Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ભારતના વિકાસને મળી મજબૂતી


આઝાદીના લગભગ 7 દાયકા બાદ હજુ પણ અંધકારમાં જીવતા 18000 ગામડાંઓને વીજળી આપવાનું મહત્ત્વાકાંક્ષી મિશન ભારતે હાથ ધર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આઝાદી દિવસના વક્તવ્યમાં જાહેર કર્યું હતું કે 1000 દિવસમાં વીજળી નહીં હોય તેવાં તમામ ગામડાંઓને વીજળી મળશે. ગ્રામીણ વિદ્યુતીકરણ ઝડપભેર થઈ રહ્યું છે અને માન્યામાં પણ ન આવે એટલી પારદર્શિતા સાથે આ કામ થઈ રહ્યું છે. જે ગામડાંઓ સુધી વીજળી પહોંચાડવામાં આવી રહી છે, તેનો ડેટા જાહેર જનતાને મોબાઈલ એપ્લિકેશન અને વેબ ડેશબોર્ડ દ્વારા ઉપલબ્ધ છે. જ્યારે આપણે માત્ર વીજળી જ ગામડાંઓ સુધી પહોંચી રહી છે, તેવું નોંધીએ છીએ, ત્યારે એ નોંધવું પણ જરૂરી છે કે આ ગામડાંઓમાં વસતા લોકોનાં સ્વપ્નો, આકાંક્ષાઓ અને જીવનની ઉર્ધ્વ ગતિ સાકાર થઈ રહી છે.

એ વાત ભૂલી શકાય તેમ નથી, જ્યારે જુલાઈ, 2012માં ભારતમાં વીજળી જવાની સૌથી મોટી ઘટના બની હતી અને 62 કરોડ લોકો એકસાથે અંધકારમાં સરી ગયા હતા. કોલસા અને ગેસ જેવા બળતણના અભાવે 24000 મેગાવોટ કરતાં વધુ ઉત્પાદન ક્ષમતા ફાજલ પડી રહી હોવા છતાં આટલો મોટો અંધારપટ છવાયો હતો. સમગ્ર ક્ષેત્ર વધારાની ઉત્પાદન ક્ષમતા અને એક તરફ ધરખમ રોકાણોનો ઉપયોગ જ્યારે બીજી તરફ વપરાશકારોને ભારે પાવર કટ સાથે નિષ્ક્રિયતા અને નીતિવિષયક બાબતોના વિષ ચક્રમાં ફસાયેલું હતું.

જ્યારે ગયા વર્ષે એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે કોલસા આધારિત બે તૃતિયાંશ પાવર પ્લાન્ટ (સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા ટ્રેક કરવામાં આવતાં કોલસા આધારિત 100માંથી 66 પ્લાન્ટ્સ) કોલસાના સાત દિવસ કરતાં પણ ઓછા જથ્થા સાથે કટોકટીભરી પરિસ્થિતિમાં હતાં. આવી ભીષણ પરિસ્થિતિમાંથી ફરી બેઠા થઈને આજે દેશમાં એવો એક પણ પ્લાન્ટ નથી, જે કોલસાના જથ્થાની મુશ્કેલીનો સામનો કરતો હોય.

0.24219700_1451627485_inner-power-2 [ PM India 194KB ]

સહુને વીજળી ઉપલબ્ધ બને તે માટે ભારે જહેમત કરી રહેલી સરકારે સ્વચ્છ ઉર્જાને પ્રાથમિકતા આપી છે. સરકારે વીજળીના નવિનીકરણીય સ્ત્રો દ્વારા 175 ગિગા વોટ ઉર્જાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે, જેમાં સૌર ઉર્જા દ્વારા 100 ગિગા વોટનો સમાવેશ થાય છે.

નવી સરકારે સહુને ચોવીસે કલાક અને રોજેરોજ વીજળી ઉપલબ્ધ બનાવવાના લક્ષ્ય સાથે વીજળી ક્ષેત્રે સમગ્રલક્ષી અને લાંબા ગાળાનાં માળખાકીય સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વીજળી ક્ષેત્રની સ્થિતિ વૃદ્ધિનાં આંકડા દ્વારા જાણવા મળે છે. ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક (આઈઆઈપી) મુજબ ઓક્ટોબરમાં વીજળીમાં 9 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે એપ્રિલથી નવેમ્બર દરમિયાન કોલ ઈન્ડિયા લિમિટેડના ઉત્પાદનમાં 9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કોલ ઈન્ડિયાએ કોલસાના ઉત્પાદનમાં પાછલાં ચાર વર્ષમાં કુલ વૃદ્ધિ હાંસલ કરી હતી, તેટલી વૃદ્ધિ માત્ર વર્ષ 2014-15માં હાંસલ કરી હતી. પરિણામે, ગયા વર્ષની સરખામણીએ નવેમ્બરમાં આયાતો 49 ટકા ઘટી હતી. વર્ષ 2014-15માં કોલસા આધારિત સ્ટેશનો દ્વારા વીજ ઉત્પાદનમાં 12.12 ટકા જેટલી એટલે કે અત્યાર સુધીની સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. માનનીય સર્વોચ્ચ અદાલતે કોલસાના 214 બ્લોક રદ્દ કરતાં આવી પડેલી કટોકટીને પારદર્શી ઈ-ઓક્શન્સ દ્વારા તકમાં પરિવર્તિત કરવામાં આવી હતી અને આ તમામ બ્લોકની આવક પૂર્વ ભારતનાં અલ્પ વિકસિત રાજ્યોને મળે છે.

