે ... Loading