એનડીએ સરકારના કાર્યકાળ હેઠળ ભારત દુનિયામાં સૌથી ઝડપી ઉભરતું અર્થતંત્ર બન્યું.
આ ભારતીય અર્થતંત્ર માટે ઐતિહાસિક વર્ષ રહ્યું છે. નિમ્ન વૃદ્ધિ, ઉંચા ફૂગાવા તથા ઘટતા ઉત્પાદનના સમયથી એનડીએ સરકારે ફક્ત અર્થતંત્રનો મૂળઢાંચાને જ શક્તિશાળી નથી બનાવ્યો પરંતુ અર્થતંત્રને ઉચ્ચ વૃદ્ધિ કરવાનું બળ આપ્યું છે. ભારતનો જીડીપી 7.4% છે જે દુનિયામાં ઝડપથી વિકાસ પામતા તમામ અર્થતંત્રોમાં સૌથી ઝડપી છે.
માનક આપતી જુદી જુદી સંસ્થાઓ તથા વિચારકોના મતે એનડીએ સરકારના કાર્યકાળમાં આગામી વર્ષોમાં ભારતનો વિકાસ હરણફાળ ભરશે. એનડીએ સરકાર દ્વારા સુધારા કરીને ઢાંચો મજબૂત કરાયો છે. જેનાથી ભારતનો ક્રમાંક સ્થિરથી હકારાત્મક દિશામાં આગળ વધ્યો છે.
જ્યારે બ્રિક્સનો પ્રારંભ થયો, ત્યારે મોટા ભાગના લોકોને એમ લાગતું હતું કે ‘આઇ’ (ભારત) તેનું સભ્ય ન બની શકે. ભારત પ્રત્યે સંદેહથી જોવામાં આવતું હતું. હવે, ભારત જ બ્રિક્સના વિકાસનું કેન્દ્ર બન્યું છે.
સરકારે ઉત્પાદન પર જોર આપતા, ગયા વર્ષના નકારાત્મક વિકાસ બાદ આ વર્ષે ઔદ્યોગિક ઉત્પાદનનો આંક 2.1% વધ્યો છે. ફૂગાવો (ડબ્લ્યુપીઆઇ) કે જે એપ્રિલ 2014માં 5.55% હતો તે એપ્રિલ-2015માં -2.65% થયો છે. એફડીઆઇએ ઐતિહાસિક ગતિ પકડી છે. એફડીઆઇ ઇક્વિટી મૂડી ગયા વર્ષે 1,25,960 કરોડ હતી જે આ વર્ષે 40% વધારા સાથે 1,75,886 કરોડ પર પહોંચી છે.
રાજકોષીય ખાધ સ્થિર છે. ગયા વર્ષે જે ખાધ જીડીપીની 4.7% પર હતી તે આ વર્ષે ઘટીને જીડીપીના 1.7% પર પહોંચી છે. ભારતના વિદેશી હુંડિયામણ અનામતમાં વધારો થયો છે. તે 311.8 બિલિયન ડોલરથી 352.1 બિલિયન ડોલર થઇ છે. જે ભારતને વૈશ્વિક આપદા વખતે વહારે આવશે.