0.54567300_1451627359_inner-power-1 [ PM India 294KB ]

ગયા વર્ષે 22,566 મેગાવોટનો ક્ષમતા વધારો હાંસલ કરવામાં આવ્યો, જે અત્યાર સુધીનો સૌથી વધુ ક્ષમતા વધારો છે. કટોકટી ભરી તંગી વર્ષ 2008-09માં 11.9 ટકાથી ઘટીને 3.2 ટકા નોંધાઈ છે, જે પણ અત્યાર સુધીની સૌથી ઓછી તંગી છે. ચાલુ વર્ષે ઉર્જા ખાધ પણ ઘટી છે અને વર્ષ 2008-09માં 11.1 ટકા હતી, જે ઘટીને 2.3 ટકા નોંધાઈ છે. આ ઘટાડો પણ ભારત માટે ઐતિહાસિક છે.

ટ્રાન્સમિશન બાબતે વીજળીનો વધારાનો જથ્થો ધરાવતાં રાજ્યોમાંથી વીજળીની અછત ધરાવતાં રાજ્યો સુધી વીજ પુરવઠો પહોંચાડવામાં અનેક અવરોધો હતાં. દક્ષિણ તરફની ગ્રિડના ઝડપી સુમેળ દ્વારા વન નેશનલ, વન ગ્રિડ, વન ફ્રીક્વન્સી સ્થાપવાના પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. અવેલેબલ ટ્રાન્સફર કેપેસિટી (એટીસી) વર્ષ 2013-14માં માત્ર 3450 મેગાવોટ હતી, જે 71 ટકા વધીને આ મહિને 5900 મેગાવોટ થઈ છે.

વીજળીની કિંમતો માટે સૌથી નબળી કડીને મજબૂત બનાવવા ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એસ્યોરન્સ યોજના) શરૂ કરવામાં આવી, જે વીજ ક્ષેત્રની ભૂતકાળ, વર્તમાન તેમજ ભવિષ્યની સંભવિત મુશ્કેલીઓનો હલ લાવશે. ઉદય બોટમ અપ અભિગમ સાથે રાજ્યના ઉચ્ચ સ્તરના સત્તાધીશો (મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો, અગ્ર સચિવો, ડિસ્કોમના મેનેજિંગ ડાયરેક્ટર વગેરે), બેન્કરો, નિયમનકારો વગેરેના વ્યાપક સલાહસૂચનો સાથે વિકસાવવામાં આવી છે. ડિસ્કોમ (ડિસ્ટ્રિબ્યુશન કંપની (ઈન્ડિયા))ના દેવાંનો બોજ હળવો કરવા માટે ઉદયે ડિસ્કોમ માટે સાતત્યપૂર્ણ કાર્યકારી સુધારાનો માર્ગ દર્શાવ્યો છે. સરકાર પણ વીજળીના ભાવ ઘટાડવા માટે અનેક પગલાં લઈ રહી છે. આને પરિણામે વર્ષ 2018-19 સુધીમાં તમામ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ નફો રળતી થશે તેવું અનુમાન છે. ઉદય હેઠળ ભાવની અંદાજપત્રીય ટોચ મર્યાદાને કારણે ડિસ્કોમની સમસ્યાઓનો કાયમી ઉકેલ મળે છે, સાથે સાથે, સંયુક્ત અભિગમ તેમજ ક્ષમતાઓ વધારવા અને વીજળીનો ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત થવાને કારણે વીજ ક્ષેત્રે સુધારા માટે અગાઉ જે કોઈ પ્રયત્નો કરાયા, તેનાથી ઉદય અલગ તરી આવે છે.

0.33263600-1451575216-powerindia2 [ PM India 271KB ]

ઉર્જા કાર્યક્ષમતા જેવા ક્ષેત્રોમાં ગતિશીલ વિકાસ જોવા મળ્યો છે. એલઈડી બલ્બની કિંમતોમાં 75 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે અને એક વર્ષ કરતાં ઓછા ગાળામાં ચાર કરોડથી વધુ બલ્બ વેચાયા છે. પ્રત્યેક બલ્બ બદલીને એલઈડી બલ્બ કરવાનાં લક્ષ્યાંક સાથે વર્ષ 2018 સુધીમાં 77 કરોડ બલ્બ વેચવાનું લક્ષ્યાંક છે. ઘરોમાં અને રસ્તાઓ પર એલઈડી બલ્બ હોવાને કારણે પીક-લૉડ ડિમાન્ડ 22 ગિગાવોટ જેટલી ઘટશે, વર્ષે 11,400 કરોડ યુનિટ જેટલી વીજળી બચશે અને દર વર્ષે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં 8.5 કરોડ ટનનો ઘટાડો થશે. 22 ગિગાવોટ ક્ષમતા સ્થાપવી એ કદાચ સીમાચિહ્નરૂપ સિદ્ધિ લેખાય, પરંતુ પર્યાવરણની જાળવણી સાથે આવાં રોકાણો ટાળવાનો અભિગમ વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં પ્રશંસાપાત્ર છે.

લોડ થઇ રહ્યું છે ... Loading